________________
૧૩૬
સમયસાર સિદ્ધિ ભાગ-૫ પર્યાય છે, એ પર્યાયનો આત્મા કર્તા એ પર્યાય અક્ષર લખવાનો નથી. એક વાત.
જો એ પરિણામ અને પરિણામી, એનું પરિણામીનું આ પરિણામ હોય? અક્ષર લખવાનું તો આત્મા પરિણામી છે એમાં ભળી જાય, ન રહે જુદો, માટે તે લખવાના પરિણામની અવસ્થા તેનો આત્મા વ્યાપ્ય-વ્યાપકપણે પરિણામ-પરિણામીપણે કર્તા કર્મ નથી, પણ એ અક્ષરના લખવા કાળે આત્માને જો નિમિત્ત કહીએ, તો જ્યાં જ્યાં અક્ષરો થવાના હોય ત્યાં ત્યાં એને આત્માને રહેવું પડે, બે વાત. જ્યારે તે અક્ષરો લખવાને કાળે અક્ષરોની પર્યાય અક્ષરથી થઈ. તેમાં આત્માનો જોગ ને રાગ નિમિત્ત કહેવાય, કેમકે જોગ ને રાગ અનિત્ય છે, અને તે પણ કોના? જે રાગ અને જોગ ઉપરની દૃષ્ટિ છે જેને, એ ઇચ્છા ને જોગ ઉપર દૃષ્ટિ જેની છે, તે રાગ ને જોગનો જે કર્તા મિથ્યાષ્ટિ છે, તેનો જોગ ને રાગ કાર્યકાળમાં નિમિત્ત કર્તાપણે કહેવામાં આવે છે. એક શબ્દ ફરે તો આખો ન્યાય ફરી જાય એવું છે. આહાહાહા ! સમજાણું કાંઈ ? છે?
યોગ ને ઉપયોગ જ નિમિત્તપણે તેનાં પરદ્રવ્યના કાર્યના કર્તા છે, રાગાદિ-વિકારવાળા ચૈતન્યપરિણામ પોતાના વિકલ્પને, હા, એ રાગાદિ વિકલ્પને પ્રદેશોને પોતાના વ્યાપારને કદાચિત અજ્ઞાનથી આત્મા કરતો, દેખો, આહાહાહા ! એ લખવા કાળે એ ઈચ્છા થઈ અને જોગ કંપ્યો તેનો અજ્ઞાની કર્તા છે. તેથી તે અજ્ઞાની કર્તા, તેનાં જોગ ને રાગ એ અક્ષરો લખવામાં નિમિત્તપણે કહેવામાં આવે. આહાહાહાહા ! સમજાણું કાંઈ ? હવે આવું કહેવું આકરું કહેવું ને સમજાણું? આહાહા ! પોતાના વ્યાપારને કદાચિત, શું કીધું ભાષા? કે અજ્ઞાની આત્મા, જેની વીતરાગ મૂર્તિ પ્રભુ છે, આત્મા તો જિન સ્વરૂપે છે,
“ઘટ ઘટ અંતર, જિન વસે, ઘટ ઘટ અંતર જૈન,
મત મદિરાકે પાનસોં મતવાલા સમજે ન” ઘટ ઘટ અંતર, જિન સ્વરૂપી પ્રભુ આત્મા તો, જિનસ્વરૂપી વીતરાગ સ્વરૂપી, અકષાય સ્વરૂપી, એ આત્મા એ આત્મા એ અક્ષરોના કાર્યકાળ એ આત્મા આવો જે છે વીતરાગ દ્રવ્ય એ તો નિમિત્ત નથી, ત્યારે કે એ વખતનાં જે યોગ અને રાગ એ જે વીતરાગ સ્વરૂપ આત્મા છે એની જેને દૃષ્ટિ નથી, જિન સ્વરૂપી ભગવાન છે એની જેને દૃષ્ટિ નથી અને એની દૃષ્ટિ ઇચ્છા ને જોગનાં કંપનમાં પડી છે, એવા જોગ ને કંપનનો કરનાર કદાચિત્ આત્મા કર્તા હો, છે? અજ્ઞાનથી આત્મા કરતો હોવાથી. આહાહાહા!
હવે આવું બધું નક્કી કરવું ને, અને એના વિના ધર્મ થઈ જાય, સામાયિક થઈ ગઈ ને પોહા થઈ ગયા ને પડિક્કમણાં, ધૂળેય નથી તારા. આહાહા ! કહે છે કે રાગાદિ વિકારવાળા ચૈતન્યના પરિણામ, એ પોતાના વિકલ્પને કરે અજ્ઞાની, અને આત્માના તો કંપન પોતાના વ્યાપારને કદાચિત્ એટલે કે જ્યાં સુધી મિથ્યાષ્ટિ છે ત્યાં સુધી, અજ્ઞાનથી આત્મા કરતો હોવાથી એ ઇચ્છા અને જોગના કંપનને, જે વિકાર છે, તેને સ્વરૂપના અજ્ઞાનને લઈ તેનો કર્તા અજ્ઞાની કદાચિત્ અજ્ઞાનભાવમાં કહેવાય કર્તા રાગ અને જોગનો. અને એ રાગ ને જોગ, અક્ષરોમાં લખવાના કાળમાં એ રાગ અને જોગને નિમિત્તકર્તા કહેવામાં આવે છે. આહાહા... સમજાય તેવું છે, ભાષા કોઈ આકરી નથી, પણ ભાવ તો ભલે (જે છે તે છે) સમજાણું કાંઈ?
પોતાને કરતો, તે યોગ અને ઉપયોગનો તો આત્મા પણ કર્તા કદાચિત્ ભલે હો. છે?