________________
ગાથા૧૦૦
૧૨૧ ઇન્દોરમાં એક ચર્ચા થઈ'તી પચાસ પંડિતો ભેગા થયેલા વિરોધ આંહીંનો વિરોધ કરવા એટલે “પદ્રવ્યનો કર્તા ન માને તે દિગંબર જૈન નથી” એમ બિચારા શું કરે કોઈ રીતે પોતાનું માન રહેતું ન હોય, અત્યાર સુધી ચલવ્યું હોય, હવે એ બધું ખોટું છે, મિથ્યાત્વ છે એવું આકરું પડે ને. આકરું પડે બિચારા. (શ્રોતા:- આપે તો શ્વેતાંબરમાંથી દિગંબરનો ડંકો બજાવ્યો) હું? દિગંબર તો વસ્તુ જ છે આ, શ્વેતાંબર એ વસ્તુ જ છે ક્યાં, જૈન ધર્મ. ઝીણી વાત છે. આહાહા! કહો વજુભાઈ આ બધા સ્થાનકવાસીના શેઠિયાઓ ગળા સુધી ગરી ગયેલા ન્યાં. આહાહા ! આ અમારે જાદવજીભાઈને એ બધાં કલકત્તામાં નહોતા. પાંજરાપોળમાં પૈસા આપો તમારું કલ્યાણ થશે, ગાયોને-નભાવો, પારેવાને જુવાર આપો, કૂતરાને રોટલા નાખો, આંહીં કે છે તમારે નથી કરતાં અહીં, અત્યાર સુધી હતું, પહેલાં, તો પોપટભાઈ તરફથી અહીં રોટલા કૂતરાને નાખતા સાંભળ્યું છે. હવે આપણને કાંઈ ખબર નથી. પોપટભાઈ તમારા. કોણ નાખે? બાપા આકરું કામ પડે.
ખરેખર તો આત્મા સિવાય પરદ્રવ્ય એનાં પરદ્રવ્ય છે એના સિવાય આ આત્મા એ પરનું કંઈપણ કરે તો પરમાં એકાકાર થઈ જાય, વળી નિમિત્તનૈમિત્તિકભાવે પણ તેને કરતો નથી. કારણકે જો એમ કરે તો નિત્ય કર્તુત્વનો પ્રસંગ આવે. શું કહે છે? આત્મા છે તે કાયમ નિત્ય છે, જો આત્મા એને નિમિત્ત થઈને કરે, તો સદાય એને પરનું કર્તાપણું નિત્યમાં રહે, આત્મા પણ નિમિત્તપણે આત્મા નિમિત્તપણે કરે નહિ, ઉપાદાનપણે તો કરે નહિ એ તો વાત ગઈ. આહાહા! નૈમિત્તિકભાવે પણ તેને કરતો નથી, કેમ કે એમ કરે તો નિત્ય કર્તુત્વનો પ્રસંગ આવે, આત્મા નિત્ય છે, પ્રભુ. જો સામાની પર્યાયને નિમિત્તપણે કરે જીવ દ્રવ્ય હોં, પર્યાયની પછી વાત લેશે, જીવ દ્રવ્ય છે વસ્તુ જે છે એ જો સામાને નિમિત્તપણે કરે તો સદાય તેનું કર્તાપણું, નિમિત્તમાં તેને જ્યારે જ્યારે જ્યાં કાર્ય થાય ત્યાં ત્યાં દ્રવ્યને હાજર રહેવું પડે. આહાહા !
આવી વ્યાખ્યા નિમિત્તનૈમિત્તિકભાવે પણ તે કરતો નથી, કારણ કે એમ કરે તો નિત્ય કર્તૃત્વ, સર્વ અવસ્થાઓમાં કર્તાપણું રહેવાનો પ્રસંગ આવે. આહાહા! જગતની જેટલી અવસ્થાઓ થાય તેમાં જો આત્મા નિમિત્તપણે હોય તો તો જ્યાં જ્યાં અવસ્થા થાય ત્યાં ત્યાં આત્માને હાજર રહેવું પડે, આ નિત્ય છે, આત્મા નિત્ય છે, એ તો નિમિત્તપણે પણ કર્તા નથી. ઉપાદાનપણે તો નથી. આહાહાહા ! વિશેષ આવશે લ્યો.
(શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ)
પ્રવચન ન. ૧૯૮ ગાથા-૧OO શનિવાર, મહા વદ-૫, તા. ૧૭/૨/'૭૯
સમયસાર સો ગાથા, ખરેખર, ખરેખર અહીં વજન છે. ખરેખર ઘટનું કાર્ય થાય છે જે સમયે તે ખરેખર કાર્ય ઘટનું નથી, તે માટીનું છે. ઘડો રથ કે વસ્ત્ર આદિ ઘટાદિ તથા ક્રોધાદિ એટલે જડ કર્મ એ પરદ્રવ્યસ્વરૂપ કર્મ છે, પરદ્રવ્યસ્વરૂપ કાર્ય છે. આહાહાહા! માળે કેટલું નાનું છે જુઓ, શું કહે છે? ઘડો જે કાર્ય છે, તે વખતે કાર્ય છે તે વખતે છે જ, હવે એને નિમિત્ત કોને કહેવું એટલો પ્રશ્ન છે. સમજાણું કાંઈ? એમ વસ્ત્ર થયું છે એ કાર્ય વસ્ત્ર છે, એને નિમિત્ત કોને કહેવું એ પ્રશ્ન છે. તેમ રથ અને ગાડું આદિ છે કાર્ય છે એનું નિમિત્ત કોને કહેવું, એ પ્રશ્ન છે.