________________
૧૨૦
સમયસાર સિદ્ધિ ભાગ-૫ ઉપયોગ એટલે જ્ઞાનનું કષાયો સાથે ઉપયુક્ત થવું-જોડાવું. આ યોગ અને ઉપયોગ ઘટાદિક તથા ક્રોધાદિકને નિમિત્ત છે તેથી તેમને તો ઘટાદિક તથા ક્રોધાદિકના નિમિત્તકર્તા કહેવાય પરંતુ આત્માને તેમનો કર્તા ન કહેવાય. આત્માને સંસાર-અવસ્થામાં અજ્ઞાનથી માત્ર યોગ-ઉપયોગનો કર્તા કહી શકાય.
અહીં તાત્પર્ય આ પ્રમાણે જાણવું દ્રવ્યદૃષ્ટિથી તો કોઈ દ્રવ્ય અન્ય કોઈ દ્રવ્યનું કર્તા નથી; પરંતુ પર્યાયદેષ્ટિથી કોઈ દ્રવ્યનો પર્યાય કોઈ વખતે કોઈ અન્ય દ્રવ્યના પર્યાયને નિમિત્ત થાય છે તેથી આ અપેક્ષાએ એક દ્રવ્યના પરિણામ અન્ય દ્રવ્યના પરિણામના નિમિત્તકર્તા કહેવાય છે. પરમાર્ગે દ્રવ્ય પોતાના જ પરિણામનું કર્તા છે, અન્યના પરિણામનું અન્યદ્રવ્ય કર્તા નથી.
ગાથા-૧૦૦ ઉપર પ્રવચન जीवो ण करेदि घडं णेव पडं णेव सेसगे दव्वे। जोगुवओगा उप्पादगा य तेसिं हवदि कत्ता।।१००।। જીવ નવ કરે ઘટ, પટ નહીં, જીવ શેષ દ્રવ્યો નવ કરે;
ઉત્પાદકો ઉપયોગ યોગો, તેમનો કર્તા બને ૧૦૦ મી ગાથા ચાલી'તી તે દિ' ૯૧માં જામનગર માણસો ઘણાં ત્યારે સંપ્રદાય છોડયો નહોતો ને તે દી' સંપ્રદાયમાં હતા ને ૯૧ પછી, અહીં આવીને સંપ્રદાય છોડયો. દાક્તર હતા મોટા પ્રાણજીવન દાક્તર નહિ, અઢી હજારનો પગાર હતો, વ્યાખ્યાનમાં આ ૧૦૦ મી ગાથા ચાલતી, સાંભળી મહારાજ મારો-સોલેરિયમ છ લાખનો જોવા આવો ને, આ તો તમારે દાખલામાં ન્યાયમાં કામ આવશે. જામનગરમાં છે. છ લાખનો સોલેરિયમ સંચો છે મોટો આમ ફેરવેને સૂર્યના તડકાં આપે ને, ઇ-માગશરની વાત છે'૯૧ના પછી આંહીં આવ્યા'તા ને આ ૧00મી ગાથા (શ્રોતા:- સભામાં વંચાતી હશે). સભા-સભા-સંપ્રદાયમાં સભા, ‘૯૦માં આ વાંચ્યું'તું ને ૯૯ ગાથા, નેવુંમાં અમુક વાંચ્યું'તું ને ૯૯ ગાથા સુધી ત્યાં વાંચ્યું'તું રાજકોટ. રાજકોટ ચોમાસું હતું ને છેલ્લું ૯૦, સદરમાં, તે દિ' ત્યાં વાચ્યું'તું ઘણું કરીને ૯૯ સુધી “સો” મી અહીંથી શરૂ કરી'તી એમ હતું કાંઈક, જામનગર. આહાહાહા!
ટીકા-ખરેખર જે ઘટ ને પટ ને ક્રોધાદિક પરદ્રવ્યસ્વરૂપ કર્મ છે. જડની વાત છે હોં આ, ક્રોધ, ભાવ ક્રોધની વાત નથી ઘટ-પટ-આદિ અને ક્રોધ જડ કર્મ, પરકર્મ છે તેને આ આત્મા વ્યાપ્યવ્યાપકભાવે તો કરતો નથી, એટલે કે વ્યાપક પોતે કર્તા થઈને તે પરિણામ તેનું વ્યાપ્ય, તે તેનું કાર્ય એમ તો નથી. આહાહાહા ! આ બધા વેપારીઓ, બધા હુંશિયાર થઈને કરતા હશે, નહિ? ખરેખર ઘટ પટ વસ્ત્ર, ગમે તે પરદ્રવ્ય જડ, કે ક્રોધાદિક કર્મ જડ, એ પરદ્રવ્યસ્વરૂપ કાર્ય છે, તેને આ આત્મા વ્યાપ્ય વ્યાપકભાવે તો કરતો નથી. પરિણામ અને પરિણામી તે પરિણામ એનું પરિણામી આત્મા એમ તો નથી, કર્તા આત્મા ને કાર્ય એ એમ તો નથી, કારણકે જો એમ કરે તો તન્મયપણાનો પ્રસંગ આવે, એમ કરે તો પરમાં એકાકાર થઈ જાય. જુદું દ્રવ્ય રહે નહિ. આહાહાહા !