________________
૧૧૮
સમયસાર સિદ્ધિ ભાગ-૫ પરિણામી પોતે, પરના પરિણામનો કર્તા આત્મા તો પરિણામી ત્યાં અભેદ થઈ જાય છે. એ તો વાત કીધી ઠીક, હવે એ ઉપરાંત અહીં તો સિદ્ધ કરવું છે. આહાહા ! વ્યાપ્ય-વ્યાપક ભાવથી તો કર્તા નથી, વ્યાપ્ય વ્યાપક સમજાણું? વ્યાપ્ય એટલે પરિણામ, વ્યાપક એટલે પરિણામી દ્રવ્ય. વ્યાપ્ય એટલે કાર્ય અને વ્યાપક એટલે કાર્યનો કરનાર દ્રવ્ય. આહાહા ! વ્યાપ્ય વ્યાપકભાવથી તો કર્તા નથી પરંતુ નિમિત્ત નિમિત્તભાવથી પણ કર્તા નથી. આહાહાહા ! એ રોટલી ને ઘટ પટને રથને વણકરને એ કહે છે કે જે દશા થાય તેમાં નિમિત્ત પોતે ને નૈમિત્તિક એ રીતે પણ નથી, ગાથા બહુ ઊંચી છે. આહાહાહા...
આહા હા ! એની સાથે “કારણ (શુદ્ધ) પર્યાય” આવી છે ને...! “નિયમસાર માં જ ૧૫મી ગાથા. એક કારણ (શુદ્ધ) પર્યાય છે ધ્રુવ. ધ્રુવ... હોં! જેમ વસ્તુ ધ્રુવ છે, જેમ ગુણ ધ્રુવ છે; તેમ એક કારણપર્યાય પણ ધ્રુવ છે. ૨000ની સાલમાં ઘણો વિસ્તાર કર્યો હતો. ૧ થી ૧૯ ગાથા સુધીનાં વ્યાખ્યાન (પુસ્તકરૂપે પ્રકાશિત થઈ ગયેલાં છે). કારણ (શુદ્ધ) પર્યાય” સૂક્ષ્મ છે. જેમ ધર્માસ્તિ, અધર્માતિ, આકાશ અને કાળ-ચાર દ્રવ્ય છે, એમાં તો પારિણામિકભાવની પર્યાય એકસરખી છે. શું કહ્યું સમજાણું? એ જે) ચાર દ્રવ્ય છે (એના) દ્રવ્ય-ગુણ તો એકસરખા જ છે; પણ એની પર્યાય પણ એકસરખી (છે). ઓછી વિપરીત એકેય છે જ નહીં. પારિણામિકભાવની પર્યાય સદાય એકરૂપ (છે). ત્યારે તો એ દ્રવ્ય-ગુણ-પર્યાયનો દ્રવ્ય પૂર્ણ થાય છે. તો આત્મામાં દ્રવ્ય અને ગુણ પૂર્ણ છે; પણ જે પર્યાય રાગાદિની છે એ રાગાદિ તો ઓછા-વધારે થાય છે. રાગનો અભાવ થઈને સમકિત થાય છે. અને સમકિતની-મોક્ષમાર્ગની પર્યાયનો પણ અભાવ થઈને મોક્ષ થાય છે. તો પર્યાય એકરૂપ ન રહી. (જ્યારે ધર્માદિ) ચાર (દ્રવ્યમાં) પર્યાય એકરૂપ છે. તો આમાં (આત્મામાં) પારિણામિકની (પર્યાય ) એકરૂપ હોવી જોઈએ કે નહીં? તો એ ઉદય, ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક (પર્યાય) સિવાય, અંદર (એક) કારણ (શુદ્ધ) પર્યાય (છે). એ બધો વિસ્તાર ૧૫મી ગાથાના (વ્યાખ્યાનમાં) કર્યો છે. દ્રવ્ય એવું ત્રિકાળી ધ્રુવ, એવું ત્રિકાળી સામાન્ય, એવી પર્યાય વિશેષ વિશેષ (એટલે) ઉત્પાદ-વ્યય નહીં. ઉત્પાદ-વ્યય વિનાની “કારણપર્યાય' ધ્રુવ સદેશ અનાદિઅનંત છે. જેમ પેલા ચાર દ્રવ્યમાં એક પારિણામિક પર્યાય અનાદિઅનંત એકસરખી છે એવી અહીંયાં ધ્રુવ-કારણ (શુદ્ધ) પર્યાય અનાદિઅનંત એકરૂપ છે. આહા.. હા! મેં ૨૦OOની સાલમાં એનો નકશો પણ બનાવરાવ્યો હતો. પણ એ વિષે એક મોટા પંડિતને) કહ્યું તો તે સમજ્યા નહીં. વર્ણજીને કહ્યું તો એણે કીધું કે “કારણ (શુદ્ધ) પર્યાય' એવું છે નહીં. પછી હું અચકાણો કે, મોટા પંડિતો ય સમજતા નથી તો (બીજા તો) સમજશે નહીં. (એથી) નકશો બહાર નથી પાડ્યો. એ (વિષય) સૂક્ષ્મ છે, ભાઈ ! દ્રવ્યનો ભાવ, એ કારણ (શુદ્ધ) પર્યાય; એ પારિણામિકભાવમાં જાય છે. એ (ઔદયિકાદિ) ચાર ભાવમાં આવતો નથી. એ ઉત્પાદવ્યય વિનાની પર્યાય “કારણ (શુદ્ધ) પર્યાય છે. આવો માર્ગ છે! એ અહીં કહે છે.
(પ્રવચન નવનીત ભાગ-૨, પેઈજ નં. ૩૮, નિયમસાર ગાથા-૩૮)