________________
૧૧૬
સમયસાર સિદ્ધિ ભાગ-૫ આંહીં તો ફક્ત હજી દ્રવ્યની ભિન્નતા છે તેને સિદ્ધ કરે છે ફક્ત. પણ જ્યારે સ્વભાવની વાત કરે, ચૈતન્ય સ્વરૂપ ભગવાન એ તો આનંદ ને જ્ઞાનમૂર્તિ પ્રભુ છે, એનું વ્યાપ્ય વિકાર કેમ હોય, એમ કહે છે. એનું વ્યાપ્ય તો નિર્મળ પરિણામ તેનું વ્યાપ્ય, સમ્યગ્દર્શનજ્ઞાન–ચારિત્ર આનંદ એનું વ્યાપ્ય ને આત્મા તેનો વ્યાપક. અને ત્યાં જે રાગ થાય એવો કોઈ આત્મામાં ગુણ નથી કે તેથી રાગ થાય, તેથી તે રાગ પર્યાયમાં થાય છે, તેથી પર્યાયષ્ટિ, વ્યવહારષ્ટિ કર્મમાં નાખી ને કર્મ વ્યાપક અને રાગ એનું વ્યાપ્ય, સ્વભાવ દૃષ્ટિએ. આહાહા !
હવે આ વાણિયાને આવું બધું યાદ ક્યારે રાખવું? હજી તત્ત્વ શું છે, એની ખબરું ન મળે, તત્ત્વમાં શું થાય છે, કેમ થાય છે અને એને ધર્મ થઈ જાય? મિથ્યા મોહ છે મિથ્યાત્વ થાય. મિથ્યાત્વની ભ્રમણાં થાય એને અધર્મ થાય. બીજાના દ્રવ્યની દયા પાળી શકું છું, બીજા જીવની દયા પાળી શકું છું, તો એ દયાના પરિણામ જે થયા અહીંયા, એનું વ્યાપ્ય ન્યાં થયું, વ્યાપક આ ને વ્યાપ્ય ન્યાં થયું, બે ય એક થઈ ગયા, પરની દયા આત્મા પાળી શકતો જ નથી. આહાહા ! (શ્રોતા – પરદ્રવ્યને જાણી શકે પણ કરી શકે નહિ ) જાણવાનું તો બધું ત્રણકાળ ત્રણ લોક જાણે, એમ પણ કહેવું એ વ્યવહાર છે. પરદ્રવ્યને જાણે, પરને જાણે એ કહેવું એ વ્યવહાર છે. ખરેખર તો એ પોતે પોતાની પર્યાય, દ્રવ્યગુણને જાણે છે. આહાહા વીતરાગ મારગ ઝીણો બહુ ભાઈ આહાહા ! અપૂર્વ વાત છે. આહાહા !
કર્તા કર્મપણું અને પરિણામ-પરિણામીપણું, પરિણામ એટલે પર્યાય અને પરિણામી એટલે દ્રવ્ય, એકદ્રવ્યમાં હોઈ શકે. આહાહાહા ! જીવના પરિણામ, એ કર્મ કરે તો કર્મ પરિણામી અને પરિણામ વ્યાપ્ય બે ય કર્મ અને રાગ બે એક થઈ ગયા. સમજાણું કાંઈ? શું કીધું ઈ? કર્મ જડ છે, એ પરિણામી અને આંહી વિકાર પરિણામ થયો, એ એનું પરિણામ તો તો એ કર્મ જ પોતે ભિન્ન, આત્માથી જુદી ચીજ ના રહી, આત્માના પરિણામમાં તન્મય થઈ ગયું કર્મ. આહાહા !
ફરીને એ એક પ્રશ્ન થયો'તો તે દિ' ઘણાં વર્ષ થયા ત્યાં ૯૯ માં રાજકોટ એક સોમચંદભાઈ હતા ને એક ખારા, એણે કહ્યું કે નિશ્ચય શું? એકકોર તમે કહો કે કર્મ વ્યાપક અને રાગ વ્યાય, એક બાજુ કહો કે આત્મા વ્યાપક અને રાગ વ્યાપ્ય, એક પ્રશ્ન થયેલો ૭૫ ગાથામાં આવે છે. ૭૫ ગાથામાં એમ જ આવે કે આત્મા વ્યાપક કર્તા અને નિર્મળ પરિણામ કાર્ય, મલિન પરિણામ કાર્ય અને કર્તા કર્મ, એ સ્વભાવની દૃષ્ટિની અપેક્ષાએ કહ્યું છે. આહાહા! પંડિતજી!
જો બીજા દ્રવ્યના પરિણામ, પર્યાય બીજો દ્રવ્ય કરે તો એ પર્યાય અને પરિણામ અને પરિણામી બે એક થઈ જાય. પરદ્રવ્યથી ભિન્ન ન રહી શકે અને આ તો પરદ્રવ્યથી ભિન્ન ત્રિકાળ રહેલું છે. તેમ કોઈ પણ દ્રવ્ય કોઈ કાળે પરિણમનની પર્યાય વિનાનું હોય તો, એ પર્યાય વિનાનું દ્રવ્ય, તો એ પર્યાય વિનાનું દ્રવ્ય હોઈ શકે જ નહિ, એ પર્યાયનું કર્તા દ્રવ્ય થઈ જાય પેલો પર, અને આ પરિણામ વિનાનું પરિણામી રહ્યું. સમજાય છે કાંઈ?
આત્મામાં જે પર્યાય છે એ પરિણમન વિનાની, પર્યાય વિનાનું કોઈ દિ' દ્રવ્ય હોય નહિ, જો એ પરિણમન વિનાનું દ્રવ્ય થાય તો એ પરિણમન પરનું છે, અને એ પર એનું પરિણામી છે. આત્માનું પરિણમન એ નથી, તો આત્માનો નાશ થઈ જાય અને કર્મ એમાં આમાં ભળી જાય.