________________
૧૧૪
સમયસાર સિદ્ધિ ભાગ-૫ તે નિયમથી પરદ્રવ્યમય થઈ જાય, જોયું? જો પરના પરિણામની પર્યાય, બીજો કરે તો એ બીજી ચીજ તેમાં એકાકાર થઈ જાય, જાદું રહે નહિ. આહાહા ! લોજીક અને ન્યાય, હેં ? નિયમથી તન્મય થઈ જાય એમ, નિશ્ચયથી પરદ્રવ્ય થઈ જાય. આહાહાહા! એ રોટલી વેલણાંથી લોટ આમ પહોળો થયો એમ માનવું, તો વેલણું એ પરિણામી, અને પહોળી રોટલી થઈ એ પરિણામ, તે પરિણામ અને પરિણામી વેલણું લોટમાં એકાકાર થઈ ગયું, લોટની હારે તન્મય થઈ ગયું, જુદું રહ્યું નહિ. આહાહા ! એમ શીશપેનની અણી કાઢતાં જે પરિણામ થયા આમ અણીનાં એ પરિણામનો કર્તા તો એનો પરિણામી પરમાણું છે, અને આ કહે કે મેં આ પરિણામ કર્યું તો એ પરિણામ અને પરિણામી બે ય, આ પોતે એમાં તન્મય થઈ ગયાં. એમાં એકમેક થઈ ગયો, જાદો ન રહ્યો. આહાહાહા !
આ મોહમય નગરી મુંબઈ એમાં આવી વાતું ક્યાં? લોકોએ તત્ત્વને સાંભળ્યું નથી. ભગવાનને શું કહેવું છે ને અને તત્ત્વની મર્યાદા શું છે? દરેક અનંત આત્માઓ અને અનંત પરમાણુઓ એની મર્યાદા શું? એની મર્યાદા તે કાળે જે પરિણામ થાય તે પરિણામ તેનું અને તેનો તે પરિણામી, અને એ પરિણામ વિનાનો માને તો પણ તેણે દ્રવ્યને માન્યું નથી. આહાહા ! વેદાંત કહે છે ને કે પર્યાય બર્યાય પરિણમન હોય નહિ. અને એકલા પરિણામને માને અને પરિણામીને ન માને, તો એ બૌદ્ધ થઈ ગયો. બૌદ્ધ મત થઈ ગયો. હું? આવું ભણતર આકરું પડે, બીજાં શું થાય? બહુ શ્લોક ઉંચા છે બધા.
કારણકે કોઈ દ્રવ્ય, અન્ય દ્રવ્યમય થઈ જાય તો તે દ્રવ્યના નાશની આપત્તિ (દોષ) આવે. આહાહા ! આત્મા જડ કર્મ અને આ અન્ય રથ પટ આદિ બાહ્ય એના પરિણામને એની પર્યાયને જો આત્મા કરે તો એ પર્યાય વિનાનું દ્રવ્ય થઈ ગયું, તો ત્યાં આ દ્રવ્યનો નાશ થઈ જાય. આહાહાહા ! કહો પ્રેમચંદજી! આવી વાત છે. બહુ કઠણ, મહા સિદ્ધાંત છે આ બધાં, થોડા શબ્દોમાં. આ વાસણમાં નામ લખે છે ને? એ લખવાનાં પરિણામ જે થયા છે, એ પરમાણુના થયા છે, એ ટાંકણે કર્યા નથી, ટાંકણું જ પરિણામી અને એક અક્ષર પડે એ પરિણામ, તો બેય એક દ્રવ્ય થઈ ગયા. આહાહા ! આ વાસણમાં કરે છે ને, નામ, નામ, નામ બધા કરે ને એ પરિણામ જે અક્ષરોના થયા તાંબા, પિતળમાં એ પરિણામ થયું છે એ પર્યાય થઈ છે ને એ પર્યાયના પરમાણું પરિણામી તે કર્તા છે. આહાહા ! એને ઠેકાણે ઓલો કહે કે આ ટાંકણાથી અક્ષર થયા અને મેં આમ કર્યું ધ્યાન રાખ્યું માટે અક્ષર થયા તો એ પરિણામ અને પરિણામી તન્મય એકમેક થઈ ગયા તો જુદું ન રહ્યું દ્રવ્ય. આહાહા! ગાંડા જેવું છે આ તો, હું? જૈનનો મારગ, જૈનમાં રહ્યાં એને ય સાંભળવા મળ્યો નથી. આહાહા!
કારણકે કોઈ દ્રવ્ય, અન્ય દ્રવ્યમય થઈ જાય, તો તે દ્રવ્યના નાશની આપત્તિ આવે” સામાના પરિણામ પોતે કરે તો પોતે પરિણામી થઈને તે પરિણામમાં તન્મય થઈ ગયો, તો પોતાના દ્રવ્યનો નાશ થઈ ગયો, એ પરદ્રવ્ય થઈ ગયું પોતાનું દ્રવ્ય રહ્યું નહિ. આહાહાહા ! શું આ સિદ્ધાંત ! મણના અઢી તો ચાર પૈસાનું શેર, પછી એના ગમે એટલા પલાખા કરો. આહાહા ! એમ કોઈ પણ પરમાણુના પરિણામ, એ પરિણામી વિનાનું પરિણામ હોય નહિ અને પરિણામ વિનાનું પરિણામી હોય નહિ. એને ઠેકાણે એ પરિણામને બીજો કહે કે હું કરું, તો એ પોતે તેના