________________
ગાથા-૯૯
૧૧૩
અજ્ઞાનીઓની એ ભ્રાંતિ ને વ્યામોહ છે, પણ આ તમારે ઘડીયાળ–ડિયાળનું કરે તો ય નહિ ? ભાઈને શું છે? એને સ્ટીલ તો આંહીં છે, પણ ત્યાં કાંઈક હશે ને મુંબઈ ? એ ચીમનભાઈ, સ્ટીલનું હશે. આહાહા ! એ સ્ટીલના કારખાના એને હું લવું, આરે ! અત્યારે કારખાના બહુ થાય, પાંચ પચાસ હજાર થાય એટલે કા૨ખાનું, નાનું કારખાનું, પેનનું કા૨ખાનું, ફલાણાનું કારખાનું, ઢીંકણાંનું કા૨ખાનું, કહે છે અને એ કારખાનું હું ચલાવું છું, હૈં ? આ તો કહે છે કે ઈ ૫૨ વસ્તુના પરિણામ ૫૨વસ્તુથી થયાં છે, તેથી તે પરિણામ ને પરિણામી તન્મય છે. પણ તે પરિણામને તું કરે તો તું પરિણામી અને એ પરિણામ તો એમાં તન્મય એકમેક થઈ ગયું, ૫૨દ્રવ્યમાં એ એકાકાર થઈ ગયું. આહાહાહા !
આવું ક્યાં કોઈ સાંભળવા નવા ન મળે, કહે છે. એ સોનગઢે નવું કાઢયું એમ કહે છે. પણ આ નવું, કોનું છે આ ? ભગવાને જ્યારે અનંત દ્રવ્ય કીધાં, ભગવાન તીર્થંકરદેવે અનંત આત્મા, અનંત પરમાણું કીધાં, તો અનંત અનંતપણે ક્યારે રહે ? કે બીજાના પરિણામને બીજો કરે તો તો અનંતપણું રહે નહિ, પણ બીજા ૫દ્રવ્યનો નાશ થયો. એના પરિણામને આ કરે તો, એ પરિણામીનો નાશ થયો, કારણકે પરિણામ વિનાનું પરિણામી હોય નહિ. આહાહા ! શું કીધું ઈ ?
કોઈ પણ દ્રવ્ય કોઈપણ સમયે પરિણમન વિનાનું હોય નહિ, ત્યારે ત્યાં એ ૫૨માણું જે પરિણમન થયા ઘટ પટ ૨થનાં એ પરિણામનો પરિણામી એ ૫૨માણુઓ એનો કર્તા, અને એમ ન માનતાં પરિણામ એના, એનો હું કર્તા, તો આ પરિણામી ને એ પરિણામ બેય તન્મય એકમેક થઈ ગયા. આહાહા ! આવી વાત છે. કોઈપણ દ્રવ્ય, કોઈ સમયે પરિણમનની અનંત ગુણની પરિણમન દશા, અનંત એક સમયે, કોઈ પણ દ્રવ્ય અનંત પર્યાયનું પરિણમન વિનાનું હોય નહિ. એને ઠેકાણે આ એમ કહે કે એના પરિણામ, એના પરિણામીએ કર્યા નહિ પણ મેં કર્યા, કુંભાર કહે કે ઘડો મેં કર્યો, સુથાર કહે ૨થ ગાડું મેં કર્યું. વણકર કહે કે કપડું મેં વણ્યું, એ બધી માન્યતા ભ્રમ છે, અજ્ઞાન છે. કેમકે એમ ન હોય તો ૫૨ની હારે એકમેક થયા દ્રવ્ય તો તો તે આ પરિણામ આનાં કરે, આ પરિણામ આનાં કરે, આ પરિણામ આના કરે એટલે દ્રવ્યનો તો અભાવ થઈ ગયો, હૈં ? કેમકે પરિણામ વિનાનું દ્રવ્ય તો હોય નહિ. હવે એ એમ કહે કે આ પરિણામને આણે કર્યા, આણે બીજાએ કર્યા, તો તો આ પરિણામ વિનાનું દ્રવ્ય, પરિણામ એણે કર્યા ? આહાહા ! આકરું કામ બહુ.
એક નોટ છે ઈ હાથમાંથી આમ આઘી જાય, એ એ પરિણામ છે તે નોટનાં છે. આમ જવાના, એમાં, આ કહે કે મેં કર્યા, તો એ પરિણામ અને પરિણામી આત્મા, બેય એક થઈ ગયા. નોટની હારે તન્મય થઈ ગયો. બરાબર છે ? બહાર તો કેટલાય એ કહે, સોનગઢમાં ઓલા હા પાડે છે ભોળા લોકો, માથે કહે એ હા, હા, હા. અરે ભગવાન ! બાપુ આ તો ત્રણ લોકના નાથ જિનેશ્વરદેવના આ ભાવો છે,જિનેશ્વરદેવ એમ કહે કે વાસણ મેલાં છે તેને હું ઉટકી, શું કહેવાય એ ઉટકી શકે, હૈં? માંજન કરી શકું, સાફ કરી શકે, તો એ સાફ થવાના પરિણામ છે એનું પરિણામી તે ૫૨માણું છે. આ કહે કે મારાથી સાફ થયું તો એ પરિણામ અને આ પરિણામી બે ય એક થઈ ગયા, પરિણામી અને પરિણામ ાદા હોઈ શકે નહિ, આહાહા ! આવું છે.