________________
૧૧૨
સમયસાર સિદ્ધિ ભાગ-૫ પરદ્રવ્યને જીવ જો કરે તો જરૂર તન્મય તે બને,
પણ તે નથી તન્મય અરે! તેથી નહીં કર્તા ઠરે. ટીકા:- નિશ્ચયથી આ આત્મા પરદ્રવ્યસ્વરૂપ કર્મને કરે. ઘટ પટ રથ, રોટલી દાળ ભાત શાક કપડાં આદિના વેપાર ને ધંધા આમ કરે, પરદ્રવ્યને લેવડ દેવડની ક્રિયા કરે તો પરિણામ પરિણામીપણું બીજી રીતે બની શકતું નથી, એ પરિણામી આત્મા ને પરિણામ પરનું કરે, તો પરિણામી અને પરિણામ બેય એક થઈ ગયા. પોતે અને પર બેય એક થઈ ગયા. આહાહા! સમજાણું કાંઈ?
પરિણામ અને પરિણામી બીજી કોઈ રીતે બની શકતું નથી. તો આત્મા નિયમથી તન્મય થઈ જાય; એટલે શું કીધું? કે ઘડાને, વસ્ત્રને, રથને, કપડાને, રોટલીને, દાળ, ભાત, શાકને એ પરવસ્તુ છે, એને જો કરે તો આત્મા ત્યાં તન્મય થઈ જાય, એમાં એકાકાર થઈ જાય, ભિન્ન રહે નહિ. આહાહા! એમ તો બનતું નથી. આરે આવી વ્યાખ્યા, “કરે તો પરિણામ ને પરિણામી બીજી કોઈ રીતે બની શક્યું નથી” શું કીધું ઈ? જેમ કે રોટલીની અવસ્થા એ પરિણામ છે અને આત્મા કરે પરિણામી, તો પરિણામીનું એ પરિણામ તો અભેદ થઈ ગયું, એ તો પરિણામ રોટલીની પર્યાયનું પરિણામ એ પરમાણું પરિણામી એનાથી પરિણામ છે, એ પરિણામી ને પરિણામ એ છે પણ એના પરિણામને આ કરે તો, આ પરિણામી એના પરિણામને કરતાં તેમાં એકાકાર થઈ જાય, જાદો ન રહે. આહાહા ! માળું આવું કહે છે?
નિશ્ચયથી આત્મા પરદ્રવ્યસ્વરૂપ કર્મને કરે, પરદ્રવ્ય શબ્દ જડ કર્મ અને ઘટ પટ રથઆદિ બાહ્ય ચીજો, આ પુસ્તકને બનાવવા, પુસ્તકને લખવા, આ લખો, લખે ને એ ક્રિયા લખવાની છે એ જો આત્મા કરે તો એ પરિણામ લખવાનું પરિણામ અને પોતે પરિણામી, તો પરિણામ પરિણામી અભેદ થઈ ગયો, તો એકાકાર થઈ ગયો, પરની હારે તન્મય થઈ ગયો, પણ એમ છે નહિ. એ કર્મ લખવાના પરિણામ એનો પરિણામી પરમાણું એની સાથે પરિણામી-પરિણામ છે, પણ પરિણામી પોતે અને લખવાના પરિણામ મેં કર્યા. તો તો એ પરિણામી અને પરિણામ જુદાં ન હોય ને આ તો “બે'ય જુદા છે. આહાહા! આવી વાતું છે.
આ તો આખો દિ' આ કરો, આ કરો, આ કરો, ફલાણાને મદદ કરો, એકબીજાને આમ કરો, જેની હારે રહેવું છે એને મદદ કરો, એને પોતાની જેવો બનાવો અને એવો ઉપદેશ આપે ને અત્યારે. લોકોને સારો લાગે. આહાહા ! આંહીં તો આહાર, પાણી, વસ્ત્ર, પૈસા, મકાન, કપડાં એકબીજાને દઈ શકે એ પરિણામ અને પરિણામી બે ય એક થઈ ગયા. સમજાય છે કાંઈ ? આ જુઓ આ છે કપડું આમ તો એ પરિણામ છે, અને પરિણામી પરમાણું છે પણ જો આત્મા આને કરે તો આ પરિણામ અને આત્મા પરિણામી, એકમેક થઈ જાય. આવું છે. આવું તત્ત્વ, કહો જૈન વીતરાગ માર્ગ
આ ટોપી છે, એ આમ-આમ અહીં પહેરે છે આમ, એ પરિણામ થયા એના, અને પરિણામી આત્મા, એ ટોપીને સરખી કરે એ પરિણામ, એને પરિણામી આત્મા કરે, તો આત્મા આ ટોપીની હારે તન્મય થઈ જાય. ટોપી પહેરી શકે નહિ. કહો કાંતિભાઈ, શું છે આ? ઓહોહો ! આખો દિ' દુકાને ધંધા કરે છે, ધમાલ ચલાવે, મિથ્યાભાવને સેવે છે, એમ કહે છે. આહાહાહા !