________________
ગાથા-૯૯
૧૧૫ પરિણામમાં તન્મય થઈ ગયો, એટલે પોતાનો અભાવ થઈ ગયો અને એ એને એણે મને કર્યું કાંઈ, એ પરમાણું એ પરિણામ મારા પરિણામ આ શરીરના કર્યા તો એ પરમાણું આંહીં શરીરમાં તન્મય એકાકાર થઈ ગયા. આહાહા ! પરમાણું જુદા રહ્યા નહિ. તો અનંત, અનંતપણે ન રહ્યા. અનંત ભગવાને કીધા પરમાણું તો અનંતપણે ક્યારે રહે? કે બીજાનાં પર્યાયને બીજો દ્રવ્ય ન કરે તો અનંત અનંતપણે રહે, પણ બીજાના પરિણામ ને બીજો કરે તો પોતે સામાના પરિણામમાં તન્મય થઈ ગયો એટલે પોતાનો નાશ થઈ ગયો. (શ્રોતા – જાદો રહીને કરે તો દ્વિકીયાવાદીનો પ્રસંગ આવે) પણ કરી શકે જ નહિ ને, જુદો રહીને કરી શકે નહિ એ તો આંહીં, કરે તો એ પરિણામ અને આ પરિણામી બે અભેદ થઈ જાય, તો પોતાનો તો નાશ થઈ ગયો. આહાહા ! ગળે ઉતારવું ભારે કઠણ, હેં? આમ કર્યું કે, આ કર્યું કે, આ કર્યું. આહાહા !
માટે આત્મા વ્યાપ્ય-વ્યાપકભાવથી પરદ્રવ્યસ્વરૂપ કર્મનો કર્તા નથી.” શું કીધું ? માટે આ આત્મા વ્યાપ્ય નામ પરની અવસ્થા પોતે વ્યાપક એમ છે નહિ, છે? આત્મા વ્યાપ્યવ્યાપકભાવથી પરદ્રવ્યસ્વરૂપ કર્મનો કર્તા નથી પોતાના પરિણામ વ્યાપ્ય અને પોતે તેનો કર્તા, પણ પરદ્રવ્યનું વ્યાપ્ય અને આત્મા વ્યાપક એમ છે નહિ. આમાં તો, એક જણો આપણે નથી આવતો ઓલો અમૃતલાલ ઝરિયા, ઝરીયા એ તો કહે બાવા થઈ જાય તો સમજાય. બાવા જ છે સાંભળને, કઈ ચીજ તારી છે કે તું માન એ મારી છે. આહા!
બહુ આ સિદ્ધાંત છે મોટો, હ, કોઈપણ પરમાણુની પર્યાય થાય તે પર્યાય વિનાનો જો રહે અને એ પર્યાય બીજો કરે તો એ દ્રવ્યનો નાશ થઈ જાય, અને એ પરિણામ આત્મા કરે તો આત્મા પરિણામી પરિણામમાં ભળી ગયો ત્યાં, તો પરિણામી ને પરિણામ બે જુદા ન રહ્યા એટલે એ પોતે ત્યાં ભળી ગયો. આહાહાહા ! આવું છે. હું? (શ્રોતાઃ- બહુ સરસ) માટે આત્મા વ્યાપ્ય એટલે અવસ્થા પરિણામ, વ્યાપક એટલે દ્રવ્ય એ ભાવથી પરદ્રવ્યસ્વરૂપ કર્મનો કર્તા નથી. પરદ્રવ્યની પર્યાય વ્યાપ્ય અને આત્મા વ્યાપક એટલે કર્તા, વ્યાપક એટલે કર્તા અને પરદ્રવ્યની પર્યાય તેનું વ્યાપ્ય, એમ બનતું નથી. કહો સમજાણું કાંઈ? આરે ! આરે ! આવી વાતું હવે, આવો જૈન ધર્મ.
ભાવાર્થ – “એક દ્રવ્યનો કર્તા અન્ય દ્રવ્ય થાય તો બને દ્રવ્યો એક થઈ જાય” બહુ સાદી ભાષામાં મૂક્યું. બીજા દ્રવ્યનાં પરિણામ, બીજો દ્રવ્ય કરે તો બે દ્રવ્ય એક થઈ જાય, કારણકે કર્તાકર્મપણું અથવા કર્તા ને કાર્ય અથવા પરિણામ અને પરિણામીપણું કર્મ એટલે પરિણામ, કર્તા એટલે પરિણામી, એક દ્રવ્યમાં જ હોઈ શકે. આહાહાહા! દરેક પરમાણું એનું કર્તાકર્મપણું એ દ્રવ્યમાં હોય, અન્યથા ન હોય. એ તો સર્વવિશુદ્ધમાં આવ્યું, ઉત્પાદું ઉત્પાનું કારણ કવિય.
અજીવના પરિણામ કોઈ પણ પરમાણુના સ્કંધના બીજો ઉત્પાદક ને એ ઉત્પાધે, એમ ત્રણ કાળમાં નથી. આહાહાહા ! એમ આત્માના પરિણામ, રાગદ્વેષ એ કર્મ વ્યાપક થઈને રાગદ્વેષ વ્યાપ્ય કરે, એમ નથી. અત્યારે આ સિદ્ધ આમ કરવું છે, પછી વળી જ્યારે સ્વભાવની સિદ્ધિ કરવી હોય, ત્યારે સ્વભાવની દૃષ્ટિ થઈ જેને એનું કર્મ વ્યાપક અને વિકારી વ્યાપ્ય એ તો ત્યાં નાખી દીધું. આહાહા!