________________
ગાથા-૯૯
૧૧૭ કારણકે એ આ પર્યાયનો એ કર્તા એટલે આ કર્મ તન્મય થઈ જાય આત્મામાં. માળે. આહાહા ! આવું ક્યાં હવે નવરાશ, ધંધો બાઈડી છોકરાવને સાચવવા, ધંધો કરવો કે આ કરવું? આહાહા ! અને મોહમયનગરી મુંબઈ તો, “સિદ્ધાંત સમજાય છે” ? આ રીતે જો એક દ્રવ્ય બીજા દ્રવ્યરૂપ થઈ જાય તો તો તે દ્રવ્યનો જ નાશ થાય. આ આત્માના પરિણામ છે એ કર્મ કરે તો આ પરિણામી કર્મ અને પરિણામ બે ય એક થઈ ગયા, આ આત્મા રહ્યો નહિ. આહાહાહા!
આંહીં તો અત્યારે પુણ્ય-પાપના ભાવ જીવ કરે એમ સિદ્ધ કરવું છે. પરદ્રવ્યથી ભિન્ન સિદ્ધ કરવું છે. સમજાણું કાંઈ? અત્યારે અહીં જ્ઞાની રાગનો કર્તા નથી, એ અહીં અત્યારે સિદ્ધ નથી કરવું. અહીં તો અત્યારે પરદ્રવ્યથી દરેક દ્રવ્ય ભિન્ન, અને દરેક દ્રવ્યના પરિણામ અને પરિણામી એકમેક છે, એ એના પરિણામનો બીજો કર્તા હોય તો બેય દ્રવ્યનો નાશ થઈ જાય છે. આહાહાહા ! છે? આ રીતે જો એકદ્રવ્ય બીજા દ્રવ્યરૂપ થઈ જાય આ રીતે, કપડાં, કપડાં છે, એ પરમાણુનો પિંડ છે, એની કપડાં એક અવસ્થા છે, હવે એ અવસ્થા કપડાની વણકર કહે કે મેં કરી, તો એ પરિણામ અને પરિણામી બેય એક થઈ ગયા. પોતાની જુદાઈ રહી નહિ, વણકર. આહાહા ! એમ આ બાઈયું પાપડ કરે, વડી કરે, બહુ હુંશિયાર હોય તો બહુ આમ-આમ ખાટલામાં રાખે ને ઓલાં લાકડા, ખાટલાની શું કહેવાય ખાટલાનો આવે અંદર છેડા-છેડો એમાં પાટલો રહે, પાટીયું રહે ને બેઠી હોય ને આમ, બીજા જાણે, ઓહોહોહો ! શું હોંશિયાર? શું વડી કરતા આવડે, ને પાપડ વણતાં આવડે ને, આ કહે છે કે એના પરિણામ જે પાપડના થયા, કે વડીના થયા, એ પરિણામનો કર્તા તું હો, તો પરિણામ અને પરિણામી બે એકમેક થઈ જાય, પણ એ પાપડનાં પરિણામનો કર્તા પાપડના પરમાણુઓ છે. પરમાણું છે એ પરિણામી છે ને પર્યાય તેનું પરિણામ છે. પરમાણું છે વ્યાપક છે ને પર્યાય તેનું વ્યાપ્ય છે. એ વ્યાપ્ય આત્માનું થઈ જાય તો એ દ્રવ્ય ભિન્ન-રહેતું નથી. તું જો તેના પરિણામને કરે તો તારું દ્રવ્ય ભિન્ન રહેતું નથી, ત્યાં તારું (દ્રવ્ય) બીજા હારે ભળી જાય છે.
આરે શું હશે આવી (વાત). એક ફેરી ઇન્દોરમાં પંડિતો ભેગા થયા'તા પચાસ પંડિત, એ લોકોએ આનાથી વિરુદ્ધ કરવા સારું અહીંનું સોનગઢનું, કહ્યું કે “પરદ્રવ્યનો કર્તા ન માને તે જૈન દિગંબર નથી” આંહીં કહે છે કે પરદ્રવ્યના પરિણામનો કર્તા માને તે આત્મા નથી. આહાહા ! એ પરદ્રવ્યના પરિણામનો કર્તા માને તે પોતાનું દ્રવ્ય ભિન્ન માનતો નથી, એ પદ્રવ્યમાં ભળી જાવું છે એમ માન્યું એણે. આહાહાહા ! અરેરે આવું ક્યાં પણ.
માટે દોષ આવે,” એ મોટો દોષ આવે, “માટે એક દ્રવ્યને અન્ય દ્રવ્યનો કર્તા કહેવો ઉચિત નથી.” એક દ્રવ્યના પરિણામનો બીજા દ્રવ્ય (ને) કર્તા કહેવો તે વ્યાજબી નથી. આહાહા ! બહુ ઝીણો સિદ્ધાંત ! આ તો બહારના કામ કરતા બીજાને બતાવે કે જુઓ આ હું કરું છું. જુઓ આ હું કરું છું, અજ્ઞાનને જાહેર કરે છે, એટલે પોતે કામ કરે એટલે જાણે કે કર્તા કામનો, કેવું હું કામ કરું છું. આહાહા! અભિમાન છે મિથ્યાત્વનું. આહાહા!
આ આત્મા વ્યાપ્ય-વ્યાપકભાવથી તો કર્તા નથી, પરંતુ નિમિત્તનૈમિત્તિકભાવથી પણ કર્તા નથી. આહાહા! ૧૦૦ મી ગાથા અલૌકિક છે. વ્યાપ્ય-વ્યાપક એટલે કે પરિણામ અને પરિણામી એ રીતે પણ પરનો કર્તા છે નહિ. આત્મા એના પોતાના પરિણામનો કર્તા અને