________________
૧૧૦
સમયસાર સિદ્ધિ ભાગ-૫ ભારે કામ આ તો દુનિયાથી જુદી જાત લાગે. પરની દયા પાળી શકું છું, એ પરદ્રવ્યનું કર્મ થયું. સમજાણું? અને એમાં રાગ થયો અને એને લઈને કર્મ બંધાણું, એ કર્મ બંધનને મેં કર્યું, રાગ કર્યો હોય અજ્ઞાનીએ ત્યાં સુધી બરાબર છે. અજ્ઞાનીએ હોં. અજ્ઞાનભાવે, એ રાગ ઇચ્છા આદિને કરે, પણ અજ્ઞાનભાવે એ જડકર્મને ઘટ પટ રથાદિકનાં પરકર્મને કરે નહિ. આહાહા ! પરદ્રવ્ય સ્વરૂપ ક્રોધ, માન, માયા, લોભ જડ, હોં, જડ. ક્રોધ, માન, માયા, પરદ્રવ્ય સમસ્ત અંતરંગ કર્મને પણ બંને કર્મો પરદ્રવ્યસ્વરૂપ હોઈને ઘટ પટ રથાદિ અને જડ કર્મ બંને પરદ્રવ્ય સ્વરૂપ હોઈને, તેમનામાં તફાવત નહિ હોવાથી, કરે છે એવો વ્યવહારી જીવોનો વ્યામોહ ભ્રાંતિ અજ્ઞાન છે. આહા!આ ધંધા બંધામાં બેઠો હોય દુકાને બધું કરતો નથી, ભાષા કરે, હાથ હલાવે, હું? ચોખાની ગુણું ભરી હોય એમાં બંબી નાખીને, બંબી હોય છે ને ચોખાની તે એ પછી સીધી નાખે તો તો એમાં કણકી ને બધું ભેગું આવે પણ આમ-આમ આડી નાખે આમ એટલે ચોખા, આખા ચોખા આવે, કહો એ કરી શકે કે નહિ? આ ચોખા હોય છે ને ઝીણી કણકી વધારે હોય અંદર, તો વાણીયાને એમાંથી ભાવ ઓલા ઓછા આપે, હોય ભલે કણકી, પછી બંબી મારે, આમ ન મારે, સીધી ન મારે, આમ-આમ એટલે એમાંથી આખા ચોખા નીકળે, એ કરી શકે ? બંબી મારી ન શકે? એ તો પરદ્રવ્ય કીધું, પણ અંતરંગમાં જે આઠ કર્મ જે જડ છે, એને પણ હું કરું છું એ અજ્ઞાનીનો મોહ છે. આહાહા !
ભાવાર્થ – ઘટ પટ, કર્મ નોકર્મ ઇત્યાદિ એ જડ હોં, ઘટ પટ ને કર્મ જડ નોકર્મ શરીર આદિ વાણી ઇત્યાદિ પરદ્રવ્યોને આત્મા કરે છે. આહાહા..... આ એમ માનવું એ વ્યવહારી લોકોનો વ્યવહાર છે, અજ્ઞાન છે. આખો દિ' કામ કરવું અને કહે કે એ કરે અને એમ માને તો એ મૂંઢ છે. આહાહાહા.... વ્યવહારી લોકોની એ માન્યતા સત્યાર્થ નથી, એમ હવે કહે છે ૯૯માં.
છે અહીંયાં ચાર ભાવને હેય કહ્યા છે. ક્ષાયિકસમકિતને પણ હેય કહ્યું છે. છ જિજ્ઞાસા: કેવળજ્ઞાનને પણ હેય કહ્યું છે?
સમાધાન કેવળજ્ઞાન તો અત્યારે છે જ નહીં એટલે મેં ન કહ્યું. બધી વાત ખ્યાલમાં છે. (અહીં) કેવળજ્ઞાન છે નહીં, એટલે શ્રુતજ્ઞાનીને હેય છે; એ તો એક નયથી વિચાર કરવાથી હેય છે, પણ વર્તમાન તો છે નહીં. વર્તમાન તો (જોડણી) ક્ષાયિકસમકિત હોય; ઉપશમભાવ હોય, ક્ષયોપશમસમકિત ( હોય); ઔદયિકભાવ હોય, એ તો ઠીક, ઔદયિકભાવ તો વિકાર છે. વર્તમાનમાં તો ક્ષાયિકભાવ થઈ શકતો નથી; પણ એ ક્ષાયિકની જોડણી થઈ શકે છે. ભગવાનના શ્રીમુખે ક્ષાયિકના બે ભેદ આવ્યા છે. એક મૂળ ક્ષાયિક અને (બીજું ) એ જે ક્ષયોપશમ છે તે ક્ષાયિક થવાવાળું છે, પડવાવાળું નથી, એ જોડણીક્ષાયિક. એ જોડણીક્ષાયિકનો અર્થ ભગવાનના શ્રીમુખેથી આવ્યો છે. ક્ષાયિક તો ક્ષાયિક જ છે. પણ જેને ક્ષયોપશમ ( એવા પ્રકાર હોય તેને જોડણીક્ષાયિક કહેવામાં આવે છે). (પ્રવચન નવનીત ભાગ-૨, પેઈજ નં. ૪૯, નિયમસાર ગાથા-૫૦)