________________
ગાથા-૯૮
૧૦૯
ટીકાઃ– “જેથી પોતાના ઇચ્છારૂપ વિકલ્પ અને હસ્તાદિની ક્રિયા એવા વડે” આહાહા ! હાથની આ ક્રિયા અત્યારે તો એમ ગણી છે. પણ એની પોતાની અને ઇચ્છારૂપ વિકલ્પ એ આત્મા ઘટ, ઘડો કરે, પટને કરે, રોટલીને કરે, મકાનને કરે, લાકડાનાં કામ કરે “એ ઘટ આદિ ૫રદ્રવ્યસ્વરૂપ બાહ્ય કર્મને કરતો, વ્યવહારી લોકોને પ્રતિભાસે છે,” અજ્ઞાનીને એ ભાસે છે. આહાહા ! ઘટ ઘડો, વસ્ત્ર, ૨થ એ બહા૨નું અજ્ઞાની એમ માને છે કે અમે કરીએ છીએ એ ૫૨ને કરી શકતો નથી. આ તો આખી દુનિયાને એ ઘટ પટ આદિ ૫૨દ્રવ્યસ્વરૂપ બાહ્યકર્મને કરતો વ્યવહા૨ી જીવોને પ્રતિભાસે છે. દુકાને બેઠો, આ ધંધાને આ બધી ક્રિયા કરું છું પૈસા દેવા લેવા માલ દેવો લેવો. નહિ? ચુનો ઘોળો આપે ને ? ઈ ચુનો ચુનાની કોથળીઓ રાખવી, ચુનાની કોથળીઓ વેચવી અને દેવી, કહે છે કે એ કામ કરી શકતો નથી, પણ વ્યવહા૨ી અજ્ઞાની માને છે. આહાહા!
તેવી રીતે જેમ એ ઘટ-પટ-૨થ આદિ ૫૨દ્રવ્યની ક્રિયાને કરે છે. એમ વ્યવહા૨ી જીવોનું અજ્ઞાન છે. એવી રીતે આત્મા ક્રોધાદિ ૫૨દ્રવ્ય સ્વરૂપ જડ, જડ, ક્રોધાદિ અહીં ભાવકર્મ ન લેવું, ચારિત્રમોહ દર્શનમોહ કર્મ જે છે ને જડ, એ ક્રોધાદિ ૫૨દ્રવ્યસ્વરૂપ સમસ્ત અંતરંગ કર્મને પણ, બાહ્યમાં ઘટ પટ ૨થઆદિ કરું અને અંત૨માં કર્મને કરું, જડ કર્મ હોં આહા... એ બંને કર્મો ૫૨દ્રવ્યસ્વરૂપ હોઈને, ઘટ પટ ૨થ કે આ રોટલી મકાન એ ૫૨દ્રવ્ય સ્વરૂપ છે, એમ અંદરમાં જડ કર્મ બંધાય છે, એ જડ છે, જ્ઞાનાવરણી, દર્શનાવરણી આદિ જેમ બાહ્યને કરું એમ માને, મિથ્યાત્વ મોહ છે એમ અંતરમાં જડ કર્મને હું કરું એ પણ મોહ, મિથ્યાત્વ મોહ છે. આહાહા!
તેવી રીતે આત્મા ક્રોધાદિ ૫૨દ્રવ્યસ્વરૂપ સમસ્ત અંતરંગ કર્મ, ઓલું બાહ્ય કર્મ હતું ઘટ પટ ૨થઆદિ બાહ્ય હતું આ અંતરંગ જડ. બંને કર્મો ૫દ્રવ્યસ્વરૂપ હોઈને તેમનામાં તફાવત નહિ હોવાથી ઘટ પટ ૨થ રોટલી, દાળ ભાત શાક આ કપડાનો વેપાર, કપડા બપડા દેવા ને લેવા ને એ ક્રિયા અજ્ઞાની એમ માને છે કે અમે કરીએ છીએ, એ અજ્ઞાન છે. એવી રીતે અંતરંગ કર્મ જડ એને હું કરું છું, એવી માન્યતાપણું ભ્રમ અજ્ઞાન છે. લોઢા બોઢાના નહિ ભંગા૨નું તમારે મનહરને ભંગાર, ભંગાર, ભંગાર લઈએ દઈએ બીજાને આપીએ કર્યુ છે કે એ ક્રિયા ૫૨દ્રવ્યને કરું છું એ માનવું એ મોહ્ર મિથ્યા ભ્રમ છે. એમ અંતરંગ કર્મ જડ જે છે તેને પણ કરું છું, તો બંને કર્મ ૫૨ છે, ચાહે તો બાહ્ય ઘટ પટ રથ આદિક હો અને ચાહે તો અંદર જડ કર્મ હો. આહાહા ! આવું કામ છે.
તો આત્મા તો પાંગળો થયો, ૫૨નું કાંઈ કરી શકે નહિ. તાકાત ક્યાં ગઈ એની ? એ પ્રશ્ન ઉઠયો’તો કળશમાં કે ભાઈ અનંત શક્તિ છે માટે કોઈ એક શક્તિ એવી પણ હોય, કે ૫૨નું કરે, કે “ના.” ૫૨નું કરી શકે એવો કોઈ આત્મામાં શક્તિ ગુણ છે નહિ. આહાહાહા ! આ કપડાં સીવવા, આ કુંભાર ઘડાને કરે, વણકર કપડાંને વણે, આ બૈરાઓ પાપડ ને વડીને કરે, હુંશિયા૨ હોય તો કરે કે નહિ એમાં ? પાપડ ને વડી નો કરે, ત્યારે કોણ કરે ? જેવા બાહ્ય કર્મ ૫૨ છે એને કરવું એમ માનવું એ અજ્ઞાનીનો મોહ છે. એમ અંત૨ કર્મ જે જડ છે એને હું કરું એ પણ અજ્ઞાનીનો મોહ છે. આહાહા !