________________
શ્લોક-૬૦
૯૭ જગત પાસે મુકે છે. માલ તો ભગવાનનો છે, એ અનુભવી થયા મુનિઓ, સંતો, દિગંબર સંત, એની આ વાણી છે. સમજાય છે કાંઈ? શ્વેતાંબર પંથ તો બે હજાર વર્ષ પહેલાં, આમાંથી દિગંબરમાંથી નીકળ્યો. શ્રદ્ધા વિપરીત થઈ ગઈ. એમાંથી સ્થાનકવાસી હમણાં ચારસે વર્ષ પહેલાં, એ શ્વેતાંબરમાંથી નીકળ્યા એ પણ શ્રદ્ધા વિપરીત થઈને ઝીણી વાત છે ભાઈ આકરું કામ છે એ ચીમનભાઈ. આવું જે જ્ઞાન સંતો દિગંબર મુનિઓને હતું અને એ જ્ઞાનથી વાત કરે છે, જગતને કે અમને પણ જે આત્મજ્ઞાન થયું એને અમે જાણનાર થયા તેથી અમારું જ્ઞાન હવે ઠંડા ગરમનો ભેદ એ જ્ઞાન જાણે. આહાહા ! એક વાત.
બીજી વાત-લવણ શાકના સ્વાદથી લવણના સ્વાદની, દૂધીનું કે કારેલાનું શાક છે, એમાં મીઠું હોય છે એ મીઠાનો સ્વાદ જુદો, શાકનો જુદો છે, એ ખારું જે શાક કહેવાય છે એ ખારું શાક નથી, ખારું તો મીઠું છે. આહાહા ! સમજાણું કાંઈ? એ મીઠું આ ખારું અને શાક એનાથી ભિન્ન જાત છે એવું જેને આત્મજ્ઞાન થયું હોય એ એની ભિન્નતાને જાણે. આહાહા! કાલે વાત કરી'તી, નહિ? શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાની હતા, ગૃહસ્થાશ્રમમાં ભલે હો, આત્મજ્ઞાની એ રાણપુર પાસે હુડમતાળે ત્યાં બધા ભેગાં થયેલાં ઘણાં વર્ષની વાત છે પ૭ ની પહેલાં એમાં પચીસ પચાસ બધા મુમુક્ષુ ભેગાં થયા હતા. દૂધીનું શાક આવ્યું આમ, આમ શાક જોઈને કહ્યું કે આમાં મીઠું વધું છે, કેમ પણ ચાખ્યા વિના? જુઓ દૂધીના કટકા પાણીમાં બફાય એની જાત એવી હોય છે કે એમાં રેસા ન તૂટે, દૂધીના કટકા હોય છે ને કટકા એ પાણીમાં બફાય તેના રેસા ન તૂટે એમાં મીઠું વધારે પડે ત્યારે રેસા તૂટી જાય, જુઓ રેસા તૂટી ગયેલા છે, એમાં મીઠું વધારે છે એટલે, ચાખ્યું તે ખારું ધુંધવા જેવું! ઓહોહો ! શ્રીમ તો આમ જોઈને જ કહ્યું. એ મીઠાની ખાર૫ અને શાકની ભિન્નતા એ જ્ઞાની જ્ઞાનથી જાણે. એ આંહીં કહ્યું, બે વાત.
હવે ત્રીજી “સ્વરસવિકસન્નિત્યચૈતન્ય ધાતો: અને ક્રોધાદે ભિદા” ઝીણી વાત છે પ્રભુ. આહાહા! “નિજ રસથી વિકસતી”, ચૈતન્યસ્વરૂપ ભગવાન એનું અંતરમાં સન્મુખ થઈને એ ચૈતન્યરસથી ભરેલી નિત્ય ચૈતન્ય ધાતુનો, આ ચૈતન્ય છે એ જ્ઞાન ને આનંદ સ્વરૂપ છે, અને જે પુણ્ય-પાપનાં ભાવ થાય છે. દયા, દાન, વ્રત, ભક્તિ, કામ, ક્રોધ એને આંહીં ક્રોધ કહે છે, કેમ કે સ્વભાવથી વિરુદ્ધ છે, એવા વિરુદ્ધભાવ અને અવિરોધી ચૈતન્યસ્વરૂપ એનું ભાન જ્ઞાનથી થાય છે, આવી વાતું હવે. ઓલું તો ઇચ્છામિ પડિકમણ: ઈરિયા વીરીયા મિચ્છામિ દુક્કડં હતું લ્યો, કાંઈ સમજવું એમાં? તસ્સઉત્તરિ કરણેણં ઠાણેણં મોણેણં અપ્પાણે વોસિરામિ, ચીમનભાઈ અપ્રાણ શું ને વોશરે શું કાંઈ અર્થની કાંઈ ખબર ન મળે, મારગ જુદો બાપુ! ધર્મની ચીજ વીતરાગ કહે છે, એ ચીજ જુદી છે.
કહે છે કે જેમ શાકમાં મીઠાશ ખારપ ને શાકની મીઠાશની જુદાઈ, સમ્યજ્ઞાની જાણે, ધર્મી હોય એ જાણે. અજ્ઞાનીને એ ખબર ન પડે–એમ આત્મા ચૈતન્યધાતુ છે પ્રભુ. જાણક સ્વભાવથી ભરેલો, જેમ સાકર ગળપણથી ભરેલી છે, એમ આત્મા આનંદ ને જ્ઞાનથી ભરેલો પ્રભુ છે. આહાહા! જેને ભગવાન આત્મા કહે, બીજાઓ જે કહે છે એની તો ખબર નથી બધા અજ્ઞાનીઓએ કલ્પનાથી વાતું કરી છે, પણ સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ જેને એક સેકંડના અસંખ્ય ભાગમાં ત્રણકાળ ત્રણ લોકનું જ્ઞાન, એણે જે આત્માને જાણ્યો અને કહ્યો, એ જુદી જાત છે. એ આત્મા