________________
૯૬
સમયસાર સિદ્ધિ ભાગ-૫ ઉષ્ણતા ને શીતળતાનો ભેદ યથાર્થ જાણે છે. આહાહા ! સમજાણું કાંઇ? પ્રગટ થાય છે.
લવણસ્વાદમેદવ્યદાસઃ” શાકના સ્વાદથી લવણના સ્વાદની તદ્ન ભિન્નતા શાક ખારું જે છે એ ખારું શાક નથી, મીઠું ખારું છે. શાક તો મીઠાશ-ખારાશથી ભિન્ન ચીજ છે. આહાહા ! એ શાકના સ્વાદથી લવણના સ્વાદની તદ્ન ભિન્નતા “જ્ઞાનાત એવ ઉલ્લસતિ” જ્ઞાનથી જ પ્રકાશિત થાય છે. આહાહાહા ! એક ફેરે કીધુ'તું –દાખલો આપ્યો તો નહીં, શ્રીમદ રાજચંદ્ર આવ્યા'તા રાણપુર પાસે એક ગામ છે એમાં સૌ ભેગા થયા'તા થોડાક મુમુક્ષુ એમાં દૂધીનું શાક આમ આવ્યું આમ દૂધીનું શાક જોઇને કે આ શાકમાં મીઠું બહુ છે, પણ તમે ચાખ્યા વિના? જાઓ એ દૂધીના જે કટકા પાણીથી બફાય એના કરતાં મીઠું વધારે પડયું તે એના રેસા તૂટી ગયા છે. જુઓ આ ખારે રેસા તૂટી ગયા તમે વગર જોયે? પણ જુઓને એ દૂધીના શાકના કટકા છે એના રેસા તૂટી ગયા છે તે ખારું વધારે છે મીઠું પડ્યું છે, એમ ભિન્નતા ખારાની અને શાકની ભિન્નતાને ભિન્ન સ્વરૂપગ્રાહી જ્ઞાની તેને જાણી શકે છે. વિશેષ કહેશે. (શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ.)
પ્રવચન નં. ૧૯૬ શ્લોક-૬O ગુરુવાર, મહા વદ-૩, તા. ૧૫/૨/'૭૯
ઓગણસાઈઠ પૂરા થયા પછી, હવે જે કાંઈ જણાય છે તે જ્ઞાનથી જણાય છે એમ કહે છે. ફરીને સાઈઠમો કળશ. “નવનન પયસો: ગૌMય–શૈ––વ્યવસ્થા” ગરમ પાણીમાં અગ્નિની ઉષ્ણતા અને પાણીની શીતળતા પાણીનો મૂળ સ્વભાવ શીતળ છે અને અગ્નિના નિમિત્તે ઉષ્ણ થયું, એ અગ્નિનું કાર્ય થયું એવો બે ભેદ જાણે કોણ? કે જેને આ સ્વરૂપનું જ્ઞાન થયું છે આત્માનું, આ આત્મા ભગવાન સર્વશે જે કહ્યો, એ શરીર આ તો જડ છે. એનાથી જુદો છે, અંદર આઠ કર્મ છે જ્ઞાનાવરણી જડ એનાથી જુદો છે, એનાથી પાપના પરિણામ કરે છે હિંસા, જુઠું, ચોરી, વિષયભોગ, વાસના એનાથી જુદો છે અને દયા, દાન, વ્રત, ભક્તિ, તપ, ઉપવાસ આદિના વિકલ્પ કરે છે એનાથી તો આત્મા જુદો છે અંદર, એવા આત્માનું રાગથી ભિન્ન થઈને આત્મજ્ઞાન થાય, સમ્યગ્દર્શન થાય, અને આત્મા પૂર્ણાનંદ પ્રભુ છે એવું જેને વેદના અનુભવમાં આવે એને આત્મજ્ઞાન કહે છે. ઝીણી વાત છે પ્રભુ! આહાહા !
એ જ્ઞાન થયું હોય એ પાણીની શીતળતા અને અગ્નિની ઉષ્ણતા એનો ભેદ એ સમ્યજ્ઞાની જાણે. સમજાય છે કાંઈ? છે? ગરમ પાણીમાં અગ્નિની ઉષ્ણતાનો ને પાણીની શીતળતાનો ભેદ જ્ઞાનથી જ પ્રગટ થાય છે. જ્ઞાનથી એટલે? જે આત્મા જ્ઞાનસ્વરૂપ છે પ્રભુ સર્વજ્ઞ સ્વભાવી આત્મા છે, એ સર્વજ્ઞ સ્વરૂપની જેને દૃષ્ટિ ને અનુભવ થયો, તેનું નામ અહીં જ્ઞાન કહેવામાં આવે છે. આહાહા ! આવી વાતું છે. એ જ્ઞાન જેને થયું તે પાણીની શીતળતા અને અગ્નિની ઉષ્ણતાનો ભેદ એ સ્વ-પર જ્ઞાયક જાણનારો છે એ જાણે. અજ્ઞાનીને એની શીતળતા ને ઉષ્ણતાની ખબર નથી, કારણ કે જેને સ્વનું જ્ઞાન નથી એને પરનું જ્ઞાન યથાર્થ હોતું નથી. આહાહા ! પ્રેમચંદજી! આવી વાત છે. અપૂર્વ વાત બાપુ શું કહેવાય ?
અત્યારે તો મુશ્કેલી જેવું લાગે આખો માર્ગ વીતરાગનો પરમેશ્વર, જૈન પરમેશ્વર પરમાત્મા એનું કથન છે આ. સંતો દિગંબર મુનિઓ એ આડતિયા થઈને કેવળજ્ઞાનની વાત