________________
શ્લોક-૬૦
૧૦૧
અજ્ઞાનમાં એ જ્ઞાનનું ભાન થતાં તે વિકલ્પ જે દયા, દાન, વ્રતનો ઊઠે, તેનો હું કર્તા નહિ. આહાહાહા ! સમજાણું કાંઈ ? આવું છે. એ કર્તાપણાના ભાવને ભેદતો થકો, એટલે ? કે જે આત્મા સ્વરૂપ શુદ્ધચૈતન્ય છે તેનું ભાન નહોતું ત્યારે તો એ દયા, દાન, રાગ વિકલ્પ ઉઠે એ રાગ એનો કર્તા થતો એ મારું કર્તવ્ય છે અને એનો હું કર્તા છું, અજ્ઞાનપણે, મિથ્યાત્વપણે, પણ જ્યારે સમ્યગ્નાન ને સમ્યગ્દર્શન થયું, ત્યારે તેને આત્માનો રાગ અને હું બે ય જાદી ચીજ છું, અંત૨ ભાન થતાં, એ જ્ઞાની નામ ધર્મી જીવ ચોથે ગુણસ્થાને હોય છતાં તે રાગ આવે તેનો કર્તા થતો નથી. એ રાગનો જાણના૨ ૨હે છે. ચીમનભાઈ ! આવું છે. આહાહા !
હવે સાંભળે છે, લોકો તો મુંબઈમાં તો દશ દશ હજા૨, પંદર પંદર હજાર માણસ ભેગું થાય, વ્યાખ્યાન સાંભળવા !મારગની આ રીત છે, આ છે ભાઈ ? સાંભળવું હોય તો સાંભળો, એ ચીમનભાઈ પહો૨ ૮૯ બેઠું’ તું ને ઘાટકો૫૨, પંદર હજાર માણસ, વૈશાખ સુદ બીજ, એકમ, બીજ, બહુ માણસો, પણ બિચારા સંપ્રદાયની દૃષ્ટિવાળા પડયા હોય સાંભળવા આવે, કે, આંહીં વાત શું કહે છે એની ગંધે ય નો આવે. એ પુણ્ય દેખે અને ઘણાં માણસો દેખે તો હાલો આપણે. આહાહા!
આંહીં કહે છે કે, ચૈતન્ય ભગવાન આત્મા એ શુદ્ધ આનંદનો નાથ પ્રભુ આત્મા એવું જેને ભાન થયું એને સમ્યગ્દષ્ટિ જીવને, આ ચૈતન્ય અને આ રાગ એ બે ચીજ ભિન્ન ભાસે છે, જેમ ઘઉં અને કાંકરા જેમ ભિન્ન ભાસે છે, એમ ધર્મીને એ દયા, દાન, વ્રત વિકલ્પ ઊઠે છે રાગ એ કાંકરો છે, મેલ છે. આહાહાહા ! આવી વાતું અને ભગવાન અંદર ચૈતન્ય નિર્મળાનંદ પ્રભુ છે. તેને જ્ઞાન દ્વારા બેયને ભિન્ન ભાસે છે, ભિન્ન ભાસતાં ભિન્નનો કર્તા થતો નથી. કહો સમજાણું આમાં ?
“તોડતો થકો” એટલે ? એ રાગનો જે વિકલ્પ વૃત્તિ ઊઠે છે તેનો કર્તા ન થતાં, ધર્મી તેને તોડતો થકો, અકર્તાપણું પ્રગટ કરતો અને કર્તાપણાંને તોડતો થકો, જ્ઞાનથી જ પ્રગટ થાય છે, તે સમ્યગ્નાનથી તે ભાન પ્રગટ થાય છે. આહાહા ! આરે, આવી વાતું લ્યો, સમજાણું કાંઈ ? જેમ એ શાકની મીઠાશ ને મીઠાની ખા૨૫, બેય જુદી ચીજ છે, એમ પાણીનું ગ૨મપણું અને એનું શીતળપણું જુદું છે, એમ ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્ય વસ્તુ, એનું ભાન અને રાગ દયા, દાન, વ્રત આદિનાં વિકલ્પ ઊઠે છે તે ચીજ ભિન્ન છે, એનું ભિન્ન ભાન થતાં તેના કર્તાપણાને ભેદતો, કર્તાપણાને તોડતો જ્ઞાની જ્ઞાનપણે રહે છે, આવું છે હવે, એ ય ! વે અજ્ઞાની પણ પોતાના જ ભાવને કરે છે, અજ્ઞાનીને આત્મા શું છે એની ખબર નથી, તેથી તે પુણ્ય-પાપનો ભાવ જે થાય દયા, દાન, વ્રત, ભક્તિ, કામ, ક્રોધ, આ ૨ળવા–ક૨વાનો ભાવ બધું પાપ છે. ૨ળવાનો બાઈડી છોકરાના સાચવવાનો, વ્યાજ ઉપજાવવાનો ધંધો, છોકરાઓને રસ્તે કરી રાખવાનો, પોતાનો અનુભવ હોય ને પાપનો એને બતાવે જો આમ કરવું, આમ કરવું. એ બધા પાપના પરિણામ અને અંદર દયા, દાન, વ્રત, ભક્તિના પુણ્યનાં પરિણામ બે ય વિકા૨ છે, એમ ધર્મીને જ્ઞાન થતાં તેનો વિકા૨નો કર્તા નહિ થતો, એ જ્ઞાની રહે છે.
અજ્ઞાની, તેની અજ્ઞાનીને ખબર નથી. અજ્ઞાની પણ પોતાના ભાવને કરે, એ અજ્ઞાની પુણ્ય–પાપના ભાવ થાય તેને કરે, પણ એ જડ કર્મને અને શ૨ી૨ને કે કોઈ ૫૨નું કરે ત્રણકાળમાં