________________
૯૯
શ્લોક-૬૦
આરે આરે આવી વાતું હવે. મનહર! આ તમારે ક્યાંય સાંભળવા મળે એવું નથી કાંઈ ન્યાં. આહાહા ! પૈસા ભેગા કરીને બેઠો છે ઘણાં, અમારે ફાવાભાઈનો દિકરો છે. ફાવાભાઈ ગાંડાભાઈનો દીકરો ત્યાં અમારે પાલેજ બધા રહેતાને ભેગાં, હવે બહાર ગયા, તે કહે સુરત ગયો તો પૈસા થઈ ગયા એક કરોડ, એનો ભાણેજ કહેતો'તો ૮૦ લાખ રૂપિયા તો મારા મામાને કરોડ રૂપિયા થયા છે, ત્યાં સુરત ગયા'તા ને અમે એની દુકાને એ તો ધૂળ છે, એ તો પૂર્વના પુણ્યના પરમાણું બળી ગયા તો એ વસ્તુ દેખાણી, દેખાણી, એની પાસે ક્યાં આવી છે? એની પાસે તો મમતા છે. આહાહાહા! એય? આ રહ્યા નહિ બધાય આમ ચાલભાઈ ને પુનમભાઈને મોટાં કરોડપતિ જડના ધણી પતિ કહેવાય ને ! કરોડપતિ, કરોડ એટલે જડ અને એનો પતિ એટલે જડનો ધણી. આહાહા ! એને ભગવાન આત્મા ચૈતન્યમૂર્તિ કોણ છે, અંદર અને એમાં અંતરલક્ષ્મી સ્વભાવ સોળ આના, જેમ ઓલામાં ચોસઠ પહોરું ભર્યું છે એમાં સોળ આના, આત્માની અંદર સ્વભાવમાં આનંદ ને જ્ઞાન પૂર્ણ સોળઆના ભર્યું છે, અરેરે કેમ બેસે પણ એને? કોઈ દિ' સાંભળવા મળે નહિ. આહાહા!
એવો જે નિત્ય ચૈતન્યધાતુ, છે? એ શબ્દો આ તો કથા નથી બાપા, આ તો અંતર ધર્મની ત્રિલોકનાથ સર્વજ્ઞદેવ પરમેશ્વર એની વાણીમાં આવ્યું તે વાત છે, ભાઈ ! આહાહા! નિત્ય ચૈતન્યધાતુ, જેમ ઈ પીપરમાં ચોસઠ પહોરી તીખાશ ને લીલો રંગ પૂરો ભર્યો છે તો બહાર પ્રગટ થાય છે. એમ આ ભગવાન આત્મામાં પૂરો આનંદ ને પૂરું જ્ઞાન સોળઆના ચોસઠ ભર્યું છે, એવી જે ચૈતન્ય નિત્યધાતુ, ધાતુ એટલે નિત્યપણું આનંદ ને જ્ઞાન ને આદિને ધારી રાખ્યું એવો જે ચૈતન્યધાતુ, એમાંથી વિકસિત દશા થઈ, એનું ભાન થતાં, સમ્યગ્દર્શનમાં, સમ્યજ્ઞાનમાં એ ચૈતન્યધાતુ પૂર્ણ આનંદ છે, એવું ભાન થતાં, દશામાં વિકસિત, કમળ જેમ ખીલે અને પીપર જેમ ચોસઠહોરી હતી ને બહાર આવે પ્રગટ, એમ પર્યાયમાં અવસ્થામાં આનંદની દશા અને જ્ઞાનની દશા પ્રગટ થઈ. આહાહાહા ! ભાષા કઈ જાતની? બાપુ મારગડા જુદા નાથ. આહાહા!
એ ચૈતન્ય નિત્યધાતુ, વસ્તુ, જેણે અનંત અનંત અનંત ગુણને ધારી રાખ્યા એવી નિત્ય વસ્તુ, એની અંતરમાં દૃષ્ટિ થતાં, રાગથી ભિન્ન પડતાં, જે રાગનું પ્રગટપણું દેખાતું એ રાગથી ભિન્ન પડતાં આ શાંતિ ને આનંદનું પ્રગટપણું જણાય એને સમ્યજ્ઞાન ને સમ્યગ્દર્શન કહે છે. આહાહા! હજી તો ચોથા ગુણસ્થાનની વાત, પાંચમું કોને કહેવું એ તો આવું રહી ગયું. બાપા! આહાહા-અને મુનિને છઠું એ તો કોને ક્યાં એ તો લોકોએ સાંભળ્યું ય નથી. આહાહા!
એવી નિત્ય ચૈતન્યધાતુ વિકસિત થયેલી છે? નિજ રસથી વિકસિત, નિત્ય ચૈતન્યધાતુનો અને ક્રોધાદિ ભાવોનો, એ દયા, દાન, વ્રત, તપ, અપવાસ આદિનો વિકલ્પ ઊઠે એ રાગ છે. એ રાગનો ને ચૈતન્ય વિકસિત થયેલા જ્ઞાનનો, એ જ્ઞાનભેદ ઈ જાણે. આહાહા! આ થોડા શબ્દોમાં આવું બધું ભર્યું છે, એ દયા, દાન, વ્રત, ઉપવાસ આદિનો વિકલ્પ, એ રાગનો અને ચૈતન્યધાતુથી વિકસિત થયેલી દશા, તે જ્ઞાન અને જાણે છે અને રાગ પર મારાંથી ભિન્ન છે, તેને જાણે છે. એ રાગ મારી ચીજ નથી. ધર્મીને આવું ભેદજ્ઞાન હોય છે. આહાહા ! એને ધર્મી કહેવાય ભાઈ. બાકી બધા વાડાના બકરાના ટોળાં છે. આહાહા ! એય? આહાહા !
આવો જે ચૈતન્ય પ્રભુ એકલા જ્ઞાનના સ્વભાવથી પૂર્ણ ભરેલો અને અતીન્દ્રિય આનંદના