________________
૯૮
સમયસાર સિદ્ધિ ભાગ-૫ અંદર ચૈતન્યધાતુ જાણન જાણન જાણન જાણન સ્વભાવને ધારી રાખેલું તત્ત્વ, એ તત્ત્વની અંદરમાં પુણ્ય ને પાપના ભાવ ભિન્ન છે, એમાં નથી. આહાહા ! ચાહે તો દયા, દાન, વ્રત, તપ, અપવાસ આદિનો વિકલ્પ છે, એ તો બધો રાગ છે, એ રાગ અને ભગવાન જ્ઞાનસ્વરૂપ બેય, એની ભિન્નતાનું જ્ઞાન એ જ્ઞાની કરે. અજ્ઞાનીને ખબર, પત્તો નથી. આહાહા ! બહુ ઝીણું આવું. બહુ પરિચય કરે તો સમજાય એવું છે બાપુ ! આ કાંઈ દુનિયાથી અજાણ્યા નથી, અમે, દુનિયાને બધાને જાણીએ છીએ. ૪૫ વ૨સ તો ત્યાં રહ્યાં છીએ, ૪૪ આંહીં થયા, ૮૯ થયા, અને ૯૦ બેહશે આ વૈશાખ સુદ બીજે, શી૨ને હોં, ધૂળને, આને, આત્મા તો અનાદિ અનંત છે. દુનિયાની શૈલી કઈ ચાલે છે અને આ શું છે વીતરાગ માર્ગ આખો, બહુ જુદી જાત છે.
આંહીં કહે છે, પ્રભુ કે આ ચૈતન્યધાતુ નિજસથી વિકસીત એકલી ચૈતન્ય ત્રિકાળી નહિ, ત્રિકાળીથી જે દૃષ્ટિથી વિકસિત થયેલું સમ્યજ્ઞાન સમ્યગ્દર્શન પ્રગટ થયું. ભાઈ ! સમજાય છે કાંઈ ? “નિજ સ્વરસથી વિકસિત નિત્ય ચૈતન્યધાતુ” એ નિત્ય ચૈતન્ય ભગવાન છે આત્મા એનું અંદર જ્ઞાન થતાં, પર્યાયમાં ચૈતન્યનો રસ પ્રગટ થયો, જાણક અને આનંદ જેની દશા પ્રગટ થઈ. એને સમકિતી કહીએ, એને જ્ઞાની કહીએ એને ધર્મની પહેલી દરજ્જાનો, પગથિયું ધર્મનું પહેલું કહીએ. આહાહાહા ! સમજાણું કાંઈ ?
એ નિજ રસથી વિકસિત ચૈતન્યધાતુ છે, ચૈતન્ય ને આનંદ આદિ સ્વભાવથી, ધા૨ણા ધારી રાખ્યું જેને સ્વરૂપે, એનું વિકસિત થયું. પર્યાયમાં અવસ્થામાં આ દ્રવ્ય ને પર્યાયની ભાષાય સમજાય નહીં. જે જૈનદર્શનના એકડાના મીંડા, એકડાનાં મીંડા સમજાય છે ? અમથું મીંડું જુદી જાત હોય છે અને એકડાનું પહેલું મીંડું કરી પછી આમ લાંબી પાણ કરે છે, એ એ જાત જાદી હોય છે. આહાહા ! આંહીં કહે છે કે પ્રથમ જે જૈનદર્શનનું દ્રવ્ય અને પર્યાય બે ચીજ છે, દ્રવ્ય એ ત્રિકાળી ચીજ છે ને પર્યાય એ વર્તમાન પરિણામ, દશા છે. એ ત્રિકાળી ચીજની દૃષ્ટિ ને અનુભવ થતાં પર્યાયમાં નિજ રસ વિકસિત પ્રગટ થાય, તેને સમ્યગ્દર્શન ને સમ્યજ્ઞાન કહેવામાં આવે છે. આરે ! આવી ભાષા. કહો–સમજાણું કાંઈ ?
“સ્વ૨સ વિકસિત નિત્ય ચૈતન્યધાતુ” આહાહા ! ભગવાન આત્મા અંદર સત્ ચિદાનંદ, સત્ નામ શાશ્વત, જ્ઞાન ને આનંદનો સાગર પ્રભુ છે. આહાહા ! જે સર્વજ્ઞ ૫૨માત્મા થાય છે, અરિહંત એ સર્વજ્ઞપણું આવ્યું કયાંથી ? કયાંય બહારથી આવે છે? અંદર પડયું છે. આહા ! જેમ લીંડીપીપર, ચોસઠોરી હોય છે ને, લીંડી પી૫૨, ઘુંટે ત્યારે ચોસઠપ્હોરી તીખાશ બહાર આવે છે ને ? એ કયાંથી આવી ? ધુંટવાથી આવી ? ઘુંટવાથી આવે તો લાકડાને ને પથ્થરને ઘુંટે નહિ ? એ લીંડીપી૫૨માં ચોસઠવ્હોરી એટલે ચોસઠ એટલે રૂપિયો, સોળઆના એ લીંડીપીપર કઠે નાની રંગે કાળી, પણ એમાં તીખો રસ છે, એ સોળઆના એટલે ચોસઠ એટલે સોળઆના રૂપીયે રૂપીયો તીખો ૨સ ભર્યો છે. આહાહા ! અને લીલો રંગ બે. એને ઘુંટતા જે છે અંદ૨માંથી એ બહાર આવે છે. બે પહોરી, ચાર પહોરી, આઠ પહોચી, ચોસઠ પહોરી છેલ્લી એમ આત્મામાં સર્વજ્ઞ સ્વભાવ છે, એને જેણે રાગથી ભિન્ન પાડી અને આત્માનું જેણે સમ્યગ્દર્શન ને જ્ઞાન પ્રગટ કર્યું એની નિજ ચૈતન્યધાતુ પર્યાયમાં વિકસિત થઈ, કમળ જેમ ખીલે એમ ખીલ્યું અંદરથી. આહાહા ! એ ખીલેલા જ્ઞાન વડે પોતાને જાણે અને રાગના ભાગને ભિન્ન છે તેમ જાણે.