________________
શ્લોક-૬૧
૧૦૫ નાની ઉંમરથી, મેં ચોખ્ખું કહ્યું'તું એને ૬૬માં, કુંવરજીભાઈ હું કહું, મારી સામું બોલે નહિ, ભગત છે, સાંભળો, મરીને યાદ રાખો આપણે વાણીયા છીએ એટલે માંસ ને દારૂ ખાતા નથી એટલે મરીને નરકે નહીં જાવ એ ય મનહર, ફાવાભાઈ તે દિ' ત્યાં હતો પાલેજ તે દિ' તો સટ્ટાનો ધંધો કરતા'તાને ખબર છે. તેમ દેવમાં જવાના લખણ મને નથી લાગતા કીધું તારા, દુકાને બેઠો તો, તેમ મનુષ્ય થવાના લખણ મને નથી લાગતા તારા, કીધું મરીને ઢોર થઈશ કીધું યાદ રાખજે. બોલે નહિ મારી સામે, ભગત છે બોલશો નહિ સાંભળો, દાંત કાઢે. આ શું કરો છો આખો દિ' આ દુકાને બેઠો'તો હું તો આમ બે દુકાનો હતી ને અમારે ત્રીસ માણસો એક રસોડે જમતા. હું આ દુકાનમાંથી સાંજે જમવા ગયેલો ત્યાં ચુનીલાલ મોતીલાલની પાછળ નહિ રસોડું હતું, પણ ત્યાં દુકાન ને ત્યાંથી હું આમ ગયો ને આમ ઊભો રહ્યો મારાથી બોલાઈ ગયું એવું, કુંવરજીભાઈ કીધું મરીને ઢોર થાઈશ કીધું યાદ રાખજે, અને એમ થયું મમતા એટલી મેં કરું, હું કરું, હું કરું, હું કરું, મેં આમ કર્યું બધાના દેવાળા નીકળ્યા મારી દુકાનમાં પેદાશ વધી ગઈ, હવે ધૂળેય નથી સાંભળને કીધું. એ ભાઈ મરતા એને સનેપાત થયો, અને એમાં આ કર્યું ને, આ કર્યું કે, આ કર્યું લવતો લવતો મરી ગયો. છોકરા ડાહ્યાં છે, બાપા બગડી ગયું, બે લાખ મૂકી ગયા રળવાના, હોં દશ લાખ રોકડા, ને બે લાખની પેદાશ, અમારા ભાગીદાર હતા ફઈના દીકરા. બાપુ તારા લખણ કીધું એવા મને લાગે છે, આંહીં કાંઈ કોઈને સફારસ, બફારસ હતી નહીં. તેમ માખણ ચોપડવું નહોતું આંહીં. આહાહાહા !
આંહીં એ કહે છે કે પરનું કરું, પરનું કરું, “હું કરું, હું કરું એ જ અજ્ઞાન છે, શકટનો ભાર જેમ શ્વાન તાણે,” ગાડાં હેઠે કૂતરો અડે એને ઓલું શું કહેવાય ઠાઠું અડેને ગાડું હાલે છે બળદથી અને અડે ને આ જાણે કે મારાથી હાલે, એમ દુકાને બેઠો હોય ને ધંધાની ક્રિયા એ મારાથી થાય, કૂતરા જેવો છે, આકરી વાતું પ્રભુ! આહાહાહા ! એ નરસિંહ મહેતાનું વાક્ય છે. “હું કરું, હું કરું” આ પરનું એ જ અજ્ઞાન છે, શકટનો ભાર, ગાડાનો, “કૂતરો તાણે”.
આંહીં એ પ્રભુ કહે છે, કે તારા ભાવને અજ્ઞાન ભાવે પુણ્ય ને પાપને તું કર, અને આત્મજ્ઞાનમાં જ્ઞાન ને શાંતિના ભાવને કર, પણ પરનું તો કાંઈ, તણખલાના બે કટકા કરવા એ તારામાં તાકાત છે જ નહિ, પરનું કરી શકું એમ છે જ નહિ, ભારે કામ ભાઈ. આ ટોપી આમ સરખી પહેરવી એ કહે છે, આત્માથી નહિ એમ કહે છે. એ જડની ક્રિયા છે. જડ છે એ તો. આહાહા ! ઈ પરનો કર્તા તો અજ્ઞાનીય નથી, એમ કહે છે. ભારે કામ આકરું બાપા, દુનિયાથી જુદી ચીજ છે. દુનિયાની ઈ બધી ખબર છે ને આખી દુનિયાની ૬૩ ની સાલથી તો દુનિયાને જોઈ છે ને ૬૩ની સાલથી ઘણાં પ્રકારના વેપાર ને ધંધાને બધા જોતાં ને વેપારીના અભિમાનીઅભિમાની જ્યાં હોય ત્યાં, અમે કર્યા, અમે કર્યા, અમે કર્યાં અમે ડાહ્યા થયા માટે આ પૈસા વધાર્યા, મકાન કર્યા, બાવડે, બાપ કાંઈ, મૂકીને નહોતા ગયા કાંઈ, બાહુબળ કહેનારા બોલનારા બધા સાંભળ્યા છે ને? મૂંઢ છે એ અજ્ઞાન ને મિથ્યાદેષ્ટિ પરનું કાર્ય કરી શકતો નથી, છતાં કરું છું એમ માને છે, એ મૂંઢ મિથ્યાત્વમાં ચાર ગતિમાં રખડવાના લખણવાળો છે. એ ૮૪ના અવતારમાં રખડશે. એમ ત્રણ લોકના નાથ જિનેશ્વરદેવની આ વાણી છે. એને કાંઈ કોઈની પડી નથી કે દુનિયાને સરખું લાગે ન લાગે.
આંહીં કહે છે, એ અજ્ઞાનરૂપ કે જ્ઞાનરૂપ કરતો આત્મા પોતાના ભાવનો કર્તા છે, જોયું?