________________
૧૦૬
સમયસાર સિદ્ધિ ભાગ-૫ પોતાના બે પ્રકાર, અજ્ઞાનીનો પુણ્ય ને પાપનો પોતાનો ભાવ છે, કા૨ણકે એના ૫૨ દૃષ્ટિ છે અને એ માન્યા છે પોતાના, એનો અજ્ઞાની કર્તા એ પોતાના ભાવનો પુણ્ય-પાપ દયા-દાન, વ્રત કામ ક્રોધ વિકા૨નો. જ્ઞાની પોતાનો ભાવ એટલે રાગથી ભિન્ન પડેલું જ્ઞાન, એના જ્ઞાન ને આનંદને શાંતિનો પોતાનો ભાવ તેનો જ્ઞાની, ધર્મી કર્તા. આહાહાહા ! માળે વાતે વાતે ફેર. હવે માણસ કહે ૫૨માણંદા, આવે છે ને ? “માણસે માણસે ફેર, એક લાખે તો ન મળે અને એક ત્રાંબિયાના તેર,” એમ આંહી પ્રભુ કહે છે તા૨ે અને મારે વાતે વાતે ફેર છે. ભાઈ ! આહાહાહા ! મારો મારગ અને તારો મારગ કોઈ જાદી જાત છે. સમજાણું કાંઈ ?
અજ્ઞાની કે જ્ઞાની પોતાના ભાવનો કર્તા છે, પોતાના કીધું એટલે શું ? પુણ્ય-પાપનો ભાવ અજ્ઞાની પોતાના માને છે ને ? એથી પોતાના ભાવનો કર્તા અજ્ઞાની, અને જ્ઞાની છે એ પુણ્યભાવને પોતાના માનતો નથી એનો જાણનાર છું, દેખનાર છું એવું જે પરિણામ શુદ્ધ છે એનો તે જ્ઞાની ધર્મી કર્તા થાય છે. એ રાગનો કર્તા નહિ ને ૫૨નો કર્તા તો નહિ જ. આહાહાહા ! આવી વાત છે.
આ કયા૨નું લખાણ છે, આ ? અનાદિકાળના તીર્થંકરો આમ કહેતા આવ્યા છે, એ સંતોએ એ જાતની વાતને અનુભવીને એ વાતને લખી છે. આત્મા પોતાના ભાવનો કર્તા થાય છે ૫૨ ભાવનો પુદ્ગલભાવનો કર્તા તો કદી નથી, શી૨ની ક્રિયા કરી શકે, વાણી બોલી શકે, બીજાની દયા પાળી શકે, એ તો ત્રણકાળમાં નથી, કહે છે. અરે રે ! આંહીં તો દયા પાળવી એ ધર્મ માને છે, લોકો. ૫૨ની દયા પાળી શકે એ તો ૫૨ વસ્તુ છે ૫૨નો આત્મા ને એનું આયુષ્ય હોય ત્યાં સુધી રહેશે, એને આયુષ્ય પૂરું થતા ખલાસ થતા દેહ છૂટી જશે એને કા૨ણે તું એની દયા પાળી શકે? આરે આરે આવી વાતું.
અજ્ઞાની ૫૨ની દયા પાળવાનું કાર્ય નહિ કરી શકે, પણ અજ્ઞાની એના રાગ ને પુણ્યપાપનો ભાવ થાય તેનો એ કર્તા થશે અજ્ઞાનપણે, મિથ્યાત્વપણે, મૂંઢપણે. અને જ્ઞાની ધર્મી એ રાગથી ભિન્ન પડેલું તત્ત્વ તેના ભાનમાં રાગનો ય કર્તા નથી, રાગનું જાણવું એવું દેખવું એવું એવા જ્ઞાનની પર્યાય ને શ્રદ્ધાની પર્યાયનો કર્તા છે. આરે! આરે! સમજાણું કાંઈ ? કાંઈ સમજાણું, એમ કીધું ને સમજાય જાય તો તો ( શ્રોતાઃ– સમજાય જાય તો તો બેડો પા૨ છે ) પણ કઈ પદ્ધતિથી, કઈ રીતથી કહેવાય છે. આહાહા !
એ કહે છે કે ૫૨ભાવનો તો કર્તા કદી નથી. આહાહાહા ! આ શાકને મોળી શકે, કલમને, આમ કલમ નથી કરતાં, શીશપેનને ? એ તો ત્રણકાળમાં કરી શકે નહિ એમ કહે છે. એ તો જડની ક્રિયા છે, એ જડથી થાય છે. આ વાત કેમ બેસે ? આ દાંત હલાવી શકે એ ત્રણકાળમાં નહિ એમ કહે છે, એ જડ છે આ તો માટી છે આમ આમ થાય એ જડને લઈને, આત્મા એને હલાવી શકે નહીં, આત્મા રોટલીના ટુકડા કરી શકે નહિ, આરે આરે !
પોતાના અજ્ઞાનભાવને રાગને પુણ્ય-પાપના ભાવને કરે અને ધર્મી જીવ છે એ રાગને જાણનારું જ્ઞાન છે, તે જ્ઞાતા-દેષ્ટા તરીકેના જ્ઞાનપરિણામને આનંદના પરિણામને કરે, પણ ૫૨ વસ્તુને તો કરે નહિ વિશેષ કહેશે. :- પ્રમાણ વચન ગુરુદેવ )
(શ્રોતા: