________________
૧/૪
સમયસાર સિદ્ધિ ભાગ-૫ આવી, કહે છે. એ મમતાનો કર્તા થાવ અજ્ઞાની, અને જ્ઞાની પોતાના જ્ઞાનસ્વરૂપની પરિણતિનો તેનો શુદ્ધતાનો કર્તા, પણ પરનો તો એક રજકણને ફેરવું ને તણખલાના બે કટકા કરવા એ આત્મા કરી શકતો નથી. આરે આવી વાત!
આ લાકડી ઊંચી કરે આત્મા, એ ત્રણ કાળમાં નહિ, કહે છે, આ હાથથી પણ ઊંચી કરે આત્મા એ ત્રણકાળમાં નહિ, કહે છે. આ હાથથી પણ ઊંચી થઈ એમેય નહિ, કોણ માને? કે આ ચીજ જુદી છે. આ ચીજ જુદી છે. જુદી ચીજ, ફુદીનું કાંઈ કરે નહિ. ભારે વાતું બાપા! ઓહોહોહો ! વીતરાગ માર્ગમાં આવી વાત છે, બીજે કયાંય છે નહિ. અત્યારે તો સંપ્રદાયમાં ય વીતરાગ માર્ગને ઠેકાણે રાગ માર્ગ ને અજ્ઞાન માર્ગને ચલવ્યો છે, શું થાય પ્રભુ? દુર્લભ વસ્તુ છે. આવી વાત સાંભળવી જ મુશ્કેલ પડે, મુશ્કેલ પડે, નવા માણસને તો એવું લાગે કે આ શું, આ શું કહે છે પણ આ, આખો દિ' આ કરી શકીએ ને આનું કરીએ ને, છોકરાંને ભણાવીએ, છોકરાને સારે ઠેકાણે પાડીએ દીકરીને પણ સારે ઠેકાણે લગન બગન ને નાખે, ધૂળેય કરે નહિ સાંભળને ? વિકારના પરિણામને અજ્ઞાની કરે, પણ પરનું તો કાંઈ કરી શકે નહિ.
જ્ઞાની પોતાના ભાવને કરે, જ્ઞાનીનો ભાવ કાંઈ રાગ એ પોતાનો નથી. આહાહા ! ધર્મીને તો જ્ઞાન ને આનંદ ને શાંતિનો ભાવ એને એ કરે, અજ્ઞાનીને રાગ મારાં, પુણ્ય-પાપ મારાં, માટે એને કરે, પણ પરને તો કાંઈ કરી ન શકે, આંખની પાંપણ પણ આત્મા ફેરવી શકે ત્રણકાળ ત્રણલોકમાં નહિ, કેમ કે એ જડ જુદી ચીજ છે પ્રભુ! આત્મા જુદી ચીજ છે. આવું કામ હશે? આખો મોટો ભાગ હાલે છે આખો, લાખો કરોડો માણસો તો આમ માને છે, અમે કરીએ, હેં? ગમે તે માનો સત્ તો સત્ છે. (શ્રોતા:- બરાબર સત્ તો સત્ રહેશે)
એ રીતે ખરેખર પોતાના અજ્ઞાનભાવને, કે જ્ઞાનભાવને બેય લીધાને ભાઈ આમાં? ચાહે તો ધર્મી જીવ પોતાના જ્ઞાન સ્વભાવની પ્રતીતિ જ્ઞાન ને રમણતા કરે, અને અજ્ઞાની પુણ્ય-પાપ ને દયા, દાન, વ્રત, આદિ રાગનો કર્તા થાય, પણ પરનો કર્તા તો જ્ઞાની કે અજ્ઞાની કોઈ થઈ શકે નહિ. આહાહાહા! ધર્મી જીવ તો રાગ ને પુણ્ય-પાપનો ય કર્તા નથી તો પરની તો વાત શું કરવી? અજ્ઞાની પુણ્ય-પાપનો કર્તા થાય પોતાના ભાનને ભૂલીને, તો એ પોતે રાગ ને દ્વેષ એનો કર્તા થાય, પણ પરદ્રવ્યની ક્રિયા કાંઈ પણ કરી શકે, હાથને હલાવી શકે કે આ વાણી બોલી શકે, આત્મા ત્રણકાળ ત્રણ લોકમાં નહિ. આહાહાહા! અભિમાન કરે.
મોટા પૈસા પેદા થતા હોય તો આમ જાણે. ઓહોહો!દુકાને થડે બેસતા હોયને, અમારે હતા ને કુંવરજીભાઈ ફઈના દિકરા હતા, સાત આઠ પેઢીએ અમારા હતા ફઈ, ગિરધરભાઈ મોહનભાઈના દીકરા નહીં? સંતોકબા નહિ? આ સંતોકબાના મામા હતા ને ગિરધરભાઈ, નહીં ખબર હોય ભાઈને, સામે કોણ હતા ભાઈ મોહનભાઈના દિકરા કહું છું ઝોબાળીઆ, સંતોકબાના હતા ને મામા ગિરધરભાઈ હતા, ઉમરાળા, એ અમારે ફઈનાં દિકરા થાય સગા, અને એને ઓરમાન ભાઈ સંતોકબાના હતા આના બાપની મા, તારાચંદભાઈને ઘરેથી. બધા પણ માને, અમે આ કર્યું, અમે આ કર્યું કુંવરજીભાઈ હતા. પેદાશ મોટી હતી બબ્બે લાખની પેદાશ, મેં તો ૬૬ની સાલમાં કહેલું એને, મારી ઉંમર વીસની, અત્યારે તો નેવું, એ ય કુંવરજી આટલી મમતા તારી, કીધું મારાથી મોટો ચાર વરસે, આ તમારા કાકા, તારા બાપના કાકા, મેં તો, હું તો ભગત કહેવાતો ને પહેલાંથી