________________
૧૦૨
સમયસાર સિદ્ધિ ભાગ-૫ નહિ. આહાહા ! સમજાણું કાંઈ ? અજ્ઞાની પણ, અજ્ઞાની પણ કેમ લીધું ? કે જ્ઞાની તો જ્ઞાનને કરે, અજ્ઞાની રાગને કરે, પણ એ પોતાનો રાગ જે પુણ્ય-પાપનો એને કરે, પણ અજ્ઞાની શરીરની ક્રિયા કરે કે વાણીને કરે, કે ૫૨ને બચાવવાનું કરે, કે ૫૨ની વ્યવસ્થા કરે એ તો ત્રણકાળમાં અજ્ઞાની પણ કરે નહિ.
ભંગારનો ભૂકો ભંગારનો ધંધો હતો પહેલાં, મોટો કૂવો ભર્યો'તો પછી એમાંથી પૈસા બૈસા થયા હશે ધૂળ, કહે છે કે એ વ્યવસ્થા આત્મા ન કરી શકે, એમ કહે છે. છોકરા કરે ? અજ્ઞાની પણ પોતાનાં ભાવને કરે, એ પુણ્ય ને પાપના વિકલ્પ રાગ છે તેને કરે, પરંતુ પુદ્ગલના ભાવને કદી કરતો નથી, પુદ્ગલ નામ આ શરીર ને વાણીની ક્રિયા આત્મા કરતો નથી. આહાહાહા..... બરાબર છે?
આ બધા હુંશિયાર ધંધા કરે છે ને ચીમનભાઈ ઠાકરશી, નહિ ? શું છે ધંધો કાંઈ તમારે ? હેં ? ( શ્રોતાઃ- ચુનાનો ) ચુનાનો, ચુનાનો, કોથળા, હા... હા... સાંભળ્યું છે ચુનાના કોથળા મોટા ને ધંધો છે. આહાહા ! રંગનો ધંધો મોટો નથી ? જામનગરનો એક વાણીયો છે ને દેરાવાસી રંગનો ધંધો, એને બા૨ મહિનામાં સાડા ત્રણ કરોડની પેદાશ છે, મુંબઈમાં આપણા સુમનભાઈ એમાં નોકર છે, રામજીભાઈના દિકરા છે, આઠ હજારનો પગા૨ છે માસિક. આવે છે ને અહીં ? સાડા ત્રણ કરોડની તો એક વ૨સની પેદાશ છે, જગજીવનભાઈ કે જગદીશભાઈ કે એવું કાંઈક નામ છે. જગમોહન મળ્યો'તો ને અહીં આવ્યો'તો ત્યાં મુંબઈ આવ્યો'તો મળ્યો'તો બધા ભિખારા છે, માગણ છે, કે આ આપો, આ આપો, આ લાવો, આ લાવો-અંદ૨ આનંદની લક્ષ્મી પડી છે, આત્મામાં ચોસઠ પ્હોરી જ્ઞાન આનંદ શાંતિ વીતરાગતા પૂરે પૂરી ભરી પડી છે, એમાંથી માંગતો નથી ને એમાંથી કાઢતો નથી ને. આ ધૂળ ને. આહાહાહા.....
કેમ બરાબર છે પુંજાભાઈ ? આ નૈરોબી રહે છે, અહીંના મુમુક્ષુના ઘરો સાંઈઠ છે ત્યાં આફ્રિકા, આ ત્યાંથી આવ્યા છે, સાંઈઠ ઘર છે શ્વેતાંબર હતા દિગંબર થઈ ગયા, આપણે આંહીં મુમુક્ષુ થઈ ગયા, આઠ તો કરોડપતિ છે, અને બીજા ઘર બધા કોઈ પંદર લાખ કોઈ વીસ લાખ કોઈ પચીસ લાખ કોઈ પચાસલાખ એ હમણાં જેઠ સુદ અગિયારસે દિગંબર મંદિર કર્યું, આફ્રિકામાં બે હજાર વર્ષમાં નહોતું, આંહીંના મુમુક્ષુ છે ને ? પંદર લાખનું મંદિર કર્યું, જેઠ સુદ અગિયા૨સે મુરત કર્યું છે, તેડવા આવશે એમ લાગે છે. બહુ છેટે, હવે શ૨ી૨ (કોમળ ). હવે આફ્રિકા ક્યાંય રહ્યું નૈરોબી, પંદર લાખનું મુરત કર્યું જેઠ સુદ અગિયારસે, દિગંબર મંદિર સનાતન જૈન દર્શન, એ એક શુભભાવ છે, ધર્મ નથી. ભગવાનની પ્રતિમા પૂજા એ શુભભાવ છે, એમ વ્રત, અપવાસ એ શુભભાવ છે, રાગ છે, ધર્મ નહિ. આહાહાહા !
ધર્મ તો રાગના વિકલ્પથી ભિન્ન પડીને, ચૈતન્યધાતુ આનંદ પ્રભુ એનો અનુભવ ક૨વો, એનું જ્ઞાન ક૨વું, એમાં ઠરવું એનું નામ ૫૨માત્મા જિનેશ્વરદેવ ધર્મ કહે છે, બાકી બધા થોથાં છે. એ આંહીં કહે છે, ભલે અજ્ઞાની કહે છે કે એ પોતાના સ્વરૂપનું જ્ઞાન ન કરે પણ, એ અજ્ઞાની પણ ૫૨નું તો કરી શકે નહિ. એ કુટુંબને સાચવવું કે દુકાનનો ધંધો વ્યવસ્થિત થડે બેસીને વ્યવસ્થિત કામ લેવું એ હિસાબ વ્યવસ્થિત કરે કે નહિ, દુકાને બેઠો હોય તો ? અભિમાન કરે. એ ૫૨નું કામ હા, એ પોતાના પુણ્ય-પાપનો શુભ-અશુભ ભાવ,