________________
८४
સમયસાર સિદ્ધિ ભાગ-૫ કિંચીત્માત્ર પણ મારો છે એમ કરતો નથી. કાંઈ કરતો નથી એનો અર્થ રાગ મારો છે એમ કાંઇ કરતો નથી એમ. બાકી રાગથી ભિન્ન પડીને ભેદજ્ઞાનને કરે છે. આહાહા !
ત્રિલોકનાથ જિનેશ્વરદેવ પરમાત્માની આ વાણી છે. આહાહા! ભગવાન ઇન્દ્રો ને ગણધરોની વચ્ચે આ કહેતા હતા, અને એ કહે છે અત્યારે મહાવિદેહમાં પ્રભુ બિરાજે છે, એ આ વાણી છે. કુંદકુંદાચાર્ય ત્યાં ગયા હતા સંવત ૪૯ આઠ દિ' રહ્યા હતા બે હજાર વર્ષ પહેલાં આ કુંદકુંદાચાર્ય, ત્યાં જઇને આ લાવ્યા ને આ સંદેશ પ્રભુનો છે. આહાહા ! પોતે તો મુનિ હતા, આનંદકંદમાં ઝુલતા હતા, પ્રચુર સંવેદન આનંદનું હતું, એને આ મુનિ કહીએ, એમને આ વિકલ્પ ઉઠયો દુનિયાને સમજાવવાનો કે ભાઈ પ્રભુ તો આમ કહે છે મારગ બાપા! આહાહા ! તું ક્યાંક કાંઇ માનીને બેઠો હો તો વસ્તુ છોડી દે. ભગવાન તો કહે છે કે એ વિકલ્પ ઉઠયો છે એનાથી ભિન્ન પાડ તને, અને ભિન્ન છે, ભિન્ન છે તો ભિન્ન પાડ. આહાહા.. એ આવ્યું તું ને પ્રજ્ઞાછીણીમાં રાગ અને સ્વભાવ વચ્ચે તડ છે, સાંધ છે, સાંધ, અરે અરે ઇ કેવું, હું? મોટા પથ્થર હોય છે એમાં આ સાંધ હોય છે. દોરો ઝીણો-એમાં સુરંગ નાખે એટલે જુદા પડી જાય, જુદા છે તે જુદા પડી જાય. એમ આ દયા, દાન, વ્રતનો વિકલ્પ છે તે જુદો છે, ભગવાન આત્મા જાદો છે, બે વચ્ચે સાંધ છે, તડ છે. આહા!
આવો ઉપદેશ અરે શું થાય પ્રભુ. એ ધર્મી પોતે અને પર, રાગાદિ પર અને જ્ઞાનાનંદ સ્વ, એમ બેને જુદા પાડીને પરને કાંઇ પણ કરતો નથી. પર મારા છે એમ કાંઈ કરતો નથી. આહાહાહા... આંહીં તો બાથ ભીડીને પડ્યો, બાઈડી મારી, છોકરા મારા, પૈસા મારાં, મરી ગયો, મારી નાખ્યો આત્માને, મારી નાખ્યો, પોતે ચૈતન્યમૂર્તિ એ એના નથી, એના તો આનંદ ને જ્ઞાન છે એમ ન માનતાં આ મારા છે, એનું જીવતર એણે લુંટવી નાખ્યું, આવી વાત છે. જ્ઞાતા જ રહે છે, જોયું? કાંઈ પણ કરતો નથી એટલે? જ્ઞાતા જ રહે છે, કર્તા થતો નથી. આહાહા !
ભાવાર્થ- જે સ્વ-પરનો ભેદ જાણે રાગના વિકલ્પને દુઃખરૂપ જાણે પર જાણે અને આત્મા આનંદને, જ્ઞાનસ્વરૂપને સ્વ જાણે એવું જે ભેદજ્ઞાન જાણે એ જ્ઞાતા જ છે, કર્તા નથી. એ રાગનો કર્તા થતો નથી. આહાહાહા... હવે જે કાંઇ જણાય છે તે જ્ઞાનથી જણાય છે એમ કહે છે. આહાહાહા.....
શ્લોક-૬૦
(મન્ડીક્રાન્તા) ज्ञानादेव ज्वलनपयसोरोष्ण्यशैत्यव्यवस्था ज्ञानादेवोल्लसति लवणस्वादभेदव्युदासः। ज्ञानादेव स्वरसविकसन्नित्यचैतन्यधातो: क्रोधादेश्च प्रभवति भिदा भिन्दती कर्तृभावम्।।६०।।