________________
૯૨
સમયસાર સિદ્ધિ ભાગ-૫ આનંદ સ્વરૂપ છે. આહાહા! “” ની ભિન્નતાનો વિવેક કરી, તે જેમ હંસ મિશ્રિત થયેલા દૂધ જળને જુદા પાડી, દૂધને ગ્રહણ કરે છે, એમ ધર્મી જીવ, ભેદજ્ઞાની, રાગના વિકલ્પને પાણી જેમ ગણીને જાદું પાડે છે અને ભગવાન આત્મા એનાથી આનંદ સ્વરૂપ દૂધનો પિંડ જેમ છે એમ આનંદ સ્વરૂપ છે. આહા !
ધર્મી, સમ્યગ્દષ્ટિ જીવ, ધર્મની પહેલી સીટી વાળો જીવ, એ રાગને અને ભગવાનને જુદા પાડે છે આત્માને, આવું છે. હંસ, મિશ્રિત થયેલા દૂધ જળને જુદા ગ્રહણ કરે છે, તેમ અચલ ચૈતન્યધાતુમ્ અચળ ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્મા તો ચૈતન્યસ્વરૂપ છે જ્ઞાનનો ગાંગડો, જ્ઞાનનો પિંડ, જ્ઞાનનો પુંજ પ્રભુ છે. જેમ દૂધ છે મીઠું અને સફેદ એમ ભગવાન આત્મા આનંદ અને શુદ્ધ છે, એને રાગ અશુદ્ધ ને આકુળતા છે, એનાથી ધર્મી જીવે આત્માને ભેદજ્ઞાનથી ભિન્ન પાડયો છે. આહાહાહા ! આવી વાતું હવે. જગતને બિચારાને સાંભળવા મળે નહિ, રખડબાજી કરી છે અનાદિથી. આહા!
અચળ ચૈતન્યધાતુ” ઓલું પુણ્ય-પાપ છે એ અસ્થિર છે, અને એ ચૈતન્યનો સ્વભાવ નથી, આ અચળ ચૈતન્યસ્વરૂપ છે, જે પોતાના ધ્રુવ સ્વરૂપથી ચળતું નથી કદી, આહા.. અચળ ચૈતન્યધાતુ અથવા ચૈતન્ય સ્વરૂપ, ચૈતન્ય લક્ષણ, ચૈતન્ય સ્વભાવ જેણે ધારી રાખ્યો છે. એ પુણ્ય ને પાપ જેણે ધાર્યા નથી, એવો એ ચૈતન્યધાતુ ભગવાન છે. આહાહાહા! આરે આવી વાત. શું થાય? વીતરાગ માર્ગનો વીતરાગભાવ છે, તેને રાગ ભાવમાં ખતવી નાખ્યો છે, એ રાગની ક્રિયા દયા, દાન, વ્રત, ભક્તિ, જાત્રા એ રાગ છે, એને ધર્મ માનીને ખતવી નાખ્યો, મારી નાખ્યો. આહાહાહા !
આંહીં કહે છે કે એ હંસલો પાણીને જુદું પાડીને દૂધ પી લ્ય છે, એમ ધર્મી જીવ રાગનાં કણને જુદો પાડીને આનંદનો સાગર જ્ઞાન સ્વરૂપને અનુભવે છે. આહાહા ! કહો શાંતિભાઈ ! આવું છે. “સદા આરૂઢ થયો થકો” જોયું? ધર્મી જીવ અચળ ચૈતન્યધાતુમાં સદાય આરૂઢ થયો થકો, એણે જાત્રા કરી એણે આત્માની, ડુંગરે ચડે છે ને, એ તો જરીક શુભભાવ હોય ને દેહની ક્રિયા થવાની હોય તો થાય, આ તો અચળ ચૈતન્ય ધાતુ ઉપર આરૂઢ થયો થકો, જે અનાદિથી પુણ્ય ને પાપ રાગમાં આરૂઢ થયો થકો અજ્ઞાની હતો, એ રાગથી ભિન્ન પડીને ચૈતન્યધાતુમાં આરૂઢ થયો. આહાહાહા! અરે ! આવી વાત વીતરાગ જિનેશ્વરદેવ સિવાય કયાંય વાત નથી. એના વાડામાંય વિંખાઈ ગયું બધું. સત્ય વાત બહાર આવી ત્યારે એને એકાંત લાગી, શું થાય ? આહા !
ધર્મી તો એને કહીએ ધર્મ કરનાર કે જે રાગની ક્રિયાથી ભગવાન આત્માને જુદો પાડી અને આ ચૈતન્ય અચળ ધાતુમાં આરૂઢ થાય. આરૂઢ શબ્દ વપરાય છે ને હિન્દીમાં. એટલે? તેનો આશ્રય કરતો થકો એમ ખુલાસો કર્યો. શુદ્ધ ચૈતન્ય આનંદકંદ પ્રભુ ધર્મી જીવ તેને આશ્રય કરતો, તેમાં આરૂઢ થયો, તેને સન્મુખ થયો, રાગ અને નિમિત્તથી વિમુખ થયો, આહાહા... સતમુખ સત્ ભૂતાર્થને તેની મુખ્ય કરી નાખી, આશ્રય કર્યો જેણે, મુખ્ય તે નિશ્ચય એમ આવે છે ને? વ્યવહારને ગૌણ કર્યો, આહાહા ! મુખ-સમુખ-સત્ વસ્તુ અનંત અનંત જ્ઞાન ને અનંત આનંદ અતીન્દ્રિયજ્ઞાન, અતીન્દ્રિયઆનંદ, અતીન્દ્રિય સુખ, અતીન્દ્રિય શક્તિ, પ્રભુતા, અતીન્દ્રિય