________________
૯O
સમયસાર સિદ્ધિ ભાગ-૫
શ્લોક-૫૯ ઉપર પ્રવચન ज्ञानाद्विवेचकतया तु परात्मनोर्यो जानाति हंस इव वाःपयसोर्घिशेषम्। चैतन्यधातुमचलं स सदाधिरूढो
जानीत एव हि करोति न किञ्चनापि।।५९ ।। હંસ, વાઃ નામ પાણી અને પયસોઃ નામ દૂધ છે ને? હંસ વાઃ પયસો, હંસ વાઃ નામ પાણી અને પયસો નામ દૂધ, હંસ જેમ દૂધ અને પાણીના વિશેષને જાણે છે, આહા... ઓલો મૃગલાનો દાખલો આપ્યો'તો ઝાંઝવામાં, અજ્ઞાનમાં, અને દોરડાનો દાખલો આપ્યો. એમ સ્વરૂપના અજ્ઞાની, હરણીયાની જેમ ઝાંઝવામાં પાણી છે. આહાહા! સ્ત્રીમાં સુખ છે, પૈસામાં સુખ છે, આબરુમાં સુખ છે, કુટુંબ બહોળું થાય તો આપણે મોટા કહેવાઇએ સુખ છે, એમ હરણીયા જેમ ઝાંઝવામાં દોડે છે, એમ આ મૂંઢ જેમાં નથી સુખ તેમાં દોડે છે. આહા! સવળામાં હંસનો દાખલો, પાણી ને દૂધ ભેગા પડ્યા છતાં હંસલો પાણી ને દૂધ જુદાં પાડી નાખે છે, દૂધને લઇ ત્યે છે ને પાણી જુદું પડી જાય છે, આહાહા ! દાખલો તો જુઓ.
“તેમ જીવ જ્ઞાનને લીધે વિવેચકતયા વિવેકવાળો એટલે ભેદજ્ઞાનવાળો હોવાથી. આહાહા.. એ દયા, દાન ને રાગના વિકલ્પથી ભિન્ન આત્મા છે, એમ જ્યાં ભેદજ્ઞાન થયું ત્યાં એ વિવેચક, વિવેક કર્યો, જેવો હતો તેમ તેણે ભેદ પાડયો, વિકલ્પ જે છે દયા, દાન, વ્રત આદિનો સમૂહ એનાથી હું નહિ, એનાથી હું જુદો છું. એમ વિવેક કર્યો. હંસે જેમ પાણી અને દૂધ જુદા પાડ્યા એમ આ જ્ઞાનીએ રાગ અને આત્માને જાદા પાડયા. આહાહા... આવું સ્વરૂપ.
લોકોને લાગે ચાલતા સંપ્રદાયમાં તો આ વાતેય નથી. એટલે આકરું લાગે એકાંત છે કહે બિચારા, એકાંત છે સોનગઢનું એકાંત, પ્રભુ તું સ્વદ્રવ્યના એકાંત પક્ષમાં આવ્યો નથી ને, પ્રભુ તને તેથી એકાંત લાગે છે. એકાંત જ છે, સ્વદ્રવ્યના પક્ષમાં આવવું એ એકાંત છે, સમ્યક એકાંત છે. આહાહા! રાગ ને નિમિત્તથી ન થાય રાગ ને નિમિત્તથી ભેદ પાડતાં ભેદજ્ઞાનમાં એનાથી ન થાય, એવું એકાંત સ્વરૂપ છે, આહાહા ! શું થાય? આહાહા!
શાસ્ત્રના અભ્યાસથી પંડિતો પણ ભાઈએ લખ્યું છે ને ન્યાયના ભણેલા પણ ભાઈએ ક્રમબદ્ધમાં એ લોકો આ ક્રમબદ્ધને સાંભળીને ગોથાં ખાઈ જાય છે, એ કેવળજ્ઞાનમાંય એ શંકા કરે છે. હવે આ જે સમયે જે પર્યાય થાય છે તે થઈ તો કેવળજ્ઞાનીએ જોયું તેમાં, એ નથી જોયું, એ નથી જોયું, થાય ત્યારે જોશે, હવે થાય ત્યારે જોશે, નથી થયું તેને જ્ઞાન વર્તમાન પ્રત્યક્ષ જાણે છે. આહાહા ! સમજાણું કાંઇ? આહાહા !
જેમ હંસ દૂધ અને પાણીના વિશેષને તફાવતને જાણે છે, તેમ જીવ જ્ઞાનને લીધે રાગથી ભિન્ન પડેલું ભેદજ્ઞાનને લીધે વિવેકવાળો હોવાથી, આહાહા ! એ રાગ ઊઠે છે વિકલ્પ ચાહે તો દયા, દાન, વ્રતનો હો પણ એનાથી મારો પ્રભુ તો ભિન્ન છે, એમ જેને વિવેક અને વિવેચન અને ભેદજ્ઞાન થયું છે, જેને ભવના અંત આવી ગયા છે, એવા ચાહે તો શુભ રાગ દયા, દાન, વ્રત,