________________
શ્લોક-૫૯
૯૧ ભક્તિ હો પણ એનાથી પણ જેણે વિવેચન નામ વિવેક કર્યો છે, ભિન્ન પાડ્યું છે. આહાહાહા ! આવી વાત આકરી વાત લાગે માણસને ઓલા વ્યવહાર કરતા કરતા થાય, ના પાડે એ એકાંતિક છે, કરૂણાદીપમાં તો બહુ આવે છે આંહીંનું. આખું વિરૂદ્ધ જ છે, કારણ એને બેઠું નથી, શું કરે બિચારાને. અરેરે ! શું કરીએ છીએ એની ખબર નથી. આહાહા! ન આંહીં તો કહે છે કે જેને એ સાધન માને છે, દયા, દાન, વ્રતનાં વિકલ્પને એનાથી તો જેણે પોતાના આત્માને ભિન્ન કર્યો છે. એને સાથમાં લઇને ભિન્ન કર્યો છે? (કે) એને જુદા પાડીને ભિન્ન કર્યો છે. રસિકભાઈ ! આવું ઝીણું છે બાપુ! એ અબજો રૂપિયા દુનિયામાં મળે એ તો પૂર્વના પુણ્ય, બાપુ આવી વાત મળવી. આહાહા ! ધૂળ એ તો ભિખારા છે પૈસાના માગણ છે, પ્રભુ તો એમ કહે છે. આ માગણ છે માળા મોટા વરાકા ભિખારી આ લાવો, આ લાવો, આ લાવો. આહાહા! પણ આ વાત, જેને પૈસો કૈસો તો એક કોર રહી ગયો પણ જેને રાગ થાય છે દયા, દાન, વ્રત આદિનો વિકલ્પ ઊઠે છે. અરે ગુણી ને ગુણ એવું અભેદ સ્વરૂપ હોવા છતાં ભેદ પાડીને વિકલ્પ ઊઠે છે, તેનો પણ જેણે ભેદ કર્યો છે. સમજાણું કાંઇ? જ્ઞાનને લીધે વિવેક ભેદજ્ઞાનવાળો હોવાથી “પરાત્મનોઃ તું” પરના અને પોતાના વિશેષને જાણે જ છે, પર નામ શુભ રાગાદિ અને સ્વ નામ પોતે આત્મા આનંદ સ્વરૂપ એ બે ને વિશેષને જાણે છે, બેની ભિન્નતાને ધર્મી જાણે છે. આહાહા... સમજાણું કાંઇ? આહાહા !
- હંસ જેમ પાણી અને દૂધને જુદાં જાણે છે, અને એકલું દૂધનું કોકડું કરીને પીએ છે, પાણી જુદા પાડે છે. એમ ભેદજ્ઞાની ધર્માત્મા, રાગરૂપી પાણીને, આનંદરૂપી દૂધને અનુભવતો રાગથી ભિન્ન પાડે છે. આહાહા ! ચીમનભાઈ? આવી વાતું છે બાપુ! આહાહા ! પહેલી આગળ અર્થો કલાક વાત ગઈ એવી વાત હમણાં કરી નથી કોઈ દી' આ વર્ષમાં, આહાહા.. આત્મા અને રાગ નામ દયા, દાન, વ્રત, ભક્તિનો વિકલ્પ, જેણે ધર્મી જીવે જેને રાગથી પોતાને જુદો કર્યો છે. છે ને? “પરાત્મનોઃ” –પરાત્મનો: એ દયા, દાન, વ્રત, ભક્તિ જાત્રાનો વિકલ્પ છે, એ રાગ છે, અને આ તે પર છે અને ભગવાન આત્મા એનાથી જુદો ભિન્ન છે. આહાહાહા! કેમકે નવતત્ત્વ છે, એમાં પાપ, હિંસા, જુઠું, ચોરી, પાપ તત્ત્વ ભિન્ન છે, દયા, દાન, વ્રત, તપ, ભક્તિ જાત્રાનો વિકલ્પ છે એ પુણ્ય તત્ત્વ ભિન્ન છે. નવતત્વમાં એ તો જુદું તત્ત્વ છે. અને આત્મા જે છે એ એનાથી ભિન્ન તત્ત્વ છે. આહાહાહા !
એ ભગવાન જ્ઞાનસ્વરૂપી પ્રભુ જેણે રાગથી ભિન્ન પાડીને ભેદજ્ઞાન કર્યું એ સ્વ અને પરને બેયને જુદા પાડ્યા છે. આહાહા ! અજ્ઞાની પરને ને પોતાને એક માનીને રાગનો કર્તા થાય છે આહાહાહા ! જ્ઞાની રાગને, અને રાગને પાણી જેમ દેખી ભગવાનને દૂધના મીઠા આનંદસ્વરૂપ દેખી અને એનાથી ભિન્ન પાડયો છે. આહાહાહા ! આવી વાત છે. અમૃતચંદ્રાચાર્ય! દિગંબર સંત જાહેર કરે છે જગતને. આહાહા!
પરાત્મનો આહાહાહા ! પર એટલે વિકલ્પ ઊઠે છે ચાહે તો ગુણ ગુણીના ભેદનો કે દયા, દાન, વ્રત, જાત્રાનો એ બધો રાગ અને પોતે અંદરથી ભિન્ન છે રાગથી. આહાહા! વિશેષ “બે' ની જુદાઇ “બે' માં તફાવત છે, ભગવાન આનંદસ્વરૂપ જ્ઞાનસ્વરૂપ ને રાગ વિકલ્પ સ્વરૂપ આકુળતા સ્વરૂપ “બે' ની ભિન્નતા છે, રાગ છે એ આકુળતા છે, આત્મસ્વભાવ છે તે નિરાકુળ