________________
શ્લોક-૫૯
૮૯
વિકલ્પો કરતો થકો જે સ્વરૂપમાં છે નહિ, સ્વરૂપ શુદ્ધ ચૈતન્યઘન છે, એના અજ્ઞાનને લીધે, અનેક રાગના શુભ અશુભ ભાવને કરતો થકો, ક્ષુબ્ધ નામ આકુળ થાય છે. આહાહા !
દરિયો જેમ પવનથી જેમ તરંગમાં અસ્થિર થાય છે, એમ ભગવાન આત્મા પોતાના સ્વરૂપના અજ્ઞાનને લીધે શુભાશુભ વિકલ્પથી ક્ષુબ્ધ અસ્થિર થાય છે. આહાહા... અને એ ૨ીતે જો કે ૫૨માર્થે તે શુદ્ધજ્ઞાનથન છે, છે ને પાઠમાં, આહાહા... દરિયો તો દરિયો જ છે, ૫૨માર્થે તો ભગવાન શુદ્ધ જ્ઞાનથન છે. તોપણ અજ્ઞાનથી કર્તા થાય છે. એનું જ્ઞાન નથી, સ્વરૂપ શું છે, હું, એના અજ્ઞાનને લઇને દયા, દાન, ભક્તિ આદિ કરે અને કર્તા થાય એ તો ઠીક પણ પાછું બીજા એને દેખે ત્યારે આ કરે છે સારું એવો તો દેખાવડો થાય, મિથ્યાર્દષ્ટિ સૂંઢ, હું આ કામ કરું છું, જુઓ બીજાથી જીઓ. આહાહા ! એમ અજ્ઞાની પોતાના ભાવનો કર્તા થાય અને બીજાને દેખાડવાનો એને ભાવ રહે, કે કેવું સારું કરું છું જીઓ બીજા કરતાં. આહાહાહા ! આકરું કામ છે
હવે જ્ઞાનથી આત્મા કર્તા થતો નથી એમ કહે છે.
શ્લોક-૫૯
T T T T T (વસન્તતિના)
ज्ञानाद्विवेचकतया तु परात्मनोर्यो जानाति हंस इव वाः पयसोर्धिशेषम् । चैतन्यधातुमचलं स सदाधिरूढो
जानीत एव हि करोति न किञ्चनापि ।। ५९।।
જ્ઞાનથી આત્મા કર્તા થતો નથી એમ હવે કહે છેઃ
શ્લોકાર્થ:-[ હંસ: વા:પયસો: વ ]જેમ હંસ દૂધ અને પાણીના વિશેષને (તફાવતને ) જાણે છે તેમ [ચ: ] જે જીવ [ જ્ઞાનાત્] જ્ઞાનને લીધે [વિવેવતયા] વિવેકવાળો ( ભેદજ્ઞાનવાળો ) હોવાથી [ પરાત્મનો: તુ] ૫૨ના અને પોતાના [ વિશેષન્ ] વિશેષને [નાનાતિ] જાણે છે [ સ: ] તે ( જેમ હંસ મિશ્રિત થયેલાં દૂધજળને જુદાં કરીને દૂધ ગ્રહણ કરે છે તેમ) [અવતં ચૈતન્યધાતુમ્] અચળ ચૈતન્યધાતુમાં [સવા] સદા [બધિત: ] આરૂઢ થયો થકો ( અર્થાત્ તેનો આશ્રય કરતો થકો )[ નાનીત વ હિ] માત્ર જાણે જ છે,[ન્ગ્વિન અપિનોતિ] કાંઈ પણ કરતો નથી ( અર્થાત્ જ્ઞાતા જ રહે છે, કર્તા થતો નથી ).
ભાવાર્થ:-જે સ્વ-૫૨નો ભેદ જાણે તે શાતા જ છે, કર્તા નથી. ૫૯.