________________
८८
સમયસાર સિદ્ધિ ભાગ-૫ તત્ત્વને વાળીને એનો અર્થ આ છે. ૧૪૪ કર્તા-કર્મમાં આવ્યું છે. ઓહોહો ! પ્રભુ એ છે ને એમાં પ્રત્યક્ષ થવાનો એનો સ્વભાવ છે. ઓલી પર્યાયો તો નથી એનો પ્રત્યક્ષ થવાનો એનો સ્વભાવ નથી. પ્રત્યક્ષ તો જ્ઞાને કર્યું માટે એને ભૂતાર્થ કીધું. આહાહા ! ભૂત ને ભવિષ્યની પર્યાય નથી તેને તે પર્યાયની અપેક્ષાએ ભૂતાર્થ કહ્યું એમ નહિ, પણ જ્ઞાને એને પ્રત્યક્ષ કર્યું છે આમ, વર્તમાનવતું, તે માટે તેને ભૂતાર્થ સત્તા છે એમ કહેવું છે. આહાહા.... તો ભગવાન તો એક સમયમાં પૂર્ણાનંદનો નાથ પ્રભુ છે ને ! ભૂતાર્થ છે ને! ૧૧મી ગાથા નહીં? છે એ તો આખો છે, એક સમય છે, ભવિષ્યમાં રહેશે ને કાળ એ તો પછી, પણ વર્તમાનમાં આખો છે. આહાહા !
સકળ નિરાવરણ અખંડ વર્તમાન એકરૂપ વર્તમાન, પ્રત્યક્ષ પ્રતિભાસમય વર્તમાન, અવિનશ્વર વર્તમાન શુદ્ધ પરિણામિક સહજ ભાવલક્ષણ નિજ પરમાત્મ દ્રવ્ય વર્તમાન. આહાહાહા ! એવો પ્રભુ છે એ પ્રત્યક્ષ કેમ ન થાય કે, આહાહા.... છે પ્રત્યક્ષ થવાનો સ્વભાવ અને વર્તમાન પૂર્ણ છે, તેનો પ્રત્યક્ષ થવાનો સ્વભાવ અને પૂર્ણ છે એમ, એ પ્રત્યક્ષ કેમ ન થાય પ્રભુ? આહાહા.. પણ તેની માહાભ્ય દશા ભૂલી, શુદ્ધ જ્ઞાનમય, એકલો જ્ઞાનમય, જ્ઞાનથી જણાય એવો જ્ઞાનમય, પૂર્ણ જ્ઞાનમય જ્ઞાનથી જણાય એવો પૂર્ણ જ્ઞાનમય છે આ તો. આહાહા !
એવી ચીજને ભૂલી જઇ અને કર્તા સ્વયમ્ કર્તા ભવન્તિ, આહાહા. જોયું? આ જ્ઞાન પોતે પોતાને આવો પ્રત્યક્ષ થઇ શકે છે એવી ભૂતાર્થ વસ્તુ છે, પૂર્ણ જ્ઞાનમય અને જ્ઞાનથી પ્રત્યક્ષ થઈ શકે એવી વસ્તુ છે, પણ તે વસ્તુને દૃષ્ટિમાં ન લેતાં તેની હૈયાતી જેની એવડી મોટી છે તેનો સ્વીકાર ન કરતાં, પરના લક્ષમાં જતાં તેને આકુળતા ઉત્પન્ન થઇ, એ સ્વયં આકુળતા ઉત્પન્ન કરી છે, કોઈ કર્મને લઇને થઇ છે એમ નથી. આહાહા.... સમજાણું કાંઇ? સ્વયમ્ પોતાની મેળે, એકલો જ્ઞાનમય, આનંદમય, શાંતિમય પરમાત્મ સ્વરૂપ એને પ્રત્યક્ષ કરવો જોઇએ એનો સ્વભાવ જ પ્રત્યક્ષ થવાનો છે. એની સામું ન જોતાં, વિકલ્પોની જાળને આકુળતા કરતો થકો, કર્તા થાય છે. પણ અહીં તો બહુ બળજોરીથી કર્તા થાય છે, સ્વરૂપમાં છે નહિ. આહાહા! સમજાય છે કાંઇ? આહાહા ! સ્વરૂપ તો જ્ઞાન દર્શન આનંદકંદ પ્રભુ છે, એને ભૂલીને બળજોરીથી ઊંધા પુરુષાર્થથી, બળજોરીથી રાગ ને દયા, દાનના વિકલ્પનો કર્તા થાય છે. ચીમનભાઈ ! આહાહાહા !
(શ્રોતાઃ- બળજોરી કેમ કહે છે, સહજ ટેવ પડી ગઈ છે) એ અજ્ઞાનપણું છે એ કહેશે. એનું અજ્ઞાન છે એ ટેવ પડી ગઈ. આહાહા ! બળજોરીથી એવો શબ્દ વાપર્યો છે ને, વસ્તુ છે નહીં એવી, રાગનો કર્તા થાય એ વસ્તુનું સ્વરૂપ જ નથી. વસ્તુનું સ્વરૂપ તો પ્રત્યક્ષ જ્ઞાનમાં થાય તેવું એનું સ્વરૂપ છે, પણ તેને ભૂલીને, એ દયા, દાન, વ્રત, વિકલ્પ જે ઊઠે છે, એનો બળજોરીથી અજ્ઞાનભાવે સ્વયં કર્તા થાય છે. આહાહાહા ! આવી વાત છે.
ભાવાર્થ:- અજ્ઞાનથી શું શું નથી થતું? આ અહીં વજન છે. જ્યાં સ્વરૂપ ભગવાન પૂર્ણાનંદનો નાથ પ્રભુ, એનું જ્યાં અજ્ઞાન છે ત્યાં શું નથી થતું કહે છે. હરણો ઝાંઝવાના જળ, પાણી જાણી પીવા દોડે છે. હરણો, મૃગલા ઝાંઝવાના જળ જાણી પીવા દોડે છે, અને એ રીતે ખેદખિન્ન થાય છે. આહાહાહા ! અંધારામાં પડેલા દોરડાને સર્પ માનીને માણસો ડરીને ભાગે છે, તેવી જ રીતે આ આત્મા પવનથી ક્ષુબ્ધ થયેલા સમુદ્રની માફક અજ્ઞાનને લીધે, અનેક