________________
૮૬
સમયસાર સિદ્ધિ ભાગ-૫
પ્રવચન નં. ૧૯૫ શ્લોક-૫૮ થી ૬૦
બુધવાર, મહા વદ-૨, તા. ૧૪/૨/’૭૯
છેલ્લો શબ્દ છે થોડો છે ? ‘કર્તા ભવન્તિ’ આંહીં તો વજન શું છે કે શુદ્ધ જ્ઞાનમયાઃ અપિ એમ કહે છે, શુદ્ધજ્ઞાનમય વસ્તુ છે, એમ હોવા છતાં, તો પણ એમ છે ને ? આકુળ વ્યાકુળ થયા થકા આકુળ બનતા થકા જેમ ભાઈ કહ્યું'તું ને કાલ રાત્રે ૩૮ ગાથા (પ્રવચનસાર ) ભૂત ભવિષ્યની પર્યાયો અવિધમાન છે, છતાં જ્ઞાન પ્રત્યક્ષ છે, એ અપેક્ષાએ ભૂતાર્થ છે. આહાહા ! ઝીણી વાત છે. આહાહા... એ ગયા કાળની પયાર્યો ને ભવિષ્યની પર્યાયો થઇને ગઇ, થઈ નથી, એ અપેક્ષાએ તો અસદ્ભુત છે, આહાહા! વર્તમાનમાં નથી એમ છતાં જ્ઞાન પ્રત્યક્ષ છે, આહાહા... જ્ઞાન પ્રત્યક્ષ છે માટે તે ભૂતાર્થ છે. નથી તે પણ છે એમ, ભાઈ આવ્યું ’તું ને ગાથામાં. એમાં એ શબ્દ આવ્યો'તો જ્ઞાન વિષયાત્ ભૂતાર્થ વ્યવહાર જ્ઞાનનો વિષય છે એ પ્રત્યક્ષ. ઓહોહોહો ! શું વાત છે. ગયા કાળની અને ભવિષ્યની વાતું બાપુ માર્ગ ઝીણો બહુ, પછી મારે તો પાછું એમાંથી બીજું કહેવું છે. આહાહા ! ભૂતકાળ અને ભવિષ્ય( કાળ )ની પર્યાય નથી એ તો શુદ્ધ જ્ઞાનમય છે આત્મા. એમાં ભૂત ને ભવિષ્યની પર્યાયો ૫૨માં નથી વર્તમાન, છતાં ભગવાન આત્મા જ્ઞાનમાં પ્રત્યક્ષ કરે છે. નથી તેને પ્રત્યક્ષ કરે છે, તે અપેક્ષાએ તેને છે એમ કહેવામાં આવે છે. આહાહાહા ! ઝીણી વાત છે. ઓહોહો ! અનંત અનંત પર્યાયો વીતી ગઇ અને અનંત અનંત હજી થઇ નથી, વર્તમાનમાં તો નથી પણ એ શુદ્ધજ્ઞાનમય વસ્તુ છે પ્રભુ. આહાહા !
એ જ્ઞાનમય છે અને જ્યાં પ્રગટ જ્ઞાન પૂર્ણ થયું, એ પૂર્ણ જ્ઞાનમય તો છે વસ્તુ એમાં પૂર્ણ જ્ઞાન પ્રગટ થયું પર્યાયમાં, તો નથી તેને પ્રત્યક્ષ કરે છે એમ ગજબ વાત છે ને, જ્ઞાન પચ્ચકખા આવ્યું'તું ને, એને પ્રત્યક્ષ કરે છે. માટે ભૂત-ભવિષ્યની નથી ખરેખર એમ કહેવું છતાં જ્ઞાન પ્રત્યક્ષ કરે છે, માટે છે એમ કહેવું છે. આહાહાહા ! ઝીણી વાત છે. હજી એમાં તો બહા૨ બીજી એક વાત આવી’તી અંદર, કે જે ભૂત ને ભવિષ્યની પર્યાયો વર્તમાનમાં નથી, એને જ્ઞાન પ્રત્યક્ષ કરે માટે છે એમ કહેવું, તો આ પ્રભુ તો એક સમયમાં ભૂતાર્થ આખો, ચીજ છે. આહાહા ! એક સમયમાં આખો ભગવાન ભૂતાર્થ વસ્તુ છે. એને શ્રુતજ્ઞાન પ્રત્યક્ષ કેમ નહિ કરે ? જે પરોક્ષ છે, નથી તેને જ્ઞાન પ્રત્યક્ષ કરીને વર્તમાનવત્ તેને ભૂતાર્થ કહેવાય, આહાહા... સમજાય છે કાંઇ ? આહાહા ! શું પ્રભુની બલિહારી ! એ ય ! આહા... શું એનો સ્વભાવ, શું સંતની કથની. આહાહા ! કહે છે કે ભૂત અને ભવિષ્યની પર્યાય વર્તમાન નથી માટે તેને અમે નથી એમ કહીએ અસદ્ભુત છે પણ જ્ઞાન પ્રત્યક્ષ છે માટે તેને અમે છે એમ કહીએ. આહાહા... જ્ઞાનમાં તો જાણે વર્તમાન ત્યાં છે ભૂત-ભવિષ્યમાં છે તેમ જ્ઞાનમાં જણાય છે. આહાહાહા ! તો પ્રભુ તું તો એક સમયમાં વિધમાન છો, વાત સમજાય છે ? ઓલી તો અવિધમાનને પણ જ્ઞાન પ્રત્યક્ષ કરીને તેને ભૂતાર્થ જાણે છે એમ કહે છે, આહાહા... પ્રભુ તું તો ભૂતાર્થ છો ને એક સમયમાં, ઝીણી વાત છે પ્રભુ, એને શ્રુતજ્ઞાન પ્રત્યક્ષ કેમ ન કરે ? છે તેને પ્રત્યક્ષ કેમ ન કરે ? ઓલું તો નથી તેને પ્રત્યક્ષ કરે છે. ભાઈ ! આહાહાહા ! એવો જ કોઇ જ્ઞાનનો સ્વભાવ, નથી તેને પ્રત્યક્ષ કરે ને ભૂતાર્થ કહેવાય. આહાહાહા !