________________
८४
સમયસાર સિદ્ધિ ભાગ-૫ ન મળે. આહા.. એમ મૃગજળમાં જળની બુદ્ધિ થવાથી “મૃગા: પાતું ધાવન્તિ”—હરણો તેને પીવા દોડે છે. આહાહા... એમ અજ્ઞાનને લીધે “તમસિ રજ્જૈ ભુજગાધ્યાસેન” અંધકારમાં પડેલી દોરડીમાં સર્પનો અધ્યાસ થવાથી, અંધારામાં વળ ખાયેલી દોરડી પડી હોય અંધારું છે તો, એ ય સર્પ છે, અંધારુ હોય ને દોરડી આમ વળ ચઢાવેલી પડી હોય આમ, એ અજ્ઞાનને લીધે અંધારામાં પડેલી દોરડીને સર્પ માનીને ભાગે છે. આહાહા ! અધ્યાસ થવાથી “જના: દ્રવત્તિ” લોકો ભયથી ભાગી જાય છે. એય કહે છે કે અને તેવી અધ્યાસથી “જનાઃ દ્રવત્તિ” લોકો ભયથી ભાગી જાય છે. તેથી અજ્ઞાનને લીધે, એવી જ રીતે અજ્ઞાનને લીધે અમી” એટલે આ જીવો. આહાહા... “વાતોત્તરણાબ્ધિવત્ “પવનથી તરંગવાળા સમુદ્રની માફક, સમુદ્ર ખરેખર તો નિશ્ચળ સ્વરૂપ છે, પણ પવનના નિમિત્તથી તરંગો ઊઠે છે, તેનો એ કર્તા થાય છે, કર્તા એટલે પરિણમે છે એમ. આહાહા!
એ પવનથી તરંગવાળા સમુદ્રની માફક, વિકલ્પોના સમૂહ કરતો, આહાહા.. ભગવાન તો નિર્વિકલ્પ સ્વરૂપ છે. છે? જુઓ કે ન્યાં “શુદ્ધ જ્ઞાનમય: અપિ” વિકલ્પોના સમૂહુ કરતા વિકલ્પો રાગ ને દયા ને દાન ને વ્રત ને ભક્તિ ને પૂજા, કામ ને વિષય ને ભોગને માન ને ક્રોધ ને માયાને લોભ ને રતિ ને અરતિ આહાહાહા... એવા રાગના વિકલ્પના સમૂહને કરતો થકો, જોકે તેઓ શુદ્ધજ્ઞાનમય છે, છે તો પ્રભુ શુદ્ધજ્ઞાનમય ચૈતન્ય એને આત્મા કહીએ, એ વિકલ્પ ઊઠે રાગ એ આત્મા નથી, એ તો અનાત્મા છે. દયા, દાન, વ્રત, ભક્તિનો વિકલ્પ ઊઠે, એ આત્મા નથી, એ તો અણાત્મા છે. આહાહાહા ! સંપ્રદાયમાં તો આવું ચોખ્ખું કરે તો રહેવા દે નહિ, હેં? આંહીં તો મારગ આ છે બાપા! જેને માનવું હોય ઈ માનો. આહાહા ! એક તો મૃગ, મૃગજળમાં જેમ દોડે છે, ભાન વિના, બીજી રીતે અંધકારમાં પડેલી દોરડીને સર્પ માનીને ભાગે છે, ઓલાં
ત્યાં જાય છે પીવા, આ અહીંથી ભાગે છે. સમજાણું? મૃગજળ પીવા મૃગલા દોડે છે, અને દોરડીને અંધકારમાં સર્પ દેખીને ભાગે છે, અજ્ઞાનને લીધે, ત્યાં જળ નથી ને આંહીં સર્પ નથી.
એમ અજ્ઞાનને લીધે, પવનથી તરંગવાળા સમુદ્રની માફક, સમુદ્ર મૂળ તો નિશ્ચળ છે, પણ પવનના નિમિત્તથી તરંગ ઊઠે છે, એ તરંગનો પરિણમન કરનારો સમુદ્ર છે એમ માને છે, એમ ભગવાન આત્મા શુદ્ધ જ્ઞાનઘન પ્રભુ, સ્વયં જ્ઞાનપણું હોવાથી – પણું છે ને શુદ્ધજ્ઞાનમય છે પાછું એવું, અશુદ્ધેય નહિ. એ તો શુદ્ધ-જ્ઞાનમય પ્રભુ છે, “શુદ્ધજ્ઞાનમયાઃ” છે ને? શુદ્ધ જ્ઞાનવાળો ય નહિ, શુદ્ધજ્ઞાનમય છે. આહાહા! શુદ્ધજ્ઞાનમય હોવા છતાં, તો પણ “આકુળાઃ” આકુળ બનતા થકા શેને લઈને વિકલ્પના સમૂહ કરતા થકા. એ શુભ કે અશુભ રાગનો કર્તા થઈને આકુળતા કરે છે. આહાહાહા! આવું ક્યાં મળે? આમ દયા પાળે, વ્રત કરે, અપવાસ કરે, મહિનાના અપવાસ કરે, અમારે બલુભાઈ નહોતા, એમણે વર્ષીતપ કર્યું'તું. બલુભાઈ છે ને? ગયાને હમણાં, હમણાં વેચી નાખ્યું બધું, વીસ લાખ રૂપિયા રાખ્યા બચત, સિત્તેર લાખ વેચ્યા. પચાસ લાખ કોકના હતા તે આપી દીધા. વર્ષીતપ કર્યું'તું લાંઘણું કરી 'તી કીધું આ બધી. આ વર્ષીતપ કેવા? આત્મા આનંદમય જ્ઞાનમય છે એનું તો ભાન નથી અને આ અપવાસ કર્યો એ રાગનો વિકલ્પ ઉઠયો એનો કર્તા થાય છે, અને વસ્તુ મેં છોડી, મેં આહાર છોડયો એ કે દિ' ગ્રહ્યો'તો, પકડયો'તો કે દિ' તે છોડે. આહાહા ! આહારના રજકણો કે દિ’ આત્માના હતા તે