________________
શ્લોક-૫૮ છોડે? પરના ગ્રહણ ત્યાગથી તો રહિત પ્રભુ છે. આહાહા ! એને ઠેકાણે પરનો મેં ત્યાગ કર્યો, અને મેં તે અપવાસને ગ્રહણ કર્યું. અપવાસનો અર્થ વિકલ્પ ત્યાં છે રાગ. આહાહાહા! મિથ્યાત્વ છે. અને માને કે મેં વર્ષીતપ કર્યો શું કહેવું આમાં? એ અજ્ઞાનને લીધે આકુળા: આકુળ બનતા થકા વિકલ્પના સમૂહને કરતા થકા આકુળ બનતા થકા એમ કહે છે, “સ્વયમ્' પોતાની મેળે એટલે કે કોઈ કર્મને લઈને કે પરને લઈને એમ નહિ, “સ્વયમ્' પોતાની મેળે “કáભવન્તિ” આનો અર્થ કર્યો છે, કળશ ટીકામાં, કળશ ટીકા છે ને આ, કેટલામું છે? ૫૮ બળજોરી કીધી છે ત્યાં, એવો અર્થ લીધો છે, કર્ણીભવન્તિ, પંડિતજી? કન્રભવન્તિ બળજોરીથી એ કર્તા થાય છે.
વસ્તુ તો જ્ઞાનઆનંદ, જ્ઞાનસ્વરૂપ છે. એને ઉંધુ માનીને બળજોરીથી રાગ મારો છે, એમ કર્તા થાય છે. આહાહાહા ! કહો આવું છે, કહો સાંભળ્યું કે નહિ મલકચંદભાઈ ! આ તમારો ન્યાલ તો સાંભળવા ય આવતો નથી, રાગમાં ગરી ગયો છે અંદર. દીકરો નથી, દિકરી એક હતી પરણાવી ને પાંચ કરોડ રૂપિયા છે, ચાર ઉપર થયા હશે હવે તો, પંચાવન છપ્પન વર્ષની ઉંમર છે, ગરી ગયો ન્યાં ને ત્યાં ધંધામાં, છોકરો નથી, દિકરી હતી-નવરો થાતો નથી કોઈ દિ' બાર મહિને પંદર દિ’ મહિનો સાંભળવું એ ત્યાં ફોટો રાખે ને જરી પૂજા આરતી કરે થઈ ગયો, થઈ ગયો, ધર્મ. એ મલકચંદભાઈ ! જાઓ ને ઓલો હસમુખ આવ્યો'તો આજ. હસમુખ નથી આવ્યો, પાંચ લાખ રૂપિયા બે ત્રણ લાખની પેદાશ, પોતાની દુકાન મુંબઈની લોઢાની, બોટાદ અમારે ગાંધી છે એ છોકરો બેંતાલીસ વર્ષની ઉંમરે છોડ્યું, ૪૪ થયા હશે. બેંતાલીસ વર્ષની ઉંમર ભાઈઓને ભેગા રાખ્યા, પોતે, દુકાન પોતે કરી બે ત્રણ લાખની પેદાશ, ભાઈ હવે મારે દુકાનમાં નહિ આવું હવે, મારે હવે આ પાપમાં, હવે મારે મારું કરવું છે. હું હવે દુકાને નહિ આવું, ભાઈયુએ તો વાંધો લીધા, દુકાન તમારી અમને સોંપો, ભાઈ ગમે તેમ માને–તેના બાપે ય વિરોધ કર્યો ભાઈ આપણે ત્રણ ભાઈ છીએ ને ભલે મેં કર્યું પણ મને ત્રીજો ભાગ નહિ ચોથો ભાગ આપો, પણ હું (મને) હવે દુકાનથી છોડી દયો, દુકાને નહિ આવું. આંહીં આવે છે શનિવાર, રવિવાર તો કાયમ આવે. કાયમ, મોટર લઈને આવે. આહાહા ! તે શું ભાઈયુએ પાંચ લાખ આપ્યા. બસ એ કાંઈ બોલ્યા નહિ કાંઈ, કે આટલું કર્યું આટલી પેદાશ છે ને બસ મારે તો છોકરો છે, તેર બાર વરસનો, છોડી તેર વરસની પાંચ લાખનું એક મહિને પાંચ હજાર વ્યાજ આવે એ આ બધું ખર્ચી નાખે ધર્મના નામે, રાખે નહિ. આહાહા ! શાસ્ત્રો ઓછા ખર્ચે આપે, શાસ્ત્રો વહેંચે લઈને, આ બેનના પુસ્તકો લઈને ઘણાં વહેંચ્યા મફત, ગામમાં, બોટાદમાં, ભાવનગરમાં આંહીં પૈસા બધા એમાં ખર્ચે (કહે છે).
થઈ રહ્યું કહી આખો દિ' આ કરી કરીને જાવું છે ક્યાં હવે તારે? શું જઈશ, આ પાપ કરીને ઢોરમાં જઈશ. ધર્મ છે નહિ, સમકિત છે નહિ તેમ ચાર કલાક દરરોજ શાસ્ત્ર વાંચન સાચાં હો, ખોટા શાસ્ત્રો વાંચે તો તેને કોને કુગુરુનો સંગ કરે તો એ તો એનું એ જ છે પાછું, સાચો સંગ જે કરે ને બે ચાર કલાક વાંચન, દાન કરે તોય પુણ્ય બાંધે તો એ સ્વર્ગમાં જાય, સમજાણું? રામજીભાઈ જેવા એ સ્વર્ગમાં જવાના. આહા... સમજાણું કાંઈ ? આ તો આખો દિ' પૈસા ભેગા કરે બે કરોડ થયા ને પાંચ કરોડ થયા ને ધૂળ કરોડ થયા, શું છે પણ હવે, એ આગળ કહેશે બળજોરીથી એનો વિશેષ અર્થ આવશે.
(શ્રોતા – પ્રમાણ વચન ગુરુદેવ.)