________________
શ્લોક ૫૯
૯૩ સ્વચ્છતા, અતીન્દ્રિય કર્તા કર્મ આદિ, અતીન્દ્રિય ગુણોનો પિંડ પ્રભુ, તેને ધર્મી જીવ, રાગ ને પાણી જેમ જાણી ને જુદું પાડી, હંસલો જેમ પાણી અને દૂધને જાદા પાડે, એમ ધર્મી એને કહીએ કે રાગ ને પાણી જેમ જાણી જુદા પાડી ને આત્માના આનંદને જુદો અનુભવે, એનો આશ્રય ત્યે, તેમાં આરૂઢ થાય. આહાહા ! આ બધી વાતું અંતરની હવે. છે? અચળ ચૈતન્યધાતુમાં અને તે પણ સદા, જેમ એ ત્રિકાળી ચીજ સદાય છે, તેમ વર્તમાન પર્યાયમાં પણ સદા અંદર સન્મુખ થયો થકો, આરૂઢ થયો થકો, વર્તમાનમાં સદાય આશ્રય લેતો થકો, રાગનો આશ્રય છોડીને. આહાહા !
જાનીત' માત્ર “જાણે જ છે, આહાહા... રાગેય આવે એને, પણ તે ચૈતન્યસ્વરૂપમાં સન્મુખને આશ્રય લેતો સ્વને જાણે છે, તેમ રાગ છે પર, એમ એને જાણે. રાગ મારી ક્રિયા ને મારું સ્વરૂપ છે. એમ જ્ઞાની જાણે નહિ. આહાહાહા ! એકએક કળશમાં કેટલી વાત ભરી છે. દિગંબર સંતો એક ગાથા. એક કળશ, ઓહોહો ! આ તો શાંતિના કામ છે બાપા! શાંતિભાઈ ! શાંતિના કામ છે આ. પ્રભુ તો અકષાય શાંતિનો સાગર છે ને પ્રભુ આત્મા તો, અને રાગ છે તે અશાંતિ ને આકુળતા ને દુઃખ છે. આહાહા... તેથી સમ્યગ્દષ્ટિ ભેદજ્ઞાની, એ રાગની આકુળતાથી ભિન્ન પ્રભુ મારું સ્વરૂપ છે, તેનો આશ્રય લઈને તેમાં રહેતો થકો રાગને અને સ્વને જાણે છે. રાગ પર છે તેને પર તરીકે જાણે, આત્મા શુદ્ધ ચૈતન્યઆનંદ છે તેને સ્વ તરીકે જાણે, આનું નામ સમકિતી અને ધર્મી કહેવાય, બાકી બધા થોથાં છે. આહા... વીતરાગ મારગ આ છે. આહાહા!
માત્ર એમ છે ને? “જાનીત એવ હિ” એમ છે ને? જાણે જ છે, એમ “એવ” એટલે, માત્ર તેથી કહ્યું છે. માત્ર એટલે જાણે જ છે, “જાનીત એવ હી” જાણે જ છે, આહાહા... પ્રભુ આત્માનો સ્વભાવ તો જ્ઞાનમય આનંદ છે ને! એમ જેને ભાન થયું તે તો રાગને ફક્ત માત્ર જાણે જ છે, પર જ્ઞાતા દેખા તરીકે જાણે છે, રાગ મારો છે એમ અજ્ઞાની માને છે મિથ્યાષ્ટિ, એ વ્યવહાર રાગને પોતાનો (નથી) માનતો. જેને વ્યવહાર રાગ કહે એ દયા, દાન, વ્રત, ભક્તિ. દેવ, ગુરુ, શાસ્ત્ર શ્રદ્ધાનો રાગ એ રાગથી ભિન્ન ભગવાન આત્માને ધર્મી જાણે છે, અજ્ઞાની રાગથી મને લાભ થશે ને ધર્મ થશે ને, મિથ્યાદેષ્ટિ એમ માને છે. આહાહા!
કિચ્ચન અપિ ન કરોતિ” ઓલું “કસ્ત્ર ભવન્તિ” હતું ને ઓલામાં ત્યારે જ્ઞાની ધર્મી કાંઇ પણ કરતો નથી, કાંઇ પણ કરતો નથી એટલે? રાગને પોતામાં કાંઇ પણ કરતો નથી, એમ ન્યાં તો અકર્તા રહે છે, કર્તા થતો (નથી) એમ રાગથી ભિન્ન પોતાને જાણે છે, એવું કરે છે. સમજાણું કાંઇ? કાંઇ કરતો નથી એટલે? રાગને કાંઈ કરતો નથી, રાગ મારા છે એમ ધર્મી કરતો નથી.
અરે આવો મનુષ્યભવ અનંત કાળે (મળ્યો) એની એક એક પળ બાપા આવી કિંમતી, છ ઢાળામાં તો એમ કહ્યું ને નિગોદમાંથી નીકળતા ઇયળ થાય, ઇયળ એ ત્રસપણું પામે તો એ ચિંતામણિ રતન, નિગોદમાં જીવ અનંત કાળ ન્યાં રહ્યો છે, ભાઈ અનંત કાળ ન્યાં ગાળ્યો બાપા, એમાંથી કહે છે ત્રસ ઇયળ થાય તોય પણ ચિંતામણિ પામ્યો છે, એમાં વળી મનુષ્ય થાય, એમાં વળી આર્યકુળે અવતાર થાય, એમાં શરીર નિરોગ રહે, એમાં જૈન વાણી સાંભળવા મળે. આહાહા ! બહુ દુર્લભ બાપુ, બહુ દુર્લભ. અને સાંભળવા મળતા પછી શ્રદ્ધા થાય, એ તો બહુ દુર્લભ. આહાહા! બોધિ દુર્લભ આવે છે ને? “કિંચન અપિ ન કરોતિ” ધર્મી જીવ રાગને