________________
શ્લોક-૫૮
८७
એ જૂદું નથી હોં, છે નથી તેને છે કહેવું એ જાઠું નથી, કઇ અપેક્ષાએ જ્ઞાનનો પ્રત્યક્ષ વિષય થાય છે એ અપેક્ષાએ, સંસ્કૃતમાં એ શબ્દ છે. જ્ઞાન વિષયત્વાત્ ભૂતાર્થત્વાત્ ગજબ વાત છે, ભાઈ એમ પ્રભુ તું તો એક સમયમાં વિધમાન પદાર્થ છો ને આખો, છે ને એને નથી એમ નહિ, છે આખો. આહાહા ! એને વર્તમાન ભાવશ્રુતજ્ઞાન ‘છે’ તેને પ્રત્યક્ષ કરે એ તો એનો સ્વભાવ છે. પ્રત્યક્ષ પ્રકાશ, પ્રકાશ શક્તિ આવે છે ને ? ઓહોહો ! શું સંધિ. આહાહા... એમાં પ્રત્યક્ષ થવું એવો તેનામાં ગુણ છે કહે છે, સંવેદનમાં જ્ઞાનમાં વેદનમાં પ્રત્યક્ષ થવું એવો તો એનામાં ગુણ એમાં ગુણ છે. આહાહા ! અરે રામજીભાઈ ન મળે આજ, જુદી વાત છે આ. સમજાણું કાંઇ ?
જ્યાં પ્રભુ એક સમયમાં, એક સમયમાં હોં ભવિષ્ય રહેશે ને ભૂતકાળ હતો ને, અહીં તો વર્તમાનમાં જ ભૂતાર્થ છે. ભાઈ ! એક સમયમાં છતો પદાર્થ પ્રભુ છે. આહાહા... એને પ્રત્યક્ષ સ્વભાવ એનો થાય એવો સ્વભાવ છે, ભૂતાર્થ છે અને એનો પ્રત્યક્ષ થવો એવો એનો સ્વભાવ છે, પણ કોને ? શ્રુતજ્ઞાનને. શ્રુતજ્ઞાનમાં એ છે એ પ્રત્યક્ષ થાય તેવો એનો સ્વભાવ છે જ્ઞાનનો, આહાહાહા ! ( શ્રોતાઃ- અવધિ, મન:પર્યયમાં આ લાગુ થાય ) નહિ, નહિ, નહિ, અવધિ, મન:પર્યય નહીં, તેથી શ્રુત કહ્યું ને? એ ૫૨ની અપેક્ષાએ. સમજાણું કાંઇ? એ તો ૫૨ને જાણવામાં, ૫૨ની અપેક્ષા રાગની ત્યાં નથી ને સીધું જાણે એ અપેક્ષાએ. પણ એ તો ૫૨ની અપેક્ષાએ સાધક જે શ્રુતજ્ઞાન છે એમાં સ્વ-સ્વરૂપ પોતે પ્રત્યક્ષ થાય એવું તો એનું સ્વરૂપ છે. આહાહાહાહા... આવી વાત છે પ્રભુ ! ઓહોહો ! શું પ્રભુની વાણી !
(શ્રોતાઃ- શ્રુતજ્ઞાનની બલિહારી કે આત્માની બલિહારી ) શ્રુતજ્ઞાનની બલિહારી. આ આત્માની બલિહારી તો એનામાં હોય પણ જાણી ત્યારે ને ? ભાઈ. એમાં છે બલિહારી પણ જાણી ત્યા૨ે ને ? જાણ્યા વિના... આહાહા ! ઝીણી વાત છે ભાઈ બહુ. ઓહોહો !
જ્યાં વસ્તુ નથી તેને જ્ઞાનની અપેક્ષાએ ભૂતાર્થ કહેવી, તો પ્રભુ તો ભૂતાર્થ છે એક સમયમાં આખો પ૨માત્મ સ્વરૂપ નિજ ૫૨માત્મ દ્રવ્ય શુદ્ધ પારિણામિક ૫૨મ ભાવ લક્ષણ નિજ પ૨માત્મ દ્રવ્ય, સકળ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય ! ભાષા આવી, જીઓ આવી ને ? આહાહા ! ભગવાન આત્મા જે વસ્તુ છે, એ તો સકળ નિ૨ાવ૨ણ અખંડ એક ચીજ ત્યાં પડી છે. પ્રત્યક્ષ પ્રતિભાસમય શબ્દ ત્યાં વાપર્યો છે. ભાઈ ! પછી તો અવિનશ્વર છે ને એ તો ધ્રુવપણામાં પણ આંહીં તો, આંહીં વજન આંહીં છે. આહાહા ! પ્રત્યક્ષ પ્રતિભાસમય એનું સ્વરૂપ જ એવું છે, કે શ્રુતજ્ઞાનમાં પ્રત્યક્ષ ભાસ આખો થાય. દેવીલાલજી ! ( શ્રોતાઃ- બરોબર છે ૫૨મ સત્ય ) આહાહા !
ભગવાનના વિરહ પડયા, ભગવાન તો આમ વાત કહીને ગયા, આહાહા... ભાઈ, તું ભૂતાર્થ ચીજ છો કે નહિ ? જે અભૂતાર્થને પણ પ્રત્યક્ષ કરીને ભૂતાર્થ કહેવું. આહાહાહા ! ભૂત ને ભવિષ્ય પર્યાય નથી તેને જ્ઞાન પ્રત્યક્ષ કરે, માટે ‘છે’ એમ કહેવું,તું તો ‘છે’ ને પ્રભુ આખો ! ઝીણી વાત છે ભાઈ. આ વાત પહેલી જ આવી છે. ( શ્રોતાઃ– ઘણો જ સૂક્ષમ ન્યાય આપ્યો ) આહાહા... ન્યાય છે.
જ
જે નથી તેને જ્ઞાન પ્રત્યક્ષ કરીને ભૂતાર્થ કહે એને, અને આ પ્રભુ તો એક સમયમાં પૂરો પડયો છે પ્રભુ ! આહાહાહા ! અને એ પણ ૧૪૪ માં છે ને ૧૪૪ ( ગાથા ) માં મતિ શ્રુતમાં