________________
૮૨
સમયસાર સિદ્ધિ ભાગ-૫ તો એને ખબર નથી, એટલે ક્યાંક મારાપણું માનવું તો પડશે. આહાહાહા... પોતે શુદ્ધ અસ્તિત્વ પોતાનું હોવાપણું શુદ્ધ ચૈતન્યનું અસ્તિત્વ છે એટલે એવું હોવાપણાનું જ્યાં જ્ઞાન નથી તો કયાંક હોવાપણે પોતે છે એમ માનવું તો પડશે ને? તે રાગને પોતાના સ્વરૂપની સાથે અભાનથી એકાકાર કરીને રાગ એ મારો છે એમ કહી એ રાગનો સ્વાદ લ્યે છે. આહાહાહા !
,,
અમારે હીરાલાલજી મહા૨ાજ બિચારા હતા તેણે આ વાત સાંભળી નહોતી, એ બસ ૫૨ની અહિંસા એવં તું નાણીનો સારું, બહુ કષાય મંદ હતા, ગંભીર હતા જોયા’તા તમે ભાઈ ? હીરાજી મહા૨ાજ તે ૭૧માં હતું ચોમાસું. આમ બોલે કે ભાઈ ભગવાનનો મારગ “એવં તુ નાણીને, જ્ઞાનીનો એ સાર છે કે “ એવં તું નાણીનો સારું જ નો હિંસઈ કિંચમ્ ” કોઈપણ પ્રાણીને મા૨વો નહિ, અહિંસા સમયેવં ચૈવ, એ બીજા જીવને ન મા૨વો એવો જે અહિંસા ભાવ, એ જ સિદ્ધાંતનો સાર, તદ્દન ખોટું હજા૨ બબે હજાર માણસ હોય, બહુ ગંભીર હતા અને બોલે તે શાંત, હાથમાં પૂઠું રાખે ને સ્થાનકવાસીમાં “એવં તું નાણીનો સારું જ ન હિંસઈ કિંચિત્” ૫૨ને કંઈ ન મારો, પોતાને ન મારો (એ ) વાત ન કરે, રાગ મારો માન્યો એ પોતાને મારી નાખ્યો છે, તેં ? વાત જ નહોતી. તમારા બાપ પાસે સાંભળી નહોતી, બાપ તો ભગત હતા શ્રીમદ્નાં ( આ તત્ત્વ ) નહોતું ઈ વખતે.
હીરાજી મહારાજ તો સ્થાનકવાસીના હીરા એટલા હીર બાકી સુતરના ફાળકા, એવા હતા, ત્યારે મેં દીક્ષા લીધેલી ને, કાંઈ બીજા બધાને જોઈને, મા૨વાડ જોઈ આવ્યો'તો હું, દીક્ષા લેવા પહેલાં મારવાડમાં ગયો'તો જોયું. પણ આની તે દિ' તો કાંઈ ખબર ન મળે કાંઈ, એટલે આમ બીજા કરતા બહુ ઓલા લાગ્યાં એટલે કીધું આની પાસે દીક્ષા લ્યો, વાત આટલી “એવં તું નાણીનો સારું, જ ન હિંસઈ કિંચન ” ૫૨ને પોતાને અહિંસા રાખવી, રાગથી હિંસા થાય છે, એની તો ખબરે ય નહીં. પરની દયા પાળવાનો ભાવ તો રાગ છે, અને રાગ એ પોતાની હિંસા છે. અ૨૨૨ ! આવી વાતું છે. અને રાગ એ ૫૨ વસ્તુ છે, અને એ રાગ મારું કર્તવ્ય છે એમ આત્માની સાથે ભિન્નતાને ભેળવીને કર્તા થાય છે. આહાહાહા ! એકાકા૨૫ણે ૨ાગાદિમાં વર્તે છે.
જેમ શિખંડનો ગૃદ્ધી માણસ સ્વાદભેદ નહિ પારખતાં, સ્વાદને પોતાનો સ્વાદ જાણે છે. અજ્ઞાની જીવ શિખંડના સ્વાદમાં દૂધનો જાણે, અજ્ઞાની જીવ સ્વ-૫૨નો ભેળસેળ જુઓ આ અપેક્ષાએ ભેળસેળનો અર્થ એવો નથી કે થોડો આનંદ લે, સ્વઆત્માથી રાગ ભિન્ન છે, એને ભેળસેળ કરે છે. એને ભેગો કરે છે એમ. આહાહા ! એ ૫૭ થઈ.
અહીં તો વ્યવહા૨૨ત્નત્રય નિશ્ચયનું કારણ તો નથી એટલે વ્યવહા૨૨ત્નત્રય તો દ્રવ્યમાં નથી પણ નિશ્ચયરત્નત્રય પણ એમાં નથી. એ પર્યાય ઉ૫૨-ઉ૫૨ટપકે છે, અંદર પેસતી નથી. દ્રવ્ય ઉ૫૨ પર્યાય તરે છે. પર્યાય દ્રવ્યમાં પેસતી નથી. આહા... હા ! શું વાણી !! દિગંબર સંતોની વાણી સાક્ષાત્ પરમાત્માની વાણી છે. એ વાણી ( બીજે ) ક્યાંય મળે એવી નથી. અને જેના ઘરમાં છે એને ય હજી ખબરું ય ન મળે.
(પ્રવચન નવનીત ભાગ-૨, પેઈજ નં. ૩૦૩, નિયમસાર શ્લોક-૧૧૯ )