________________
૮O
સમયસાર સિદ્ધિ ભાગ-૫ જાણે છે. આહાહાહા... આવી વાતું. નવું સાંભળવા મળતું ન હોય એને બિચારાને એમ તો લાગે આ તે ધર્મ, આવો ધર્મ કેવો આ? બાપુ આ જૈન ધર્મ આવો છે. જૈન ધર્મ વીતરાગ ભાવથી થાય છે. વીતરાગ સ્વરૂપ આત્મા છે તેને આશ્રયે જેટલો વીતરાગભાવ થયો તેટલો જૈન ધર્મ છે, અને એમાં જેટલો રાગ આવ્યો એ જૈન ધર્મ નથી, પણ તેનો સ્વાદ કલુષિત, દુઃખ છે એમ જ્ઞાનીને બેય ના સ્વાદની ભિન્નતાનું ભાન છે. આહાહાહા ! હવે આવું છે, કોક કહે આવું કાઢયું ક્યાંથી? અમે તો આવું સાંઈઠ વરસમાં સાંભળતા નહોતા, હેં? ક્યાંથી કાઢે બાપા? આંહી તો ભગવાન નો મારગ આ જ છે, અનાદિનો આ છે, તને સાંભળવા મળ્યું ન હોય માટે નવો લાગે. આહાહાહા !
હાથીને ઘાસના ને સુંદર આહારના ભિન્ન સ્વાદનું ભાન નથી એમ અજ્ઞાનીને પુદ્ગલકર્મના અને પોતાના ભિન્ન સ્વાદનું ભાન નથી. ભલે રાગ આવે, સ્વાદ આવે, પણ એ સ્વાદ ભિન્ન છે ને આનંદનો સ્વાદ મારો ભિન્ન છે, એમ બેયના સ્વાદની ભિન્નતાને જાણે છે. આહાહા!
જ્યાં સુધી વીતરાગ ન થાય ત્યાં સુધી જ્ઞાનીને પણ રાગનો સ્વાદ આવે અને આનંદનો સ્વાદેય આવે, પણ એ આનંદનો સ્વાદ એ આત્માનો છે, રાગનો સ્વાદ તે પર છે, એવા સ્વાદ બેની વચ્ચેની ભિન્નતાનું ભાન છે. આહાહાહા! (શ્રોતા-સ્વાદ ભેગો આવે કે જુદો જુદો આવે) એ ભિન્ન જાણે બેયને, એક સમયે આવે બે ય ભેગા, પણ જાણે ભિન્ન. આહાહાહા ! ઘઉં ને કાંકરા, આંહીં સાકર ખાતો હોય ને એમાં કોઈ ચિરોડીનો કટકો આવી ગયો હોય જરીક, ખ્યાલમાં આવે છે કે નહિ આ ભિન્ન છે? ચિરોડી ચિરોડી આવેને સાકર વચ્ચે કટકો તદ્દન આમ ભિન્ન છે તે કાઢી નાખે, એમ જ્ઞાનીને પોતાના આત્માનો સ્વાદ છે, એ નિજનો, અને રાગ છે એ પરનો સ્વાદ છે પણ એ પરનો છે અને આ સ્વાદ મારો છે એમ ભિન્ન જાણે છે. અજ્ઞાનીને રાગનો સ્વાદ મારો છે એમ અભિન્ન ભેળસેળ કરીને જાણે છે. આહાહાહા!
આવું સ્વરૂપ છે. જતીશભાઈ ! હવે આ બધા પંડિતોને આકરું પડે છે. સાધુ થઈને ફરે છે મોટા, બાપુ આ તો મારગ હિતના છે પ્રભુ, તને દુઃખ લાગે અને તે માનેલી વાતને ધક્કો લાગતો હોય પણ પ્રભુ મારગ તો આ છે. આહા ! આત્માના અંતરના અનુભવના સ્વાદ વિના જે કાંઈ ક્રિયામાં રાગાદિ થાય એને એ પોતે જ માને છે પોતાનો એ રાગનો એ સ્વાદ જ મારો ધર્મ છે, મિથ્યાષ્ટિ છે. આહાહાહા ! પણ જ્યારે આત્મદર્શન થયું આત્મજ્ઞાન થયું, આત્મજ્ઞાન થયું, આત્મજ્ઞાન એટલે નિમિત્તનું નહિ, રાગનું નહિ, પર્યાયનું નહિ, આત્મવસ્તુ દ્રવ્ય છે તેનું જ્ઞાન થયું, ત્યારે તેનો સ્વાદ કોઈ બીજી જાતનો અનંત કાળમાં નહિ આવ્યો એવો આવે, એ કાલે આવ્યું'તું ને કાલ, કાલ આવ્યું'તું ને, અત્યંત મધુર જેનો ચૈતન્યરસ, તે જ જેનો એક રસ છે, કાલ આવ્યું'તું. આહાહાહા !
અનાદિ અનંત પ્રભુ ભગવાન એનો અત્યંત મધુર રસ, ચૈતન્ય રસ છે. આહાહાહા ! એવા રસને ન જાણતો અને તેનો અનાદર કરતો, જે રાગ તે આનંદ રસથી, આનંદ સ્વરૂપથી ભિન્ન છે, તે રાગને પોતામાં ભેળસેળ કરીને સ્વાદ લેતો, અજ્ઞાની ઢોર જેવો છે એ કહે છે, જેમ ઘાસ ને ચુરમું ભેગું કરીને ખાય. આહાહાહા! જુઓ આ કરુણા વીતરાગની ને સંતોની આ કરુણા છે, ભાઈ તું ભૂલી ગયો પ્રભુ, ધે રસ્તે ચડી ગયો તું ભાઈ ? જે તારામાં નથી એ રાગ