________________
७८
સમયસાર સિદ્ધિ ભાગ-૫ સ્વરૂપ પ્રભુથી રાગ છે જુદો. આહાહાહા ! છતાં ભેળસેળ કરે છે. જુદા ને ભેળસેળ એટલે પોતાના માની, સ્વરૂપના અજ્ઞાનને લઈને, એ રાગનો કર્તા થાય છે, છે ને રાગ કરે છે. રાગનો અને પોતાનો ભેળસેળ સ્વાદ લ્ય છે, ભેળસેળ એટલે? આત્માનો થોડો સ્વાદ અને રાગનો એમ નહિ, પણ જે રાગ જુદો છે, વસ્તુ જુદી છે, એમ ન જાણતાં, રાગને પોતાનો માની, ભેળસેળ રાગનો સ્વાદ લે છે. આહાહાહા !
“અસૌતે, “દધીક્ષમધુરામ્ફરસાતિગૃદ્ધયા” દહીં ને ખાંડના, શિખંડના ખાટા મીઠા રસની અતિ લોલુપતા, શિખંડ છે ખાટો અને મીઠો, દહીં છે ખાટું, ખાંડ છે ગળી મીઠી, એવી ખાટામીઠા રસની અતિ લોલુપતાથી, “રસાલમ્ પીવા” શિખંડને પીતા છતાં પોતેજ ગાયના દૂધને પીવે એવું માને, ભાન નથી ને એટલે હું ગાયનું દૂધ પીવું છું, ખરેખર દારૂ પીધેલો હોય અને એ શિખંડને ચાખે તો એને ગાયના દૂધ જેવું લાગે, ખાટો-મીઠો સ્વાદ ન લાગે. સમજાણું? દારૂ પીધો હોય તે, એમ જેણે મિથ્યાત્વનો મોહનો દારૂ પીધો છે, એને રાગનો સ્વાદ પોતાનો છે એમ માને છે એ. આહા! અને એ રાગના સ્વાદને પોતાનો સ્વાદ માને છે. એ શિખંડને પિતા જેમ દૂધ પીવું છું એમ માને છે, એમ રાગ કર્તા જાણે મારો છે રાગ એમ કરીને રાગનો સ્વાદ લઈને કર્તા થાય છે.
બહુ કામ (આકરૂં) આવો મારગ છે આ તો ત્યાં તો આખો દિ' આ કરો ને ઇચ્છામિ કરો ને તસ્સ ઉત્તરિ કરો ને સામાયિક કરો ને પોહા કરો ને પડિકમ્મણી કરો ને, હતું કે દિ' સામાયિકમાં. સમ્યગ્દર્શનની હજી ખબર નથી. આહાહા ! એ વિકલ્પ ઊઠે છે તેનો કર્તા થાય ત્યાં તો હજી મિથ્યાષ્ટિ છે, એને સામાયિક કેવી ને પોહો કેવો ને પડિક—ણા કેવા? આકરું કામ છે.
આંહીં કહે છે કે એ શીખંડને પીનાર પણ એના વૃદ્ધિને લઈને ખાટા મીઠાશની એને ખબર નથી રહેતી, જાણે દૂધ પીઉં છું, એમ સ્વરૂપના અજ્ઞાનને લીધે, મિથ્યાત્વના જોરને લઈને-રાગનો સ્વાદ તે મારો છે એમ માને છે અને જે રાગ ભિન્ન છે અને આત્મા હારે ભેળવીને સ્વાદ લ્ય છે રાગનો એમ. આત્માનો સ્વાદ ને રાગનો સ્વાદ એમ ભેળસેળ નહિ, પણ રાગ ભિન્ન છે. એને આત્મા સાથે ભેળવીને એટલે ભેળસેળ રાગ લે છે એમ. આહાહા ! આવું કયાંય સાંભળવા મળતું નથી. સંપ્રદાયમાં છે જ નહિ, આહા.... આકરું કામ બહુ બાપુ! વીતરાગ માર્ગ! અને એને જાણ્યા વિના મનુષ્યના ભવો અફળ જાશે. આહા!
બહારથી ભલે તે બહુ ક્રિયા કરતો હોય એટલે બહારમાં વખણાતો હોય પણ એ રાગનો વિકલ્પ છે, એ સ્વરૂપથી ભિન્ન છે એને ભેળસેળમાં પોતામાં ભેળવીને સ્વાદ લ્ય છે. આહાહાહાહા! ભાષા તો સમજાય એવી છે. ભાવ તો કઠણ છે પ્રભુ, આહા... સમજાય છે આમાં? એમ માનનાર પુરુષના જેવો છે, પોતે ગાયનું દૂધ પીતો હોય એમ લાગે એને, ઓલામાં એમ લીધું ભાઈ “સમયસાર નાટકમાં એમ કે દારૂ પીધો છે એ જો શીખંડ ખાય તો એને દૂધ જેવું લાગે એવો આનો અર્થ કર્યો છે આમાં. “સમયસાર નાટક” બનારસીદાસ.
એમ અહીંયા જેણે ભગવાન અતીન્દ્રિય આનંદ ને જ્ઞાનની મૂર્તિ છે, એનું જેને જ્ઞાન નથી, એની જેને પિછાન નથી, તેના અજ્ઞાનને લીધે, રાગની ક્રિયા છે એ તદ્દન ભિન્ન સ્વભાવથી છે, ભિન્ન છે તેને ભેળસેળ કરી, મારો છે કરીને એનો સ્વાદ લ્ય છે. આહાહા ! આવો મારગ છે.