________________
શ્લોક-પ૭ અજ્ઞાનને લીધે, સમજાય છે કાંઈ? છે તો શુદ્ધ જ્ઞાન ને આનંદકંદ પ્રભુ! રાગ ને શરીર ને કર્મરૂપી આત્મા છે જ નહિ. આહાહા! આવો હોવા છતાં, અજ્ઞાનને લીધે, એ શુદ્ધ વિજ્ઞાનઘન છે એવા ભાન વિના, અજ્ઞાનને લીધે, આહાહા.. જેને શુદ્ધ વિજ્ઞાનઘન છે એના અસ્તિત્વનો જેને સ્વીકાર નથી થયો. આહા! હું એક વિજ્ઞાન ચૈતન્ય બિંબ પ્રભુ, એવો જેને સ્વીકાર થયો નથી તે જીવ, એવો હોવા છતાં, અજ્ઞાનને લીધે એ શુદ્ધ ચૈતન્યસ્વરૂપના અભાન ને અજ્ઞાનને લીધે “જે જીવ ઘાસ સાથે ભેળસેળ સુંદર આહારને ખાનારા હાથીની માફક તિર્યંચ હાથી આદિની માફક હાથીને ચુરમું આપો તો પણ તે ઘાસ સાથે ભેગું ભેળવીને ખાય. હાથી આદિને, ઘાસની હારે ચુરમું આપ્યું હોય તો ઘાસના પુળામાં ભેળવી ચુરમું ખાય, ભાન નથી કે આ ચુરમું જુદી ચીજ છે, અને ઘાસ જુદી-ચીજ છે. હાથી આદિ અહીં શબ્દ લીધા છે હોં, બધા તિર્યંચની માફક, આહા.. આ મિંદડા, મિંદડી હોય છે ને ! વિષ્ટા હોય ને એમાં પેંડો પડ્યો હોય, એ બેય ભેગું થઈને ખાય, સિંદડા છે, ગાયું, ભેંસ બહાર વિષ્ટા હોય એને ખાવા જાય એમાં કયાંક પડ્યો હોય કોઈ પકવાનનો થોડો ભાગ અને વિષ્ટા ભેગું ખાય, એને કાંઈ ભાન નથી કે આ કોઈ પકવાન છે ને આ વિષ્ટા. આહાહા ! એ ઘાસ સાથે ભેળસેળ સુંદર આહાર, એના ખાનારા હાથી આદિ તિર્યંચની માફક, અજ્ઞાનને લીધે, આહાહાહા... શુદ્ધ જ્ઞાનઘન સ્વભાવ એના અજ્ઞાનને લીધે, એ ઘાસ સાથે ભેળસેળ સુંદર આહાર ખાનાર તિર્યંચની માફક રાગ કરે છે. એ શુભ-અશુભ રાગ, એ રાગ કરે છે. આહાહા!
ભગવાન તો આનંદ અને વિતરાગ મૂર્તિ છે અત્યારે હોં અંદર. એના અભાનને લીધે, ભેળસેળ આહારને ઘાસને ખાનારા તિર્યંચની માફક અજ્ઞાની એ શુભ રાગને કરે છે. અશુભ રાગ તો ઠીક, આહા... આવો મારગ છે. આ કઠણ પડે જગતને, એ લેશે આગળ, આમાં તો નથી ઓલામાં છે. એમ કે કઠણ છે, ખરેખર કઠણ, કળશમાં લીધું છે, પણ તે જાદુ પાડવાથી સ્વાદ આવી શકે છે. કળશટીકામાં છે, એ ભેળસેળ ઘાસની સાથે સુંદર આહારને ખાનારા ઢોરની માફક. આહા....
ભગવાન આનંદ ને જ્ઞાનસ્વરૂપી પ્રભુ હોવા છતાં, તેના જ્ઞાનના અભાવે અજ્ઞાનથી એ રાગનો કર્તા થાય છે. ભારે કામ! ચાહે તો દયા, દાન ને વ્રતનો અપવાસનો વિકલ્પ છે રાગ, એ અજ્ઞાની સ્વરૂપના ભાન વિનાના અજ્ઞાની એનો કર્તા થાય છે. આહાહાહા... કેમકે સ્વરૂપ તો વીતરાગ મૂર્તિ પ્રભુ છે, એ વીતરાગ સ્વરૂપ રાગ કરે એવું કયાં છે અંદર? આહાહા ! એ જ્ઞાનસ્વરૂપી સચ્ચિદાનંદ પ્રભુ સત્ જ્ઞાન ને આનંદનો સાગર ભગવાન આત્મા, એ રાગને કરે એ વસ્તુમાં ક્યાં છે? એ વસ્તુનાં અજ્ઞાનને લઈને રાગનું ભેળસેળ કરીને રાગનો સ્વાદ અજ્ઞાની લ્ય છે. આહાહા ! આવું કામ છે. સમજાણું કાંઈ? આહાહા!
આ તો બહુ ફેરવવું પડે. દયાનો રાગ, એ રાગ છે. પરની દયા પાળવાનો ભાવ એ રાગ છે. ભક્તિનો રાગ પરમાત્માની નમો અરિહંતાણં પાંચ નવકાર ગણે એ વિકલ્પ રાગ છે, એ આત્મા આનંદ ને જ્ઞાનસ્વરૂપ છે. તેના અજ્ઞાનને લીધે, એ રાગનો કર્તા થાય છે, તિર્યંચ જેમ ઘાસમાં સારા સુંદર આહારને ભેળસેળ કરીને, આહાહા.. એમ ભગવાન આનંદમૂર્તિ પ્રભુ એમાં રાગ જે આકુળતા ને દુઃખ, તે એનું ભેળસેળ કરીને અનુભવે છે. છે જાદો આનંદ ને જ્ઞાન