________________
૭૫
શ્લોક-પ૭ પુણ્ય-પાપ ને પરદ્રવ્યનો કર્તા થાય, એવું અજ્ઞાનથી કર્તા થાય એમ જે જાણે એમ કહે છે, એ કર્તા શા માટે બને? આહાહા! શું કહ્યું સમજાણું? ભગવાન આત્મા તો ચૈતન્ય વસ્તુ જ્ઞાન ને આનંદનો સાગર પ્રભુ એનું જેને અજ્ઞાન છે, ભાન નથી એ પુણ્ય ને પાપ અને પરદ્રવ્યનો કર્તા અજ્ઞાનથી થાય, પણ અજ્ઞાનથી થાય એવું જેને ભાન થાય, એ કર્તા કેમ થાય એમ કહે છે, આહાહા, છે?
જે પરદ્રવ્યના એટલે આત્મા સિવાય શરીર, વાણી, ધંધો, વેપાર આદિના (ભાવ) એ બધી પરદ્રવ્યની ક્રિયા છે, અને તેના કર્મના નિમિત્તે થતો શુભ ને અશુભ ભાવ એ પણ પરભાવ કર્મનો ભાવ જડ, આત્માનો નહિ. આત્મા તો અનંત અનંત અનંત પવિત્ર ગુણનો પિંડ છે પ્રભુ, એ પવિત્ર પ્રભુ આત્મા અજ્ઞાનને લઈને રાગનો કર્તા થાય. આહાહાહા ! પણ જેને અજ્ઞાનથી કર્તા થાય એવું જાણ્યું એ જ્ઞાનથી કેમ કર્તા થાય, ભારે વાત. એકએક શબ્દો સિદ્ધાંતમાં કેટલું રહસ્ય છે. આહાહા ! અજ્ઞાની રહેવું હોય તો પરદ્રવ્યનો કર્તા બને. આહાહા! શુદ્ધ જ્ઞાન આનંદ પ્રભુ એનું જેને અજ્ઞાન રહેવું હોય તો કર્તા બને, આહાહા... પણ વસ્તુ છે એવું જ્ઞાન થયું, હું તો જ્ઞાન આનંદ ને શાંત સ્વરૂપ વીતરાગ મૂર્તિ હું આત્મા છું, એ વીતરાગ સ્વરૂપી પ્રભુ, વીતરાગથી વિરુદ્ધ રાગ, એને કેમ કરે? આહા! આવી વાતું છે. કહો, ચીમનભાઈ ! અમારે ચીમનભાઈ તો ત્યાં મોટા વાંચનારા છે ને મુંબઈ, આવી વાતું છે. જગતને કઠણ પડે.
પ્રભુ અંદર જ્ઞાનની મૂર્તિ છે ને? એ જ્ઞાનની મૂર્તિ એ એના સ્વભાવથી વિરુદ્ધ જે વિકાર વિભાવ અને પરદ્રવ્ય જે તદ્દન ભિન્ન, એનો અજ્ઞાનથી કર્તા થાય પણ અજ્ઞાનથી કર્તા થાય એવું જે જાણે, એ કર્તા કેમ થાય કહે છે. આહાહા ! એટલે કે સ્વરૂપનો જાણનાર થાય એમ કહે છે. સમજાણું કાંઈ? આહાહા ! જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા ચૈતન્ય વીતરાગી બિંબ પ્રભુ, જિન બિંબ આત્મા છે, એવું જેને જ્ઞાન થયું અને એના અજ્ઞાનથી રાગનો કર્તા થતો એવું જેણે જાણ્યું, એ અજ્ઞાનથી રાગનો કર્તા થતો, એ કેમ થાય? એમ કહે છે. બેભાનથી કર્તા થતો એ એમ જાણું, એ ભાનમાં આવીને કર્તા થાય નહિ, એમ કહે છે. આહાહા.
માટે જ્ઞાન થયા પછી ” ચૈતન્ય સ્વરૂપનું સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન થયું. આહાહા... “પદ્રવ્યનું કર્તાપણું રહેતું નથી.” પછી એ પરદ્રવ્ય અને પરદ્રવ્યના નિમિત્તે થતાં પુણ્ય-પાપના ભાવ, આત્મા જ્ઞાનસ્વરૂપનું જ્ઞાન થયે તે વિકારનો ને પરદ્રવ્યનો કર્તા રહેતો નથી. આહાહા.... આવી ચીજ છે. આ તો ઇચ્છામિ પડિકમ્પણું ઇરિયા વીરિયા એવી ભાષા છે, એ પરદ્રવ્ય છે એનો કર્તા થાય, અને એ ઇચ્છામિ પડિકમ્મણે એમ બોલે એમાં વિકલ્પ છે, રાગ છે. આહાહાહા.. એ રાગનો કર્તા થાય, અને વાણી બોલાય એનો કર્તા થાય, એ પરદ્રવ્ય છે. અને એના કર્મના નિમિત્તે થતો વિકલ્પ ઉઠ્યો છે, કે હું ઇચ્છામિ પડિકમ્પણું કરું એ વિકલ્પ છે એ પણ રાગ અને પરદ્રવ્યનો ભાવ છે. આહાહા ! એ અજ્ઞાનથી કર્તા થાય એમ જેણે જાણ્યું, એ કર્તા કેમ થાય? એટલે કે જ્ઞાનસ્વરૂપી થાય એમ, એમ કહે છે. આહાહા! હવે શ્લોક! ૫૭ મો શ્લોક છે, શ્લોક આવશે છે.