________________
७४
સમયસાર સિદ્ધિ ભાગ-૫ તેમની સાથે જે એકપણાનો વિકલ્પ કરવો છે? એ રાગના સ્વાદની સાથે આત્માને એકપણાનો સ્વાદ કરવો એ અજ્ઞાનથી છે, મિથ્યાત્વથી છે. આહાહાહા ! આ આત્મા અનાદિ અનંત ચૈતન્ય મધુર એક જ જેનો રસ છે તેની સાથે રાગના રસને એકત્વ કરવો, આહાહાહા છે? “એ અજ્ઞાનથી છે” મિથ્યાત્વથી છે. “આ રીતે પરને ને પોતાને ભિન્નપણે જાણે છે”. ધર્મી જ્ઞાની
જ્યારથી જ્ઞાન થયું સમ્યગ્દર્શન થયું, ત્યારથી એ પરને એટલે રાગના સ્વાદને ને પોતાને પોતાના સ્વાદને ભિન્નપણે જાણે છે. ભલે સ્વાદ આવે ભેગો પણ જાણે છે ભિન્ન. આહાહાહા !
તેથી, અકૃત્રિમ એટલે નિત્ય એક જ્ઞાન તે જ હું છું. અકૃત્રિમ નિત્ય એક જ્ઞાન તે હું છું. આહાહા ! જ્ઞાન–એટલે આત્મા, નિત્ય એવો ભગવાન આત્મા તે જ હું છું, પરંતુ કૃત્રિમ અનિત્ય અનેક જે ક્રોધાદિક તે હું નથી. રાગાદિ થાય એ હું નથી. એમ જાણતો થકો ધર્મી, સમ્યગ્દષ્ટિ “હું ક્રોધ છું” ઇત્યાદિ આત્મ-વિકલ્પ જરા પણ કરતો નથી, લ્યો. હું રાગ છું, પુણ્ય છું, આ છું એવો આત્મવિકલ્પ જરા પણ કરતો નથી. આહાહા ! તેથી સમસ્ત કર્તુત્વને છોડી દે છે, રાગનું કર્તુત્વ તેને હોતું નથી. “તેથી સદાય ઉદાસીન અવસ્થાવાળો થયો થકો” સદા ઉદાસીન અવસ્થાવાળો થયો થકો, આહાહાહા... “માત્ર જાણ્યાં જ કરે છે તેથી નિર્વિકલ્પ સામે શબ્દ હતા ઉપર, આ નિર્વિકલ્પ અકૃત્રિમ વિજ્ઞાનઘન થયો થકો “ઓલામાં ભ્રષ્ટ થયો થકો” નિર્વિકલ્પ અકૃત્રિમ વિજ્ઞાનઘન થયો થકો “અત્યંત અકર્તા પ્રતિભાસે છે”. આહાહાહા ! એ રાગના સ્વાદનો પણ અકર્તા પ્રતિભાસે છે, વેદે છે છતાં અકર્તા પ્રતિભાસે છે, વિશેષ કહેશે.
(શ્રોતા પ્રમાણ વચન ગુરુદેવ.)
પ્રવચન નં. ૧૯૪ ગાથા-૯૭ મંગળવાર, મહા વદ-૨, તા. ૧૩/૨/૦૯
૯૭ ગાથાનો ભાવાર્થ:- છે ને છેલ્લે. જે પરદ્રવ્યના એટલે કે આત્મા સિવાય પરદ્રવ્ય બીજા આત્માઓ બીજા શરીરો જડ આદિ અને પરદ્રવ્યના ભાવ, પરદ્રવ્યના નિમિત્તથી થયેલા પુણ્ય-પાપ ને વિકારી ભાવ, એના કર્તુત્વને અજ્ઞાન જાણે પરદ્રવ્યના કર્તાને જે અજ્ઞાન જાણે અને પરદ્રવ્યના ભાવ થતા પુણ્ય અને પાપ “એના કર્તાપણાને જે અજ્ઞાન જાણે તે કર્તા શા માટે બને?” –આવો સિદ્ધાંત છે. આહાહા!
આ આત્મા શુદ્ધ ચૈતન્યધાતુ આવશે ઉપર, શુદ્ધ ચૈતન્ય વસ્તુ એ એનાથી પરદ્રવ્ય શરીર, વાણી, મન, કર્મ બીજી ચીજો બધા પદાર્થો એનો અને તેના કર્મના નિમિત્તથી થયેલા-શુભ ને અશુભ ભાવો પુણ્ય-પાપના ભાવ, તેનો કર્તા થાય તે અજ્ઞાની છે. કેમકે જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા રાગ ને પરદ્રવ્યનો કર્તા કોઈ હોઈ શકે નહિ. આહાહા! શુદ્ધ ચૈતન્ય વસ્તુ નિર્મળ આનંદઘન ભગવાન આત્મા, એ રાગ દયા, દાન, વ્રત, ભક્તિ આદિના પરિણામ, એનો કર્તા એ કેમ થાય ? આ તે આવી વાત છે. આહાહા ! કેમકે જે પરદ્રવ્ય છે, અને પરદ્રવ્યના સંયોગ સંબધ દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, કામ ક્રોધના ભાવ થાય તે અજ્ઞાની હોય તે તેનો કર્તા થાય. આહાહા !
એટલે કે જેને શુદ્ધ આત્મા, શુદ્ધ જ્ઞાનઘન છે એની જેને ખબર નથી, એવો અજ્ઞાની એ