________________
૭૨
સમયસાર સિદ્ધિ ભાગ-૫ કોઈ દિ' જોયો જ નહિ. દુઃખી છો પ્રભુ સાંભળને, વિકારનું વેદન છે. આવું જગતથી ઉંધુ ભારે ભાઈ, હૈ? આહાહા... એમાં પાંચ પચીસ લાખ લઈને આવી હોય, જાવાન બાઈ વીસ વરસની, ને પોતાની ઉંમર હોય પચાસ વરસની ને પરણે ને જુઓ તમારે એ તો, ગાંડા જોઈ લો પાગલ. આહાહા ! આનંદ આનંદ છે, આજ તો. શું કહેવાય પહેલી જીવનનું પહેલું રાતનું સુહાગરાત, ઓલો નહતો કુમાર રાજકુમાર પરદેશમાં કયાંક અરબસ્તાનનો, લગ્ન કર્યા તે દિ' એક રાતે એક કરોડ ખર્ચા, એક કરોડ સુહાગરાતે, એટલે રાજી. આહાહાહા ! અમે સુખમાં છીએ? અરે પ્રભુ મરી ગયો, મારી નાખ્યો તને આનંદના નાથને મારી નાખીને તું રાગના વેદનમાં પડ્યો મોટી હિંસા કરી તેં પ્રભુ! હવે આવી વાતું દુનિયા હારે મેળ શી રીતે ખાય? આહાહા !
“અત્યંત મધુર જે ચૈતન્યરસ આહાહા! ભગવાન અનાદિ અનંત પ્રભુ છે તેનો આનંદરસ, અત્યંત મધુર. રાગના અસંખ્ય પ્રકારના રાગના સ્વાદથી ભિન્ન જાત છે. આહાહા! અનુકંપા કરી હોય બહુ, પાંચ પચીસ લાખ આપીને પાંજરાપોળને ફલાણાને, એને રાગનો રસ આવે, એ બધો રાગ છે એ તો, એ રાગથી પ્રભુનો સ્વાદ ભિન્ન રસ છે. આહા! વિલક્ષણ છે. અન્ય રસથી લક્ષણ જ એનું જુદી જાત છે. આહાહા ! અત્યંત મધુર જ ચૈતન્યરસ, અત્યંત મધુર મીઠો આનંદરસ. આહાહા ! એ મેસુબ ખાતો હોય ચાર શેર ઘી પાયેલો, અને ચોસલા આમ, એને રાગ થાય કે, ઓહોહોહો ! એ દુઃખનો સ્વાદ છે, મેસુબનો નહિ, મેસુબનો સ્વાદ એને આવે જ નહિ કોઈને, એ તો જડ છે, પ્રભુ તો અરૂપી એને સ્વાદ જડનો ક્યાંથી આવે ! એમાં એને ઠીક લાગ્યું એવો રાગ, તે રાગનો સ્વાદ છે, ઝેરનો સ્વાદ છે, ઝેરીલો સ્વાદ ચાખે છે, એનાથી ચૈતન્યનો રસ વિલક્ષણ, ભિન્ન જાત છે. આહાહા.... ભારે ગાથા છે. અલૌકિક છે.
સર્વજ્ઞ વીતરાગ, પરમેશ્વરનું કથન છે, એ સંતો પોતે અનુભવીને કથન દ્વારા જગતને જાહેર કરે છે. આહાહાહા ! ચારિત્રનો અનુભવ હોં મુનિ છે ને તે અતિન્દ્રિય આનંદ, મુનિ એને કહીએ કે સમ્યગ્દર્શન કરતાં પણ એને અતીન્દ્રિય આનંદ બહુ હોય, ઘણો હોય, આહાહા... પ્રચુર સ્વસંવેદન હોય, પાંચમી ગાથામાં આવે છે, એને મુનિ કહીએ લૂગડા છોડીને ત્યાગી થયા, નાગા થયા, થઈ ગયો મુનિ? મુનો ફુનો કે દી” હતો. આહાહા! આવું આકરું લાગે નહિ? ચેતનજી? આહાહાહા !
આ બાઈયું જુવાન બાઈ દીક્ષા લ્ય ને એટલે જાણે કે આહા.... દીક્ષા કે દિ' હતી એને ? મિથ્યાષ્ટિ છે હજી તો રાગ ને શરીર મારાં. રાગ ને શરીરથી ભિન્ન ભગવાનને તો જાણ્યો નથી, એ દીક્ષા બધી રાગની દુખિયાની દુઃખીની દશા છે, દક્ષા છે દુઃખની દક્ષા. ભારે આકરું કામ હતું, જુવાન બાઈ આમ વીસ પચીસ વર્ષની મોટો મહોત્સવ કરે, પાંચ પચાસ હજાર ખર્ચે હાથીને હોદે બેસારે, અમારી દીક્ષામાં હાથીને હો હતા. અમારે ૬૬ વરસ થયા, હાથી હાથી તે દી' હતો ને અહીં વેળા હતો ને વેળા રાજા હાથી રાખતો હવે તો કયાં હતા? તે દી' હાથી વાળાનો હતો ઉમરાળાથી સાત માઈલ થાય હાથી લાવ્યા'તા તે એવો હતો હાથી મોટો કે જે ઓલા તરાપા બાંધેલા કાઢી નાખવા પડેલા બહુ ઊંચો, ગામમાં બાંધને દીક્ષાની વખતની, હાથીને હોદ્દે બેઠા'તા હવે લોકો વખાણ કરે કે શું છે પણ? ત્યાં કીધું ને ઓલા હાથીએ ચઢતા નિસરણીનો છેડો ફાટયું લૂગડું ફાટયું કીધું આ શું, વાત એ કે આ વસ્ત્ર સહિત મુનિપણું હોય નહિ, કુદરતે,