________________
ગાથા-૯૭
૭૧ ન મળે એના જીવન ઢોર જેવા છે. વ્યર્થ ભલે એ અબજોપતિ હોય પશુ છે પશુ, ચૌદ બોલમાં નથી કીધું, પશુ. આહાહાહા! “મનુષ્યા સ્વરૂપે મૃગા ચરન્તિ” મનુષ્યના રૂપે પણ ઢોર જેવા, હુરણ જેવા છે એ. આહાહાહા ! અને પશુ છે તિર્યંચ છે અસંખ્ય બહાર સમકિતી છે, ભગવાન કહે છે. એ પશુ છે છતાં તે આનંદના અનુભવને સ્વાદે છે અને જેટલો રાગ એટલો દુઃખના વેદનને પણ જાણે છે, સ્વાદે છે સિંહ અને વાઘ હોં, અઢી દ્વીપ બહાર અસંખ્ય સિંહ અને વાઘ અસંખ્ય ગુણા મિથ્યાદેષ્ટિ છે ને એના અસંખ્યમે ભાગે સમકિતી છે. આહાહા ! એ સુખી છે, જેને મકાન નથી, જેને રહેવાના સ્થાન નથી, જેને કપડાં નથી, દાગીના નથી–મકાન નથી, છતાં આત્મજ્ઞાન ને અનુભવ આત્માનો થયો છે, તેને આનંદ છે. અને જેટલી હજી પર તરફની રાગની આસક્તિ છે એનું એને દુઃખનું ય વેદન ભેગું છે, પણ “બ” નું પૃથક પૃથક વેદન છે. બે એકપણે છે એમ નહિ. આહાહા! આવી વ્યાખ્યા હવે સાંભળવી કઠણ પડે, આખી જિંદગી બિચારા પચાસ પચાસ સાંઈઠ વર્ષ, વ્રત કરો ને અપવાસ કરો ને તપસ્યા કરો ને એમાં જિંદગી ગાળી અજ્ઞાનમાં. આહાહા! ગાથા બહુ સારી છે.
એકરૂપે નહિ અનુભવન હોવાથી, જેની ભેદવિજ્ઞાન શક્તિ ઉઘડી ગઈ છે, એવો હોય છે; તેથી તે જાણે છે, જોયું? જાણે પણ છે અને વેદે છે, કે અનાદિનિધન, આહાહાહા... હું એક ભગવાન આત્મા, અનાદિ એટલે આદિ વિનાની ચીજ અને “અનિધન” જેનો અંત નથી. “અનાદિનિધન, નિરંતર સ્વાદમાં આવતો” આહાહાહાહા... એ ભગવાન આનંદ સ્વરૂપ છે એ નિરંતર સ્વાદમાં આવતો, આહાહા.. સમ્યગ્દષ્ટિને ધર્મી જીવને અનાદિ અનંત જે ભગવાન આત્મા એનો નિરંતર સ્વાદમાં આવતો, આહાહા.... “સમસ્ત અન્ય રસથી વિલક્ષણ), સમસ્ત અન્ય રાગાદિના લક્ષણથી ભિન્ન, આહાહાહા... સમસ્ત અન્ય રસ, આહાહા... એને પાંચ લાખની પેદાશ એક દિવસમાં થાય ને હરખ આવે, આજ તો ન્યાલ થઈ ગયો, મહાદુઃખી છે. એવા રસથી ભિન્ન જે આ રસ છે, એમ કહે છે. પાનસેનો પગાર હોય ને હજારનો પગાર થઈ જાય ત્યાં રાજી રાજી થઈ જાય કે પાનસે વધ્યા, પાંચ હજારનો પગાર હોય ને દશ હજારનો થઈ જાય તો ખુશી ખુશી થઈ જાય. અત્યારે છે ને આપણાં છોકરાઓ છે ને ? પંદર હજારનો પગાર દલીચંદભાઈનો. મોરબી મોરબી. એય નવલચંદભાઈ, આ દલીચંદભાઈ નહિ? નવલચંદભાઈને કહું છું, મોરબીના નથી? દલીચંદભાઈના દિકરા છે ને? મુંબઈ. એક ને પંદર હજારનો પગાર છે મહિને, એકને આઠ હજારનો છે ને એકને દશ હજારનો છે, ત્રણ છોકરાં છે શું છે પણ એમાં? વેપારીને તો પાંચ-પાંચ લાખની પેદાશ થાય બાર મહિને, એની ગણત્રી, એથી શું થયું પણ, દુઃખી છે દુઃખી. આહાહા !
જ્ઞાની ધર્મી જીવને આત્મા આનંદસ્વરૂપ છે, નિર્વિકલ્પ અકૃત્રિમ વિજ્ઞાનઘન આનંદકંદ પ્રભુ છે, એવું ભાન થયે સ્વાદમાં આવતો સમસ્ત અન્ય રસથી વિલક્ષણ, આહાહાહા.... વિષયના રસમાં જે આવે રસ એ તો રાગ છે. એ દુઃખ છે. આહાહા... છોકરાના લગન થતાં હોય કન્યા વળી કરોડ બે કરોડની આસામી આવી હોય, એના બાપને એકની એક હોય, પચીસ લાખ લઈને આવતી હોય, મરી જશે તો પછી પણ બધું આને આવશે. જો એ લગનમાં ઈ એનો વર-ઘણી ને સાસરો ફાલ્યા ફુલે જાણે. ઓહોહોહો ! શું આજના લગન ને શું, આવો હરખ તો