________________
૭૦
સમયસાર સિદ્ધિ ભાગ-૫ માણસને, પછી સોનગઢવાળા નિશ્ચયની વાતું કરે છે, એમ કરે બિચારા, શું કરે, એને ખબર નથી. વ્યવહારની વાતો કરતા (નથી) વ્યવહાર એટલે શું? રાગ અને રાગ એટલે દુઃખ શું કરવું છે તારે ? સમજાણું કાંઈ? વ્યવહાર આવે તો એ રાગ છે ને રાગ છે એ દુઃખનું વેદન છે. આહાહાહા ! થાય? જગત અનાદિથી લૂંટાય છે, અને હોંશથી લૂંટાય છે.
જ્ઞાનના આદિથી માંડીને પૃથક પૃથક સ્વાદનું, સ્વાદન અનુભવન, સ્વાદન એટલે અનુભવન પૃથક પૃથક સ્વાદનું અનુભવન હોવાથી, પુદ્ગલકર્મના અને પોતાના સ્વાદને, પુદ્ગલકર્મનો એટલે ઓલો વિકાર છે ને રાગદ્વેષ, એ પુદ્ગલકર્મનું ફળ છે એમ કહેવું છે. એનું વેદન છે. આહાહા! આહાહા! એકરૂપે નહિ પણ ભિન્ન ભિન્નપણે અનુભવન હોવાથી, જેની ભેદ વિજ્ઞાન શક્તિ ઉઘડી ગઈ છે. આત્માના અતીન્દ્રિય આનંદનું વેદના અને રાગનું વેદન પણ “બે” ની ભિન્નતાની શક્તિ ખીલી ગઈ છે, રાગનું વેદના અને આનંદનું વેદન એની “બે' ની ભિન્નતાનું ભાન થઈ ગયું છે. ભિન્નતાની શક્તિ ઉઘડી ગઈ છે. અજ્ઞાનીને ભિન્નતાની શક્તિ બિડાઈ ગઈ 'તી. આહાહા ! શું મારગ?
એક ફેરી નહોતું કહ્યું નાનાલાલભાઈ કરોડપતિ મોટા પૈસા ઘણાં, એના વેવાઈ આવ્યા'તા પછી વ્યાખ્યાનમાં હાજર હતા સ્વાધ્યાય મંદિરમાં (બોલ્યા) અમારા વેવાઈ સુખી છે. કીધું એલા સુખીની વ્યાખ્યા શું? આ કરોડ રૂપિયા છે ને દશ લાખની પેદાશું વરસની ને છોકરા બધા કમાઉને, એ સુખી? એ સુખની વ્યાખ્યા? કાંપના હતા શું કહેવાય એ, ચુડગર-ચુડગર-ચુડગર હતો કો'ક વેવાઈ મોહનભાઈનો વેવાઈ ને આ પૈસા કરોડો રૂપિયા હોય ને પાંચ લાખ, દશ લાખ પેદા થતા હોય, આ તો ચાલીસ કરોડ લો ને ભાઈને શાહુજીને, પણ આપણો આ ગોવાનો બે અબજ ચાલીસ કરોડ-શાંતિલાલ ખુશાલ, બે અબજ ચાલીસ કરોડ બસે ને ચાલીસ કરોડ દુઃખી, દુઃખી-દુઃખી બિચારા. આ મારા છે ને મને પૈસાવાળો છું ને હું ઘણાં માણસને નભાઉં છું હજારો માણસો ને મોટો વેપાર, (શ્રોતાઃ- બીજા કરતાં દુઃખી હશે) બીજા કરતા મોટો દુઃખી છે. ઓછી મમતાવાળો થોડો દુઃખી છે, ને ઘણી મમતાવાળો (વધારે દુઃખી છે) ઘણાં પૈસા છે માટે એમ નહિ હોં, ઘણી મમતા (છે માટે ) ચક્રવર્તીને છ ખંડનું રાજ્ય છે, પણ સમકિતી હોય એને અલ્પ દુઃખ છે, આનંદ પણ છે થોડો જેટલો રાગ આસકિત છે એટલું દુઃખ પણ છે, ચક્રવર્તી. અને નારકીનો જીવ, જેને કાંઈ સગવડતા નથી, એકલો મિથ્યાત્વભાવ છે, જેને સ્વરૂપનું ભાન નથી એ એકલો દુઃખી છે. આહાહા! અને નારકીનો જીવ સમકિતી છે. ત્યાં આત્મજ્ઞાન થયું છે તો એને જેટલો આનંદ પણ છે, અને જેટલો જે હજી આસકિત છે તેટલો રાગ પણ છે. આહાહાહા !
સુખીયા જગતમાં સંત, દૂરીજન દુઃખીયા” એ જેને આત્માનું જ્ઞાન નથી અને પર ઉપરની એકલી મમતામાં પડયા છે, એ દૂરીજન છે. સુખીયા જગતમાં સંત, આત્મા આનંદ સ્વરૂપનું ભાન થઈને આનંદનો સ્વાદ આવે એ સુખી છે. આહાહાહા!(શ્રોતા:- સંતોષી સુખી છે કે નથી) સંતોષનો અર્થ શું? આ વીતરાગભાવ પ્રગટયો એ સંતોષ છે, સંતોષનો અર્થ એ કે રાગ છે એ મારો નહિ અને હું વીતરાગ સ્વરૂપે છું, એવી દશા વીતરાગી જે આનંદની થઈ, એનું નામ સંતોષ છે. પુંજાભાઈ ! આ બધા નૈરોબીમાં ધંધા કરનારા છે ને? આહાહાહા ! (શ્રોતા- જુદી જાતના અર્થો છે) જુદી જાતનાં અર્થ છે. આહા! અરે ! આવું સત્ય સાંભળવા