________________
६८
સમયસાર સિદ્ધિ ભાગ-૫ છે? પૃથક પૃથક સ્વાદ એટલે હજી પૂર્ણ વીતરાગ નથી, ત્યાં સુધી સમકિતી ધર્મીને આત્માના આનંદનો સ્વાદ અને રાગનો સ્વાદ પણ પૃથક પૃથક છે. આહાહા! ભાઈ ! કોઈ એમ કહે કે આ જ્ઞાન થયું એટલે એકલો આત્માનો જ આનંદનો સ્વાદ છે, એમ નથી. (શ્રોતા:-વિશુદ્ધ આનંદ) વિશુદ્ધ આનંદ છે, જેટલો આત્માનો આનંદ છે, ને જેટલો દુઃખનો સ્વાદ છે, બે ભિન્ન છે, બે ને ભિન્ન જાણે છે. આહાહાહા ! સમજાણું કાંઈ ? ઓલા કહેતા'તા ને ભાઈ શેઠિયા દિપચંદજી કે આત્માને દુઃખનું વદન હોય જ નહિ, જ્ઞાની થયો એટલે દુઃખનું વદન હોય જ નહિ, એ રીતે ચડી ગયેલા. હૈ!( શ્રોતા- છેદન હોય પણ વેદન ન હોય) એનો અર્થ શું હોય? અહીં શું કીધું? પૃથક પૃથક સ્વાદનું અનુભવન હોવાથી બેયનો જુદો જાદો અનુભવ છે, આનંદનો અનુભવ અને સાથે રાગ બાકી રહ્યો તેનો અનુભવ પૃથક પૃથક ભિન્ન સ્વાદ છે. આહાહાહા ! વીતરાગ માર્ગ એવો, શું કીધું? (ફરમાવો)
અને જ્યારે આત્મા જ્ઞાની થાય ત્યારે એમ. જ્ઞાનને લીધે, આત્માનું શુદ્ધ ચૈતન્યસ્વરૂપનું ભાન થયું છે, એને લીધે “જ્ઞાનના આદિથી” જ્યારથી સમ્યજ્ઞાન થયું, અનુભવ થયો, સમયગ્દર્શન થયું ત્યારથી, આદિથી માંડીને પૃથક પૃથક સ્વાદનું સ્વાદન–અનુભવન-હોવાથી પુદ્ગલ કર્મના અને પોતાના સ્વાદનું એકરૂપે નહિ પણ ભિન્ન ભિન્નપણે અનુભવન હોવાથી, બેય અનુભવે છે બેયને પણ એક દુઃખરૂપ અને એક આનંદરૂપ, ભિન્ન ભિન્નપણે સ્વાદ છે. પૂર્ણ વિતરાગ નથી ને? વીતરાગને પૂર્ણ આનંદનો અનુભવ, મિથ્યાષ્ટિને પૂર્ણ દુઃખનો અનુભવ, અને સમકિતીને થોડો આત્માનો આનંદનો અનુભવ અને થોડો રાગનો, બે પૃથક પૃથક
સ્વાદનો અનુભવ. આહાહાહાહા ! હેં? (શ્રોતાઃ- કાળ એક પણ સ્વાદ ભિન્ન ભિન્ન) ભિન્ન ભિન્ન છે ને? ભિન્ન? એક પર્યાયના બે ભાગ, થોડો આનંદ છે ને થોડું દુઃખ રાગ છે. એક પર્યાયના બે ભાગ. આહાહાહા!
કહો, આ દુનિયા કહે છે ને પૈસાવાળા કરોડોપતિ ને અબજોપતિ સુખી છે. દુઃખના પોટલા બાંધે છે. એકલા દુઃખી છે. આહાહાહા ! સ્વરૂપ તો આનંદ સ્વરૂપ પ્રભુ એનું જેને જ્ઞાન નથી, એની જેને અંતરમાં પિછાણ નથી, સ્વરૂપનું આનંદ સ્વરૂપ છે, તેવું તેને અંદર પર્યાયમાં વેદન આવ્યું નથી, તેને તો એકલા રાગના સ્વાદમાં દુઃખી છે એ. પછી ચક્રવર્તી હો બ્રહ્મદત્ત દુઃખી છે. અને દુઃખને ભોગવીને મરીને પાછો સાતમી નર્ક ગયો. આહાહાહા ! પણ જ્યારથી આત્મજ્ઞાન થાય, આ કરવા જેવું તો આ છે, કહે છે.
રાગ અને નિમિત્તથી પૃથક પ્રભુ છે તેનું દર્શન ને તેનું જ્ઞાન કરવા જેવું છે. એ જ્ઞાન કરે એનું ભાન થયે કર્મના ઉદયનો સ્વાદ અને આત્માનો સ્વાદ બે ય ભિન્ન ભિન્નપણે જાણે છે, અનુભવે છે. સમજાણું કાંઈ? કર્મના અને પુદ્ગલના સ્વાદનું એકરૂપે નહિ, પણ ભિન્ન ભિન્નપણે અનુભવન છે. એક જ અનુભવ છે આનંદનો એમે ય નહિ, અને આનંદનો અનુભવ છે અને રાગ દુઃખના અનુભવને જાણે છે, એમે ય નહિ, બેયનો અનુભવ છે-સાધક છે ત્યાં સુધીમાં. આહાહાહાહા ! આવો ધર્મ હવે અહીં કહે છે. અહીં તો ઓલા વ્રત કરે ને અપવાસ કરે ને થઈ ગયો ધર્મ, ધૂળમાં ય ધર્મ નથી, એ તો બધી રાગની ક્રિયા છે! સાંભળને.. આહાહા... એ તો દુ:ખનો સ્વાદ છે.