________________
સમયસાર સિદ્ધિ ભાગ-૫ ૧૭ બોલ આદિ છે ને? આઠ બીજા. આત્મવિકલ્પ પોતાનો પોતે પોતામાં કરે છે. એ રાગનો સ્વાદ લઈને રાગ મારો છે એવો સ્વાદ પોતે આત્મવિકલ્પ કરે છે. આહાહાહા! આવું સ્વરૂપ.
અને તેથી નિર્વિકલ્પ, અકૃત્રિમ વિજ્ઞાનઘન પ્રભુ” આહાહાહા.... આત્માનો સ્વભાવ તો નિર્વિકલ્પ અભેદ અને અકૃત્રિમ, નહિ કરાયેલો એ અનાદિ સત્તા છે અને તે વિજ્ઞાનઘન છે. આહાહા ! આત્મસ્વભાવથી ભ્રષ્ટ થયો થકો, અકૃત્રિમ નિર્વિકલ્પ, અભેદ અને વિજ્ઞાનઘન ભગવાન આત્મા તો છે. એના અજ્ઞાનને લીધે એના સ્વભાવથી વિરુદ્ધ જે પુણ્ય-પાપ દયા, દાન, વ્રત, ભક્તિ, આદિના પરિણામ એનો એને સ્વાદ અજ્ઞાનનો છે. આહાહાહા ! કેમ કે નિર્વિકલ્પ અભેદ અકૃત્રિમ અણકરાયેલી ચીજ એવી વિજ્ઞાનઘન તેનાથી અજ્ઞાની ભ્રષ્ટ થયો છે. આહાહાહા !
આ બધા કરોડોપતિ ને અબજોપતિ બધા સુખી કહેવાય છે ને? એ અંદર રાગનો સ્વાદ લે છે એ દુઃખી છે. આહાહાહા ! પૈસાનો સ્વાદ નથી. આહાહા... એને એ શુભ કે અશુભ ભાવ એ વિકારી ભાવ, દુઃખરૂપ ભાવ તેનો તેને અજ્ઞાનીને અનાદિથી, મુનિ થયો દ્રવ્યલિંગી દિગંબર ૨૮ મૂળ ગુણ પાળ્યા, પંચ મહાવ્રત પાળ્યા, પણ છતાં તે રાગના સ્વાદને તેણે ચાખ્યો છે, આહાહા. એણે આત્મા આનંદનો નાથ પ્રભુ અતીન્દ્રિય આનંદ સ્વરૂપ એનો સ્વાદ અને આવ્યો નહિ, તેથી તે ચાર ગતિમાં રખડે છે. જૈન દિગંબર સાધુ થઈને પણ પંચ મહાવ્રત પાળે ૨૮ મૂળ ગુણ પાળે, એ રાગ છે ને રાગનો સ્વાદ છે તે આત્માથી વિરુદ્ધ છે. આહાહા ! એવા અનાદિથી રાગના સ્વાદને અનુભવતો, “પોતાના સ્વરૂપથી ભ્રષ્ટ થયો થકો વારંવાર અનેક વિકલ્પરૂપે પરિણમતો થકો” એ રાગના પુણ્યના પાપનાં ભાવ, એના સ્વાદને લેતો, વારંવાર તેમાં વિકલ્પને કરતો એ કર્તા પ્રતિભાસે છે”. આહાહાહાહા!
અજ્ઞાનીને-મિથ્યાદેષ્ટિને અકૃત્રિમ, વિજ્ઞાનઘન ઉદાસીન ચૈતન્ય સ્વરૂપ તેના ભાનથી ભૂલેલા અનાદિથી, એથી તે વિજ્ઞાનઘન સ્વભાવ તેનાથી ભ્રષ્ટ થયા થકા રાગના પરિણામને પોતાના માની તેને કરે છે અને તેનો એ સ્વાદ લે છે. ભારે કામ ભાઈ ! આહાહા! આ પૈસાવાળા દુનિયા કહે ને અબજોપતિને, પણ એ બધા રાગના સ્વાદિયા છે, સ્વરૂપથી ભ્રષ્ટ થઈ ગયેલા છે. આહાહાહા ! અકૃત્રિમ અને નિર્વિકલ્પ ભેદરહિત એવું આનંદ સ્વરૂપ, એવો વિજ્ઞાનઘન ભગવાન આત્મા તેનો આશ્રય નહિ ને તેનાથી ભ્રષ્ટ થયા છે, તે સ્વર્ગના દેવ હોય, નવમી રૈવેયકનો મોટો, કે પંચમહાવ્રતનો ધારક દ્રવ્યલિંગી જૈન દિગંબર સાધુ હો, પણ એ વિજ્ઞાનઘનથી ભ્રષ્ટ છે ને રાગનો સ્વાદ લે છે. આહાહાહા!
(શ્રોતા:-રાગનો સ્વાદ લે છે કે રાગને જાણે છે તેનો સ્વાદ) એકલો રાગનો, બેનો કોનો? આત્મા કયાં છે? ભેળસેળમાં તો આત્માની સાથે રાગને ભેળસેળ કરે એમ કીધું અને આનંદનો સ્વાદ ને રાગનો સ્વાદ એમ નથી ભેળસેળથી વાત કરી પહેલી, (શ્રોતા-જાણ નક્રિયા) જાણે નહિ, જાણે કયાંથી ? છે ક્યાં? ( શ્રોતા-અજ્ઞાનથી ) અજ્ઞાનથી એટલે રાગને જાણે, સ્વભાવને જાણે છે કયાં? આહાહાહા! ભારે કામ ભાઈ ! કે આ તો “અનેક વિકલ્પરૂપે પરિણમતો થકો કર્તા પ્રતિભાસે છે” એ અજ્ઞાનીને રાગનો સ્વાદ આવતાં રાગનો કર્તાપણે માનીને એને કર્તા ભાસે છે કે હું તો આનો કર્તા છું સ્વરૂપની તો ખબર નથી એને. આહા ! આવો