________________
૬૪
સમયસાર સિદ્ધિ ભાગ-૫ એ કારણે આત્મા કહ્યો કર્તા સહુ નિશ્ચયવિદે,
–એ જ્ઞાન જેને થાય તે છોડે સકલ કર્તુત્વને. ૯૭. આંહીં તો કહે છે એને બરાબર જાણ્યો તે કર્તા થાય નહિ. આહાહાહા...
ટીકાઃ– “કારણકે આ આત્મા અજ્ઞાનને લીધે પરના અને પોતાનાં એકપણાનો આત્મવિકલ્પ કરે” આત્મ વિકલ્પ કરે હોં, ઈ પરને પોતે કરી શકે નહિ. આહાહાહા ! અજ્ઞાનને લીધે પર ને પોતાનાં એકપણાનો પરમાં બધું ગયું ઓલું ક્રોધ, માન, માયા ને છ દ્રવ્ય. એ પોતાનાં એકપણાનો (આત્મવિકલ્પ કરે.) “તેથી તે નિશ્ચયથી કર્તા પ્રતિભાસે છે તેથી તે પરનો રાગનો કર્તા પ્રતિભાસે છે. આહાહા! “આવું જ જાણે છે” આહાહા. આવું જ જાણે છે, તે સમસ્ત કર્તુત્વને છોડે છે.” જુઓ અહીં હવે અકર્તા આવ્યું, પરદ્રવ્ય અને પરદ્રવ્યના ગુણો ને પદ્રવ્યની ક્રમસર થતી પર્યાય, એમ જે જાણે છે અને પોતાનું દ્રવ્ય પોતાનાં ગુણ ને પોતાની ક્રમસર થતી પર્યાય, એને જે આમ જાણે છે. તે પરનો કર્તા થતો નથી. આહાહા ! પોતાનો આત્મા જ્ઞાયકસ્વરૂપ એ ક્રમબદ્ધ એવી પર્યાય થતાં અને પર દ્રવ્ય-ગુણ, પર્યાયની પણ ક્રમબદ્ધ પર્યાય થતાં એ બે નું યથાર્થ જ્ઞાન કરે છે, એટલે જેનું જ્ઞાન, જેની દૃષ્ટિ જ્ઞાયક ઉપર પડે છે, અને તેનું જ્ઞાન થાય છે, તે જ્ઞાન રાગનું કર્તાપણું છોડી દે છે, એટલે કે ત્યાં રાગનું કર્તાપણું હોતું નથી. આહાહાહાહા! અહીં અકર્તા સિદ્ધ કર્યું છે. ૩૦૮ થી ૩૧૧ ક્રમબદ્ધમાં અકર્તા સિદ્ધ કર્યું ને એ અહીંયાય સિદ્ધ કર્યું, અત્યારે તો આ વાત છે.
ભગવાન આત્મા એ કર્મના ભાવકથી થતો દયા-દાનનો વિકલ્પ એ મારું સ્વરૂપ નથી, હું તો જ્ઞાન જાણનારો જ્ઞાયક છું, એવું જેને જ્ઞાયકનું જ્ઞાન થાય છે, તે રાગનો અને પારદ્રવ્ય મારા એવો જે વિકલ્પ છે, તેનો એ કર્તા થતો નથી. તેનો તે જાણનારો થઇ જાય છે. આહાહાહાહા! ભારે આકરું. એવું માને તો એવું સહેલું હતું લોકોને રખડવાનું, હેં ? ( શ્રોતા-રખડવાનું) કાંઇ ખબર ન મળે, શું આત્મા ને શું રાગ ને શું કર્તા. આવું જ જાણે છે, તે સમસ્ત કર્તુત્વને છોડે છે, બે ય પ્રકારનાં ૧૭ પ્રકારના ક્રોધ, માન, માયા આદિ ને છ પરદ્રવ્યો એ સંબંધીનું કર્તાપણું એ છોડે છે. તે સ્પષ્ટ સમજાવવામાં આવે છે.
“આ આત્મા અજ્ઞાની થયો થકો” અજ્ઞાની થયો થકો કર્મને લઇને અજ્ઞાની થયો થકો એમ નહિ, પોતે પોતાને ભૂલી જઇ ચૈતન્ય ભગવાન આનંદનો નાથ સાગર, તેનાં અજ્ઞાનથી તેના બેભાનથી અજ્ઞાનને લીધે, અનાદિ સંસારથી માંડીને અનાદિ સંસાર, નિગોદથી અનાદિ પહેલો નિગોદમાં હતો. એવા અનાદિ સંસારથી માંડીને જેની આદિ નથી સંસારની અનાદિ, અનાદિ, અનાદિ એવો સંસાર અનાદિ પુદ્ગલકર્મનાં અને પોતાના અનાદિ મિલિત એકમેક મળી ગયેલા સ્વાદનું સ્વાદન અનુભવન હોવાથી, આહાહા! શું કહે છે?
પુદ્ગલકર્મના અને પોતાનાં સ્વાદનો ભેળસેળપણે અનુભવ કરે, ભેળસેળ એટલે આનંદનો પણ અનુભવ અને રાગનો અનુભવ એમ નહિ, ભગવાન આત્માનો તો આનંદનો અનુભવ પણ તેને ભૂલીને રાગનો સ્વાદ લ્ય છે ઈ, રાગને અનુભવે છે એ પુણ્ય-પાપનો જે સ્વાદ જે કર્મનો વિકારનો સ્વાદ તેને અનાદિથી તેનો સ્વાદ છે એને. આહાહાહા ! દિગંબર જૈન સાધુ દ્રવ્યલિંગી થયો અનંતવાર, પણ છતાં તેને રાગ ને દ્વષનો સ્વાદ છે. આહાહા! પંચમહાવ્રત