________________
ગાથા-૯૭
૬૩ કર્તત્વને છોડે છે તેથી તે નિશ્ચયથી અકર્તા પ્રતિભાસે છે. તે સ્પષ્ટ સમજાવવામાં આવે છે
આ આત્મા અજ્ઞાની થયો થકો, અજ્ઞાનને લીધે અનાદિ સંસારથી માંડીને મિલિત (-એકમેક મળી ગયેલા) સ્વાદનું સ્વાદન-અનુભવન હોવાથી (અર્થાત્ પુગલકર્મના અને પોતાના સ્વાદનું ભેળસેળપણે-એકરૂપે અનુભવન હોવાથી), જેની ભેદસંવેદનની (ભેદજ્ઞાનની) શક્તિ બિડાઈ ગયેલી છે એવો અનાદિથી જ છે; તેથી તે પરને અને પોતાને એકપણે જાણે છે; તેથી હું ક્રોધ છું' ઇત્યાદિ આત્મવિકલ્પ (પોતાનો વિકલ્પ) કરે છે; અને તેથી નિર્વિકલ્પ, અકૃત્રિમ, એક વિજ્ઞાનઘન (સ્વભાવ) થી ભ્રષ્ટ થયો થકો વારંવાર અનેક વિકલ્પરૂપે પરિણમતો થકો કર્તા પ્રતિભાસે છે.
અને જ્યારે આત્મા જ્ઞાની થાય ત્યારે, જ્ઞાનને લીધે જ્ઞાનના આદિથી માંડીને પૃથક પૃથક સ્વાદનું સ્વાદન-અનુભવન હોવાથી (અર્થાત્ પુદ્ગલકર્મના અને પોતાના સ્વાદનુંએકરૂપે નહિ પણ-ભિન્નભિન્નપણે અનુભવન હોવાથી), જેની ભેદસંવેદનશક્તિ ઊઘડી ગઈ છે એવો હોય છે, તેથી તે જાણે છે કે “અનાદિનિધન, નિરંતર સ્વાદમાં આવતો, સમસ્ત અન્ય રસથી વિલક્ષણ (ભિન્ન), અત્યંત મધુર જે ચૈતન્યરસ તે જ એક જેનો રસ છે એવો આ આત્મા છે અને કષાયો તેનાથી ભિન્ન રસવાળા (કષાયલા-બેસ્વાદ) છે; તેમની સાથે જે એકપણાનો વિકલ્પ કરવો તે અજ્ઞાનથી છે;” આ રીતે પરને અને પોતાને ભિન્નપણે જાણે છે; તેથી “અકૃત્રિમ (નિત્ય), એક જ્ઞાન જ હું છું પરંતુ કૃત્રિમ (અનિત્ય), અનેક જે ક્રોધાદિક તે હું નથી એમ જાણતો થકો “હું ક્રોધ છું' ઇત્યાદિ આત્મવિકલ્પ જરા પણ કરતો નથી; તેથી સમસ્ત કર્તુત્વને છોડી દે છે; તેથી સદાય ઉદાસીન અવસ્થાવાળો થયો થકો માત્ર જાણ્યા જ કરે છે; અને તેથી નિર્વિકલ્પ, અકૃત્રિમ, એક વિજ્ઞાનઘન થયો થકો અત્યંત અકર્તા પ્રતિભાસે છે.
ભાવાર્થ-જે પરદ્રવ્યના અને પારદ્રવ્યના ભાવોના કર્તુત્વને અજ્ઞાન જાણે તે પોતે કર્તા શા માટે બને? અજ્ઞાની રહેવું હોય તો પરદ્રવ્યનો કર્તા બને! માટે જ્ઞાન થયા પછી પરદ્રવ્યનું કર્તાપણું રહેતું નથી.
ગાથા-૯૭ ઉપર પ્રવચન તેથી “પૂર્વોકત કારણથી એ સિદ્ધ થયું કે જ્ઞાનથી કર્તાપણાનો નાશ થાય છે” જોયું, એ અજ્ઞાનને લઇને કર્તાપણું ઉભું થયું છે. સ્વરૂપ જે ભગવાન આત્મા ચૈતન્ય જ્યોત, ચૈતન્ય ધાતુ શુદ્ધ ચૈતન્ય અમૃતરૂપ ભગવાન, એમાં અજ્ઞાનને લઇને આ બધું મારા તારા થવામાં એવું બધું મુખ્ય છે. પણ એ (સિદ્ધ) જ્ઞાનથી કર્તાપણાનો નાશ થાય પણ સમ્યજ્ઞાનથી તે કર્તાપણાનો નાશ થાય છે, અજ્ઞાનથી કર્તાપણું થાય છે એમ જેણે જાણ્યું એ કર્તા કેમ થાય? એ જ્ઞાન કરીને કર્તાપણાનો નાશ કરે છે. એથી સિદ્ધ થયું કે જ્ઞાનથી કર્તાપણાનો નાશ થાય છે. –એનો ઉત્તર ગાથા ૯૭.
एदेण दु सो कत्ता आदा णिच्छयविदूहिं परिकहिदो। एवं खलु जो जाणदि सो मुंचदि सव्वकत्तित्तं ।।९७।।