________________
ગાથા-૯૬
૬૧
શશીભાઈ ! ભગવાન ચૈતન ભાવક, ભાવક, ભાવનો કરનાર, આહાહા... એ ભાવકનું ભાવ્ય તો સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્ર ને શાંતિ ને આનંદ તે ભાવકનું ભાવ્ય, પણ તેની ખબર નથી, અને આ હું છું પ૨ તે મારા માન્યા એથી એ કર્મના ભાવકનું ભાવ્ય વિકારી ભાવ તે મારા એમ માનીને કર્તા થાય છે એ રાગનો. છે ? આહાહા !
ભાવ સાથે તેમાં એથી “વળી તે ૫૨ શેયરૂપ ધર્માદિ દ્રવ્યોને પણ જ્ઞાયક સાથે એકરૂપ માને છે” વિકલ્પથી. ૫૨શેયરૂપ, આહાહા... પહેલાં ઓલું ઓલાનો દાખલો હતો ભૂતાવિષ્ટનો પહેલો, હવે આ ધ્યાનાવિષ્ટનો ૫૨શેયરૂપ ધર્માદિ દ્રવ્યોને પણ બે કેમ કીધાં ? સમજાણું આમાં ? પહેલું છે એ ઓલું ભૂતાવિષ્ટ ભૂત વળગ્યું હોય ને જેમ ચેષ્ટા કરે એમ આ કર્મ ભાવક કર્મ છે એનો વિકા૨ી પર્યાય એને ભૂત વળગ્યું છે મિથ્યાત્વનું, આહાહા... ભૂતાર્થ જે ભગવાન છે તેને જાણ્યો નહિ, ભૂતાર્થ જે છતો ભૂત છે, ભૂત છતો એને જાણ્યો નહિ અને ભૂત વળગ્યું એને ઓલા કર્મનો ભાવક એનાથી વિકારી જે ભાવ એ મારા એ ભૂત વળગ્યું મિથ્યાત્વનું એક વાત.
હવે ૫૨દ્રવ્યની હારે વાત ઓલાં ૧૭ બોલ હતા, ક્રોધ, માન, માયા અને આ ૫૨ દ્રવ્ય છ. વળી ૫૨શેયરૂપ ધર્માદિ, ધર્માસ્તિ, અધર્માસ્તિ, આકાશ-કાળ પુદ્ગલ ને જીવ એ પણ જ્ઞાયક સાથે એકરૂપ માને છે. ઓલામાં ચેતન ભાવક સાથે એમ કીધું'તું, આંહીં જાણનારો છે માટે જ્ઞાયક સાથે એકરૂપ માને છે એમ કીધું. સમજાણું કાંઈ ? કહો, પ્રવીણભાઈ ! આવી વાતું છે. આહાહાહા.... વળી તેથી એમ. તેથી આ બે પ્રકાર કહ્યા. તેથી, તે સવિકાર અને સોપાધિક, સવિકારી એ પહેલાંમાં લેવું, કર્મરૂપ ભાવકનું ભાવ્યમાં અને આ છ દ્રવ્યનું બીજામાં લેવું સોપાધિકમાં લેવું, સવિકાર અને સોપાધિક ચૈતન્યપરિણામનો કર્તા, જોયું ? ચૈતન્ય પરિણામનો કર્તા, ૫૨નો કર્તા નથી હોં, એ રાગ થયો કે આ મારા છે, અને વિકાર છે તે મા૨ો છે તેવા વિકારનો કર્તા પોતાના પરિણામનો થાય છે. આહાહાહા....! આવું.
,,
“અહીં ક્રોધાદિક સાથે એકરૂપપણાની માન્યતાથી ઉત્પન્ન થતું કર્તૃત્વ ” સમજાવવા ભૂતાવિષ્ટ પુરુષનું દૃષ્ટાંત, કહ્યું ને ? પહેલો બોલ કહ્યો ક્રોધ, માન, માયા, લોભ, મોહ, રાગદ્વેષ, કર્મ, નોકર્મ, મન, વચન, કાયા, ને પાંચ ઇન્દ્રિય એની સાથે એકપણાની માન્યતાથી ઉત્પન્ન થતું કર્તૃત્વ, એકપણાની માન્યતાથી ઉત્પન્ન થતું કર્તૃત્વ હોં રાગ, એને સમજાવવા ભૂતાવિષ્ટ પુરુષનું દૃષ્ટાંત કહ્યું, અને ધર્માસ્તિ આદિ છ દ્રવ્યો અને અન્ય દ્રવ્યો સાથે એકપણાની માન્યતાથી ઉત્પન્ન થતું કર્તૃત્વ સમજાવવા ધ્યાનાવિષ્ટ પુરુષનું દૃષ્ટાંત કહ્યું. ઓહોહો ! ગાથા બહુ (સારી છે).
એક શાયક સિવાય બીજી બધી ચીજ ૫૨ છે. દેવ ને ગુરુનો આત્મા ૫ણ ૫૨ છે. આહાહા ! એમાં એ મને તારી દેશે, ૫૨ મને તારી દેશે, તરણતારણ કહેવાય છે ને ? નમોધ્યુણુંમાં નથી આવતું ? હૈં ? તિન્નાણું, તારયાણં, બુદ્ધાણં બોહિયાણું, એ તો નિમિત્તથી કથન છે, પોતે તરે છે ને ત્યારે એવું નિમિત્ત છે એટલે કહેવામાં આવ્યું.આહાહાહા... એ તો પ્રવચનસા૨માં લીધું છે ને ? યોગીન્દ્રો અને તીર્થનું પાંચ ગાથામાં, યોગીન્દ્રોને તારવા તે યોગીન્દ્ર જે છે તે ત૨વામાં સમર્થ એને તા૨વાનાં તે નિમિત્ત થયું. પાંચ ગાથા છે ને પ્રવચનસાર. યોગીન્દ્રોને તી૨થના કર્તા છે આહાહા... પાંચ ગાથામાં આવી ગયું છે. એ ૯૬ ગાથા થઇ.