________________
૬૦.
સમયસાર સિદ્ધિ ભાગ-૫ પર્યાય નિર્ણય કરે છે એ પર્યાયનો ભેદ વસ્તુમાં નથી. એમ કહે છે. આહાહા!
એક “પ્રત્યક્ષ પ્રતિભાસમય” વર્તમાન શ્રુતજ્ઞાન ને મતિથી પ્રત્યક્ષ દેખાય તેવો એ આત્મા છે. અને તે અવિનશ્વર છે. પર્યાય તો વિનશ્વર છે, વિનશ્વર પર્યાય કહે છે કે હું અવિનશ્વર છું. એય ! શુદ્ધ પારિણામિક પરમભાવ લક્ષણ, શુદ્ધ, પરમ, શુદ્ધ પારિણામિક સહજ સ્વભાવ શુદ્ધ, પરમ ભાવ, પરમ ભાવ, પર્યાયથી પણ જુદો પરમ ભાવ, એવો નિજ પરમાત્મ દ્રવ્ય, પર પરમાત્મદ્રવ્ય નહિ, નિજપરમાત્મ દ્રવ્ય તે હું છું, એમ સમકિતની પર્યાય નિર્ણય અથવા જ્ઞાનની પર્યાય નિર્ણય કરે છે. આહાહા... આવી વાત છે.
આંહીં કહે છે. “આત્મા અજ્ઞાનને લીધે અચેતન કર્મરૂપ ભાવક જે ક્રોધાદિ ભાવ્ય” એ ભાવકનું ભાવ્ય કેમ કે આત્માના અનંત ગુણમાં કોઇ ગુણ વિકારપણે થાય એવો કોઇ ગુણ નથી, એથી તે વિકાર થવાનું કારણ જે કર્મ ભાવ, એ ભાવકનું વિકારી કાર્ય છે. ભાઈ ! ભગવાન અનંતા ગુણ (મય) છે અનંતા અનંતા અનંતા અનંતાનો પાર નહિ પણ એ માંયલો કોઇ એક ગુણ વિકાર કરે એવો કોઇ ગુણ નથી. આહાહા ! તેથી તે અનંતગુણનો ધરનારો ભાવક ચેતન, એનું આ કર્મના ભાવકથી થયેલું ભાવ્ય, એ ચેતનનું નથી. છતાં અજ્ઞાની એ ચેતનનું છે એમ માનીને ભ્રમણા સેવે છે. આહાહાહા ! આવો ઉપદેશ ઝીણો પડે. શું થાય? આહાહા....
ભાઈ તે ચેતન ભાવક સાથે, જોયું? ઓલું કોનું હતું? કર્મરૂપ ભાવક, એનું ભાવ્ય પુણ્યપાપ દયા, દાન, કામ, ક્રોધ આદિ “એ ચેતન ભાવક સાથે એકરૂપ માને છે પોતાનું ભાવકનું ભાવ્ય જુદું હોય છતાં તે ભાવક કર્મનું ભાવ્ય મારું છે એમ માને છે પણ એનો જાણનારો હું છું એવું જે ભાવ્ય મારું એને એ જાણતો નથી. આહાહાહા ! આવો ધર્મ, રસિકભાઈ ! આમાં વાંકાનેરમાં ય ન મળે ને કલકતા ય ન મળે આ બધું. બાપદાદાએ સાંભળ્યું નથી પાછું. હરગોવનભાઈએ સાંભળ્યું નહોતું આ. આવતા ને ૯૧ માં આંહીં પડિકસ્મણા કરવા આવ્યા'તા પર્યુષણમાં હીરાભાઈના મકાનમાં, ન્યાં કણબીવાડમાં રહેતા ને પહેલાં, પહેલાં તમે બીજે રહેતા'તા તમને ખબર નથી. અંદર રહેતા'તા કણબીવાડમાં રહેતા તમારા પહેલાં ૭૭ માં આવ્યા ને ત્યારે તમે બીજે રહેતા'તા કણબીવાડ ઓલી કોર છે તમે મેડી ઉપર રહેતા'તા ને ઘણાં વર્ષ થઈ ગયા. (૯૮૬માં આવ્યા ત્યારે) એ નહિ આ તો ૭૭ ની વાત છે. એ ૮૬ ની ખબર છે ને, આ તો ૭૭ જ્યારે પહેલા આવ્યા ને ત્યારે કણબીવાડમાં અમારે. પહેલા કણબીવાડમાં મારે બેન હતા ત્યાં વેપારી ત્યારે સંસારમાં જોયું-પહેલા ૭૭ માં ભાવનગર આવ્યા'તા કેટલા વર્ષ થયા? ૫૮ વર્ષ, તમને કેટલા થયા ૬૩, પાંચ બાકીની તમને ખબર ન હોય. મેડી ઉપર દાદરો હતો, મેડી ઉપર રહેતા અને ઓલા લીંબડીવાળા નહિ એ ય ન્યાં રહેતા'તા મોઢા આગળ ગૃહસ્થ છે મોટા આપણા સ્થાનકવાસી, હેં? લાલચંદ ત્રિભોવન નહિ નામ બીજુ હતું તેના બાપનું નામ આ તો ઘણાં વરસની વાત છે તે દી' ઘરે વહોરવા ગયા'તા બીજા નામ હતું કાંઇક.
આંહીં કહે છે કે ચૈતન્ય ભગવાન આત્મા, એનું ભાવ્ય તો અનુભૂતિ જે આનંદની અનુભૂતિ તે તેનું ભાવ્ય, અથવા ચેતન જે ભાવક તેનું સમ્યગ્દર્શનશાનચારિત્ર પર્યાય તે તેનું ભાવ્ય, એમ ન માનતા કર્મના ભાવકનું ભાવ્ય કારણ કે પોતે ચૈતન્ય જ્ઞાયક છે, તેને તો જાણ્યો નથી, તેથી તે ભાવકનું ભાવ્ય, જે પોતાને આવવું જોઇએ નિર્મળ, એ તો છે નહિ. આહાહા !