________________
૫૮
સમયસાર સિદ્ધિ ભાગ-૫ જ્ઞાન હોવું જોઇએ એને ઠેકાણે ચેતન ભાવક સાથે એકરૂપ માને છે. કર્મ જડ ભાવક તેનું વિકારી ભાવ્ય એ ચેતન જે ભાવક એ ભાવ્ય મારું છે એમ માને છે. આહાહાહા!
ફરીને એકકોર ભગવાન ચૈતન્ય સ્વરૂપ અને એકકોર કર્મ, હવે કર્મ ભાવક-ભાવક, ભાવનો કરનારો હોવાથી તેના પરિણામમાં વિકારી ભાવ તે ભાવકનું ભાવ્ય છે, ભાવકની દશા છે, ભાવકનું કાર્ય છે, ભાવકનું કર્મ છે, એ આ ચૈતન્ય ભાવક, ચૈતન્ય ભાવક ભાવ કરનારો એને પોતાના ભાવ કરનારો ભૂલીને ચેતન ભાવક એ વિકારી કર્મનું ભાવ્ય મારું છે, એમ માને છે. આરે ! આરે !દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, અપવાસનો વિકલ્પ છે, એ ચેતન ભાવકનું ભાવ્ય નથી. આહાહા! હીરાલાલજી! આવી વાત છે. બહુ સારી ગાથા છે.
અરે આવો મનુષ્યભવ કાલે કોક કહેતું'તું છોડીનો પગ કપાઈ ગયો ને થોડો તમારે ત્યારે કહે મનુષ્યપણું તો રહ્યું છે ને હીરાલાલજી, એમ કોક કહેતું'તું એની દીકરીને પગ ઓલો થઇ ગયો પણ મનુષ્યપણું તો રહ્યું છે ને? આહાહા... એમ ભગવાન આત્મા, આહાહાચેતક ભાવક ચેતન ભાવક એ ચેતન જ્ઞાનાનંદ સ્વભાવ એ ભાવક ભાવનો કરનારો એવો જે ચેતન એ કર્મ ભાવકનો ભાવ્ય એ મારું છે એમ માનીને ભ્રમણામાં પડ્યો છે. આહાહા ! છે અંદર. ઓલી અનુભૂતિ આવી ને? એ અનુભૂતિ એટલે દ્રવ્ય લેવું ત્રિકાળી તોંતેર ગાથામાં આવ્યું છે ને? તોંતેરમાં આવ્યું છે, એક સમયની પર્યાય ષટ્ટારકરૂપે પરિણમે કર્તા-કર્મ-કરણ, સંપ્રદાન (અપાદાન,
અધિકરણ) એનાથી અનુભૂતિ ભિન્ન છે, એટલે દ્રવ્ય જ્ઞાયક અનુભવ ત્રિકાળી સ્વભાવ છે એ ભિન્ન છે. આહાહા ! એ અનુભૂતિ ભગવાનનું ભાવ્ય આનંદની અનુભૂતિ તે તેનું ભાવ્ય છે. આહાહા! ભગવાન આનંદ ચૈતન્ય આનંદ સ્વરૂપ ભાવક એ તેનું ભાવ્ય અનુભૂતિ તે ભાવ્ય છે અનુભૂતિ ત્રિકાળ છે. એની વર્તમાન અનુભૂતિ પર્યાય તે તેનું ભાવ્ય છે. આહાહા... આવું કયાં. એ ભાવ્યને છોડી દઇને કર્મનો જે ભાવક ભાવ્ય છે એની સાથે એકરૂપ માને છે. આટલા શબ્દોમાં એ છે. આહા! સમજાણું ટૂંકામાં? એ આખાનો સાર કર્યું છે.
ઓલામાં એમ કીધું તું ને શુદ્ધ ચૈતન્યધાતુ રોકાએલી હોવાથી છ દ્રવ્ય મનનો વિષય ઓલામાં રૂપીના વિષયમાં કેવળ બોધ કાયેલો હોવાથી, અને શરીરમાં મૂર્ણાયેલો હોવાથી, એ ત્રણેય ખરેખર તો ભાવકનું ભાવ્ય છે એ વિકાર, છતાં તેને પોતારૂપ માને છે. આહાહાહા ! બહુ ટૂંકું હોં અને ઘણું, એકકોર ચૈતન્ય ભાવક ભગવાન અમૃતરૂપ વિજ્ઞાનઘન કેવળ ચૈતન્ય બોધ શુદ્ધ ચૈતન્યધાતુ એ ભાવક છે, એનું ભાવકનું ભાવ્ય તો, (અનુભૂતિ છે ) આહાહા..
ક્રમબદ્ધનો નિર્ણય કરવા જાય છે, ત્યારે શુદ્ધ ચૈતન્યધાતુ ઉપર દૃષ્ટિ પડે છે. એ આવ્યું છે ને આમાં હમણાં ક્રમબદ્ધમાં વાંચ્યું ને, ભાઈનું હુકમચંદનું જુદું એનું આમાં આવ્યું છે, આત્મધર્મમાં આવ્યું છે, કાલે આવ્યું એમાં, પહેલું જુદું એક ચોપાનીયું છપાયું છે. અરે બહુ સરસ લખ્યું છે, જરૂર હતી અત્યારે બધા ચારેકોર નિમિત્ત, ઉપાદાન ને નિશ્ચય, વ્યવહાર એકકોર રાખો, પણ ક્રમબદ્ધ છે કે નહિ? ક્રમબદ્ધ દરેક અવસ્થા ક્રમસર જે સમયે થાય તે છે કે નહીં અને કેવળજ્ઞાન તેને દેખે છે તે પ્રકારે ત્યાં છે કે નહીં? આહાહા! અને એ રીતે જ્યારે કેવળજ્ઞાન દેખે છે માટે થાય છે એમ તો નહિ પણ એ તો નિર્ણય કરવા માટે જરી, એ ભગવાન દેખે છે જે સમયે જે પર્યાય ન્યાં થવાની છે એ દેખે છે, અને ત્યાં પણ ક્રમસર જે આયત સમુદાય, એક પછી એક જે