________________
ગાથા-૯૬
૫૭. છે અંદર, એમ કહે છે. મંગળભાઈ ! પોતે મંગળ સ્વરૂપ છે અંદર, પવિત્રતાનો પિંડ છે, પવિત્રતાની પ્રાપ્તિ કરે એવું મંગળ સ્વરૂપ છે. આહાહાહા ! એ મૃતક કલેવરમાં મૂર્છાઇ ગયો.
( શ્રોતા–ધર્મ સાધનમાં નિમિત્ત બને ને આ દેહ) નિમિત્ત એટલે કાંઇ નહિ. નિમિત્તનો અર્થ જ કાંઇ નહિ, હોય છે હાજરી એટલું, એને લઇને આંહીં કાંઇ થાય છે, એવું કાંઈ છે નહિ. આહાહા! અને એ નિમિત્તને અડતું ય નથી ને પ્રભુ, અંદર આત્મા અરૂપી ભગવાન આ શરીરને અડતો ય, સ્પર્શયોય નથી કોઇ દિ' ત્રણકાળમાં હવે આમ વાત કેમ માને? આ શરીરમાં આત્મા છે આ આંગળીને અયોય નથી. અહીં ક્યું છે અંદર અરૂપી ભગવાન વર્ણ, ગંધ, રસ, સ્પર્શ વિનાની ચીજ એ વર્ણ, ગંધ, રસ, સ્પર્શની ચીજને કેમ અડે? અરૂપી નહિ પણ રૂપી, અરૂપી પોતે કેમ અડે, એકબીજામાં તો અભાવ છે. આહાહા ! આવી વાત છે. ઝીણી વાત બાપુ. જગતથી બહુ જુદી જાત છે. (શ્રોતા-દેહ દુખમ્ મહાફલમ્ ?) દેહ દુઃખનો અર્થ? એ તો આનું વચન છે શ્વેતાંબરનું દશવિકાલિકનું શ્વેતાંબરનું છે, દેહમાં કષ્ટ આવે પરિષહ તો આત્મા જ્ઞાતા છે, એમ કરીને જાણે તો એનું ફળ ઘણું છે એમ. આહાહા!
ક્ષય રોગ થાય અનેક પ્રકારનાં, આ શું કહેવાય, કેન્સર, એ શરીરની સ્થિતિ, દશા છે એ તો જડની, એમાં સમતા રાખે અને એમાં એ નિમિત્ત કહેવાય, નિમિત્ત એટલે ? છે બીજી ચીજ પણ એમાં નિમિત્તથી સમતા થાય છે એમ નથી અને સમતા એને લઇને થઇ છે એમ નથી. પોતે જાણનાર જાણનાર જાણનાર જાણનાર ચૈતન્ય-જ્ઞાયક તે હું જાણું મારામાં રહીને પરને અડયા વિના, પરને જાણું એવો સ્વભાવ ન જાણતાં મડદામાં મૂર્છાઇ ગયો અમૃત પ્રભુ! આહાહાહા ! ત્રણ બોલ લીધાં. મનના વિષય છ દ્રવ્ય, ઈન્દ્રિયનો વિષય રૂપી, ભગવાન અમૃત સ્વરૂપ તે મૃતક કલેવરમાં મૂછણો અંદર. આ મન, ઇન્દ્રિય ને શરીર ત્રણ આવ્યા. આહાહા ! એ વડે અમૃતરૂપ વિજ્ઞાનઘન મૂછિત થયો હોવાથી તે પ્રકારનાં ભાવનો કર્તા પ્રતિભાસે છે. આહાહા !
એ પ્રકારનો વિકલ્પ ઊઠે છે, છે? તે પ્રકારનાં ખરેખર તો એ પોતાનો ભાવ છે, એ વિકલ્પ છે, એ હોં. સમજાણું? એવા ભાવના પ્રકારે પોતાને, ચૈતન્યના, અજ્ઞાનને લીધે, ચૈતન્ય પરિણામવાળા હોવાથી, છે ને અંદર પહેલાં આવી ગયું છે, કરાયેલા ચૈતન્ય પરિણામવાળો એ છે, છે પરિણામ વિકલ્પ ચૈતન્યની દશા-અવસ્થા પણ એ અવસ્થા જડ રાગ છે એને કરતો થકો પ્રતિભાસે છે, એ પરદ્રવ્યને મારા માનતો, પરદ્રવ્યને કરતો પ્રતિભાસતો નથી, પરદ્રવ્યને ક્યાં કરે છે? પરદ્રવ્ય તો છે, પણ એ મારા માનીને વિકલ્પને પોતાનો કરે છે. ત્યારે પોતાના સવિકાર પરિણામનો અજ્ઞાની કર્તા થાય છે. આહાહાહા! આવી વાતું હવે.
ભાવાર્થ- “આ આત્મા અજ્ઞાનને લીધે અચેતન કર્મરૂપ ભાવકનું જે ક્રોધાદિ ભાવ્ય” છે? શું કીધું? જે કંઇ રાગદ્વેષ દયા, દાન, ભક્તિ, પૂજા, વ્રત, વિષય, વાસના એ બધા ભાવ્ય, કર્મ ભાવકનું એ ભાવ્ય છે, આત્માનું નહીં. છે? અચેતન કર્મરૂપ ભાવક, અચેતન કર્મ ભાવ કરનારો, એનું ક્રોધાદિ ભાવ્ય, ક્રોધ, માન, માયા, લોભ, રાગદ્વેષ, લોભ આદિ કર્મનું ભાવ્ય, કર્મ ભાવક છે તેની અવસ્થા, ભાવ્ય એની અવસ્થા છે. આહાહા! તેને ચેતન ભાવક સાથે અંદર આવ્યું'તું ને, અવિકારી અનુભૂતિ માત્ર ભાવક, એ અનુભૂતિ એટલે ચેતન લેવું, પર્યાય નહિ. સમજાણું કાંઇ? તેને ચેતન ભાવક સાથે, ચેતન ભાવક છે, એનું ભાવ્ય તો નિર્મળ આનંદ ને