________________
૫૫
ગાથા-૯૬
જાણનારો છું વિકલ્પનોય કર્તા નથી, માટે તે દ્રવ્ય મારું નથી. આહાહાહા ! બહુ ઝીણું ભર્યું છે, હવે ટોપી મારી, કપડાં મારા, આ બધા મારાં, બાઇડીનાં સાડલા દાગીના આંખમાં શું ભરે ? કાજળ ભરે ઓલું ભરે કે મારી આંખુ કાળી છે, બહુ સારી છે, પણ આંખ તો જડ છે. એ તો શેય છે, એ જ્ઞાનમાં જણાતાં એ મારું થઇ ગયું તને કયાંથી આવ્યું આ ? આહાહાહા ! મારી આંખ ફીકી છે, મારી આંખ પાતળી છે, મારી આ શરીર એ મારું એમ કે કદ નાનું છે કહે છે ને ભાષા આ શરીર એમ કે કઠેય નાનું પાતળું છે હું કાંઇક પાતળો છું, મારું કદ જાડું છે, મારું અદોદળું શરીર છે, પણ શ૨ી૨ હતું કે દિ' તારું ? આહાહા ! ભારે અજ્ઞાન.
એ મનનો વિષય છે કહે છે, શું કહે છે કે અરૂપી છે ને ? ઓલો ધર્માસ્તિ આદિ, ધર્માસ્તિ અધર્માસ્તિ, આકાશ અને કાળ અને પુદ્ગલ, ૫૨માણુંથી માંડીને સ્કંધ, મકાન, પૈસો, આબરૂ, કીર્તિ એ બધાં જડ પુદ્ગલ, એ જ્ઞાનમાં જાણવા લાયકને બદલે જાણતાં એ મા૨ા છે, મેં એને રાખ્યા છે, મેં સંભાળીને રાખ્યા છે, તાળું મારી, કૂંચી દઇને તિજોરીમાં રાખ્યા છે, મેં રાખ્યા છે. આરે આરે આવી શું છે આ. એ ૫૨દ્રવ્ય છે એ તારા કયાંથી થઇ ગયા કહે છે. એ મિથ્યાત્વને સેવે છો કહે છે. આહાહાહા !
પુદ્ગલ અને અન્ય જીવ, અન્ય જીવ એટલે ચાહે તો સ્ત્રીનો, દિકરાનો, બાપનો, દેવનો, ગુરુનો, એ જીવ મા૨ા છે, મારા સંતાન ઘણાં છે, પચીસ સંતાન છે, પચીસ દિકરીયું છે, બસે વર્ષનું આયુષ્ય હોય બબ્બે વ૨સે થાય તોય પચાસ છોકરાનું લશ્કર ભેગું થાય, આ બધું મારા છે કહે છે એ જીવ મા૨ા એમ શુદ્ધ ચૈતન્યધાતુ રોકાયેલી, શું કીધું ? એ છ દ્રવ્ય છે તે ૫૨ છે, છતાં શેય તરીકે જાણવા માટે છે. છતાં તે મારા છે એમ માનીને શુદ્ધ ચૈતન્યધાતુ ત્યાં રોકાઇ ગઇ છે. આહાહા ! ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યસ્વરૂપ, એ જ્ઞાયક સ્વરૂપ એ મારા ત્યાં રોકાઇ ગયો. પોતાને માનવા માટે નવરો થયો નહિ. આહાહા ! ભારે કામ આકરું, એના ઘરમાં લક્ષ્મી રહે, મકાન રહે, દાગીના, કપાટ, કપાટ નથી ભરતા બધા આમ ? કાચ કાચ મોઢાં આગળ કાચ રાખે કપાટ શું કહેવાય તમારું ફર્નિચર, આપણી ભાષામાં શું છે? ( શ્રોતાઃ-ઘરવખરો ) ઘરવખરો, કપાયું ને પટારા ને, આહાહાહા ! બારણા ઉઘાડે ને કાચ આમ ઉઘાડે ને કાચ સવા૨માં માથું જોવા માટે, આ મારો કાચ ચોકખો છે બહુ, પણ કાચ તો જડ છે ને પ્રભુ એ તો માટી છે ને ? ૫૨દ્રવ્ય મારા એમ માનીને, પોતાનો શુદ્ધ ચૈતન્યસ્વરૂપ ભગવાન ત્યાં રોકાઇ ગયો, આહાહા ! એ જાણવા લાયક છે તેને મારા માનીને રોકાઇ ગયો. આહા... છે ? શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ ધાતુ રોકાએલી હોવાથી એક વાત. આ મનનો વિષય છે એ ધર્માસ્તિ અધર્માસ્તિ આદિ જીવ આદિ.
હવે “ઇન્દ્રિયોના વિષયરૂપ કરવામાં આવેલા” કા૨ણ કે ઇન્દ્રિયનો વિષય તો રૂપી છે, એ કાંઇ ધર્માસ્તિ, અધર્માસ્તિકાય, આકાશ, જીવ ( એ મનના વિષય અને ) ઇન્દ્રિયોના વિષયરૂપ કરવામાં આવેલા રૂપી પદાર્થો, રૂપી પુદ્ગલો જે સ્કંધો દેખાય આદિ, કાને સાંભળવાનાં પુદ્ગલો, રૂપ જોવાનાં પુદ્ગલો, સુંઘવાના પુદ્ગલો, રસનાં પુદ્ગલો, સ્પર્શનાં એ વિષય ઇન્દ્રિયનો વિષય છે, એ વિષયમાં પોતે રોકાઇ ગયો “એ વડે પોતાનો કેવળ બોધ ઢંકાયેલો હોવાથી” આહાહા... ઇન્દ્રિયનાં વિષયોમાં તે કેવળ બોધ એકલો જ્ઞાન સ્વરૂપ પ્રભુ એ એકલો ત્યાં ઢંકાઇ ગયો એમાં ત્યાં રોકાઇ ગયો. આહાહાહા ! બે-બે થયાં. શું ? એક મનનો વિષય છ દ્રવ્ય, અને એક ઇન્દ્રિયનો વિષય